________________
૧૭૦
પ્રવચન નં. ૧૬૧ ગાથા-૭૫
સમયસાર સિદ્ધિ ભાગ-૪
તા.૦૫/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૭
સમયસાર–૭૫ ગાથા.
હવે પૂછે છે કે, ત્યાંથી કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાની થયો એમ કઇ રીતે ઓળખાય, અહીં તો જ્ઞાની થયો એ કઇ રીતે ઓળખાય એમ કહ્યું, અને તે જ્ઞાનીને પણ પુદ્ગલ કર્મના નિમિત્તના ભાવથી રાગાદિ થાય છે તેનો પણ જાણનાર છે એવો લીધો છે ને ? એટલે ઓલા કહે છે ને જ્ઞાનસાગર કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ એને જ્ઞાની કહેવાય. અહીં તો જ્ઞાની ચોથે ગુણસ્થાનથી ઉપાડયું છે સમ્યગ્નાન થયું છે, આત્મા રાગથી ભિન્ન છે અને વર્તમાન પર્યાય જ્ઞાનની એને રાગથી ભિન્ન કરીને એ પર્યાયને દ્રવ્યમાં વાળી છે અને જેને અંત૨ સમ્યજ્ઞાન થયું છે. જ્ઞાનની પર્યાયમાં પૂરણ શેય જ્ઞાનમાં જણાણું છે એને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. સમજાણું ?
( કહે છે ) એટલે અહીં નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે જ જ્ઞાની કહેવાય અને વિકલ્પ ઉઠે, ( શ્રોતાઃ- જેટલો વિકલ્પ ઊઠે તેટલો રાગ હોય ) છતાંય એ તો રાગ એને હોય જ નહીં એમ કહે છે અબુદ્ધિપૂર્વક હોય રાગ બુદ્ધિપૂર્વક હોય જ નહીં એને જ્ઞાની કહેવો એમ કહે છે એમ નથી. અહીં તેથી પહેલો પ્રશ્ન આ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાની થયો, ધર્મી થયો, એમ કેમ ઓળખાય ? એના ચિન્હ શું ? એના એંધાણ શું ? એનું લક્ષણ શું ? તેનું ચિન્હ કહો. તેના લક્ષણ કહો એમ પૂછ્યું છે, અમૃતચંદ્રાચાર્ય છે જુઓ, થમાત્મા જ્ઞાનીમૂતો નક્ષત તિ શ્વેત સંસ્કૃત છે જાઓ, જયચંદપંડિતનું નથી કાંઇ ઝીણી વાત છે.
જ્ઞાની થયો થકો કેમ ઓળખાય એનું લક્ષણ શું ? એટલે ચોથાગુણસ્થાનથી જ્ઞાનીને ગણવામાં આવ્યો છે. આહાહાહા ! એ વાત પાઠ સિદ્ધ કરે છે.
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं ।
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।। ७५ ।।
શું કીધું ? સમજાણું ? રાગાદિ થાય છે નિર્વિકલ્પમાં જ પડયો છે તો એને જ્ઞાની કહેવો એમ નહીં. રાગાદિ થાય છે પણ તે રાગનો જાણનાર ૨હે છે. રાગ મારો સ્વભાવ નથી હું એનાથી ભિન્ન છું એવો જાણના૨ ૨હે છે એને રાગ હોય છે, તેથી રાગનો જાણના૨ ને રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન એમ આવ્યું ને ? તો આંહીં તો રાગ છે બુદ્ધિપૂર્વક રુચિપૂર્વક નહીં. આહાહા ! ધર્મી, સમ્યગ્દષ્ટિ એટલે કે જ્ઞાની થાય એને કેમ ઓળખાય એનું શું લક્ષણ છે એમ પૂછયું છે. સમજાણું કાંઇ ? આ તો રામજીભાઇએ કીધું 'તું ને ફરી વાર લેવું. (શ્રોતાઃ- એ તો જ્ઞાનીને ઓળખવા છે ને આમાં ) આ બધા નવા પ્રેમચંદભાઈને એ બધા આવ્યા છે ને તે સાંભળે તો ખરા કાંઇક, લંડનથી આવ્યા છે. માત્ર જાણે કે આ વિકલ્પ છે એમ નહીં. છે ખરું જાણે.
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫.