________________
ગાથા-૭૫
૧૭૧
વાત સમજાણી ? હવે ટીકા એની ટીકા. નિશ્ચયથી ખરેખર મોહ એટલે કે ૫૨ત૨ફની જરી રાગની દશા મોહ હોય. પહેલો સમુચ્ચય મોહ લીધો છે. મોહ મિથ્યાત્વ આ ન લેવું પરતરફનો જરી હજી ભાવ હોય છે એ મોહ સમુચ્ચય કહી, એ ચારિત્રમોહની વાત છે, દર્શન–મોહની વાત નથી આ. એ અંદર પરિણામમાં ૫૨તરફના વલણવાળો રાગ હોય છે, એ મોહ એના પેટા ભેદ રાગ અને દ્વેષ અને સુખદુઃખ કલ્પના થાય સુખદુઃખની એ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ દ્રવ્યકર્મ ને ભાવકર્મ બેય ભેગા લીધા. જડ કર્મ જે છે એ દ્રવ્યકર્મ છે અને એના નિમિત્તથી થતા પર્યાયમાં મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખ છે એ અંતરંગ પરિણામ એ કર્મના પરિણામ છે. એ પુદ્ગલના પરિણામ છે. આહાહા ! આવી વાતું. અને તમારો પ્રશ્ન હતો ને દ્રવ્યકર્મ આમાં કયાં આવ્યું ? દ્રવ્યકર્મ-ભાવકર્મ બેય આવી ગયું આમાં.
ભગવાન આત્મા જ્યાં પોતે રાગથી તો ભિન્ન પડી ને પર્યાયની જ્ઞાન પર્યાયને અંતરમાં સામાન્યમાં પર્યાયને વાળી છે એટલે વિશેષ પણ આવી ગયું ને સામાન્ય (પણ ) આવી ગયું. શું કીધું ? રાગ ના આવ્યો. રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની પર્યાય વિશેષ છે, ગુણની વિશેષ એ પર્યાયને આમ વાળી સામાન્યમાં એટલે વિશેષને સામાન્ય બેય આવી ગયું. રાગ ભિન્ન રહી ગયો. આહાહાહા ! સમજાય છે ? ઝીણી વાત છે ભાઈ.
વિશેષ જે જ્ઞાન પર્યાય છે, એને રાગથી તો ભિન્ન છે એ પર્યાય એટલે રાગથી તો ભિન્ન કરીને જ્ઞાન પર્યાય ઉપર લક્ષ કરી અને તે પર્યાયને વાળી ધ્રુવમાં ઉત્પાદ્યયની જે પર્યાય જ્ઞાનની છે એને ધ્રુવમાં વાળી એટલે કે ધ્રુવ સામાન્ય છે અને પર્યાયને વિશેષને એમાં વાળી એટલે વિશેષ ને સામાન્ય બેય થઇ ગયું. એટલે ઓલા વેદાંતી એમ કહે કે વિશેષ છે જ નહીં એકલો કુટસ્થ છે, તો કુટસ્થનો નિર્ણય ક૨ના૨ કોણ ? સમજાણું કાંઇ? વેદાંત સર્વવ્યાપકનો મોટો ભાગ અત્યારે છે ને પણ એ નિશ્ચયાભાસ છે. કેમકે જે વસ્તુ છે એક સમયમાં ત્રિકાળ એનો નિર્ણય ક૨ના૨ ધ્રુવ કયાં છે ? એનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આહાહાહા ! એ અનિત્ય છે, પર્યાય છે એ અનિત્ય છે એ અનિત્ય છે તે નિત્યને જાણે છે. અનિત્ય છે તે નિત્યનો નિર્ણય કરે છે. આહાહાહા !
( શ્રોતાઃ- ન્યાય સભર છે ) એટલે કહે છે કે જે ખરેખર આમ આગળ ૮૭ ગાથામાં કહેશે કેમિથ્યાત્વના બે ભેદ છે અહીં પરિણામ મિથ્યાત્વના અને દર્શનમોહના રજકણ એમ મિથ્યાત્વના બે ભેદ અવ્રતના બે ભેદ, અજ્ઞાનના બે ભેદ, ક્રોધાદિના બબ્બે ભેદ એમ જીવ ને અજીવ લેશે. અહીં છે ત્યાં તો ફક્ત બેની ભિન્નતા સિદ્ધ ક૨વી છે. અહીં તો હવે રાગની ભિન્નતા કરીને જ્ઞાન થયું છે તે જ્ઞાન કેવું હોય એને અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઇ ? ૮૭ ગાથા છે ને કાલ ૮૫ કીધી'તી ૮૭, ૮૮ બેય છે, ૮૭ માં કહે છે બે. સમજાણું કાંઇ ? કમ્મ દુવિયં છે ને પ્રશ્ન, મિથ્યાત્વ બે પ્રકા૨ના એક આત્માના પરિણામ મિથ્યાત્વ અને એક દર્શનમોહ જડના પરિણામ મિથ્યાત્વ જડના અજીવ ને આ જીવ એમ બે ભિન્ન પાડીને ત્યાં ભિન્ન સિદ્ધ કરવું છે.
અહીંયા તો ભિન્ન પડેલું જેને જ્ઞાન થયું છે. રાગથી ભિન્ન પડેલી જ્ઞાન પર્યાય અને એ પર્યાયને જેણે આમ સામાન્યમાં વાળી છે તેને જ્ઞાન થયું છે એ જ્ઞાનનું લક્ષણ એંધાણ શું ? સમજાણું કાંઇ.. ? આહાહાહા ! ગાથા બહુ ઊંચી છે. ભાઇએ ફરીવાર કહ્યું એટલે ફરીને, પછી