________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એનું એ જ આવે એવું કાંઇ છે ? આહા ! ( શ્રોતાઃ-નિર્વિકલ્પમાં હોય તો જ જ્ઞાની એ બરોબર નહીં, તો તો પછી છઠ્ઠ ગુણસ્થાન, ચોથુ, પાંચમું, છઠ્ઠું એ કેવી રીતે સિદ્ધ થાય અને તે પ્રત્યક્ષ અહીં એ સિદ્ધ કરે છે. કે રાગાદિ હોય છે અને તે સંબંધીનું અહીં જ્ઞાન જ્ઞાની કરે છે. એ છે તો પોતાનું જ્ઞાન એ સંબંધીનું જ્ઞાન એ તો નિમિત્તથી કથન છે, છતાં ત્યાં રાગ છે તેને અહીં તે જાણે છે. એટલે કે બુદ્ધિપૂર્વક રાગ છે તેને જાણે છે, એટલે કે ખ્યાલમાં આવે છે કે આ રાગ છે અસદ્ભુત ઉપચાર, ખ્યાલમાં આવે છે રાગ છતાં જ્ઞાની, ધર્મી જીવ તે રાગને જાણનારો રહે છે કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એવું જ્યાં અંતર ભાન થયું તેથી તેને પર્યાયમાં જ્ઞેય જે પૂરું શાયક છે તેનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયના કાળમાં રાગ જે હોય છે એનું પણ એ સ્વપ૨પ્રકાશક પર્યાય હોવાથી જ્ઞાનની પર્યાય ષટ્કા૨કરૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે, અરે આવું છે, ઝીણો માર્ગ, ભાઈ ( શ્રોતાઃ- વીરોનો માર્ગ છે એ તો ઝીણો જ હોયને ) કયાંય રાગથી પા૨ અને એક સમયની પર્યાયથી પાર ભિન્ન અંદ૨, ૭૩માં આવ્યું’ને, એ અનુભૂતિ ભિન્ન છે. આહાહાહા !
ખરેખર અહીંયા જ્ઞાની-જ્ઞાનનું ભાન થયું આત્માનું જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને શાયક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ધ્રુવ સ્વભાવ, ત્રિકાળી એકરૂપ જ્ઞાયકસ્વભાવ એનું જેને વર્તમાન પર્યાયમાં તે ત૨ફ વળીને જ્ઞાન થયું છે તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. અહીં કોઇ સાતમે ઠરી જાય આમ તો જ જ્ઞાની છે એમ નહીં. (શ્રોતાઃ- એમ હોય તો કુંદકુંદાચાર્ય શાસ્ત્ર લખતી વખતે કયાંથી ઠરે ) તોય અજ્ઞાની એને તેથી તો એ કહે છે અજ્ઞાની અજ્ઞાનથી કહે છે બારમા સુધી અજ્ઞાન છે ને પણ એ તો અજ્ઞાનનો અર્થ અજાણપણું ઓછું જ્ઞાન એમ છે. અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઇ ?
બારમા સુધી અજ્ઞાન કહ્યું છે એ તો ઓછું જ્ઞાન છે એમ કીધું છે વિપરીત જ્ઞાન નથી. એમ આ ચોથે સમ્યગ્દર્શન અહીં તો જ્ઞાની કેમ ઓળખાય એમ પ્રશ્ન કર્યો છે ને ! નિર્વિકલ્પ સમાધિમાં રહેલો વીતરાગી કેમ ઓળખાય એમ નથી પૂછ્યું. આહા ! જેને આત્મધર્મ વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન એવું જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને અંત૨માં વાળી છે એ પણ પર્યાય છે ને ( અંદર ) વાળું છું એવોય ત્યાં ભેદ નથી, પણ સમજાવવામાં શું આવે? સમજાણું કાંઇ? પર્યાય જે ૫૨લક્ષમાં છે એ પર્યાય તો ત્યાં રહી ગઈ, પછીની પર્યાય દ્રવ્યમાંથી થાય અને દ્રવ્ય ત૨ફ ઢળે એ સમય તો એક જ છે. આરે ! આરે ! આવી વાતું છે. વીતરાગ મારગ બાપા અલૌકિક છે ભાઈ. આહા !
કહે છે કે એ પરિણામ જે કર્મનું છે પુણ્ય ને પાપ દયા અને દાન, વ્રત ને ભક્તિ આદિના પરિણામ થયા પણ એ પરિણામ કર્મનું પરિણામ છે જીવનું નહીં. કેમકે જીવ જે છે એ અનંતગુણનો પિંડ સ્વભાવ શુદ્ધ છે તો જે અનંતગુણ છે એ શુદ્ધ છે તો શુદ્ધના પરિણામ શુદ્ધ હોય, એમ અહીં સિદ્ધ કરવું છે ને ? પર્યાયમાં અશુદ્ધતા છે એ પછી સિદ્ધ કરશે. સમજાણું કાંઇ ? એનામાં પર્યાયમાં અશુદ્ધિ એ પછી સિદ્ધ કરશે, પણ અહીં તો જે વસ્તુ છે અનંત, અનંત, અનંત ગુણનો પિંડ સાગર પ્રભુ એ બધા અનંતા ગુણો શુદ્ધ છે અને તેથી તેનું પરિણમન પણ શુદ્ધ છે, આહાહા ! એ ગુણનું પરિણમન કોઇ વિકૃત છે એમ હોઇ શકે નહીં. તેથી વિકૃત જે છે એ નિમિત્તને આધીન થઇને થાય છે એવું હોવા છતાં અજ્ઞાની મારા છે એમ એ માને છે અને જ્ઞાની નિમિત્તને આધીન થયેલા