________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી કર્મ છે, એ આત્માનું કાર્ય છે.
પુદ્ગલપરિણામનું જ્ઞાન એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન તે વ્યાપકવડે સ્વયં વ્યપાતું હોવાથી આત્મા વડે સ્વયં કરાતું હોવાથી વ્યાયરૂપ થતું હોવાથી એટલે કે કાર્યરૂપ થતું હોવાથી કાર્ય છે. કાર્યરૂપ થતું હોવાથી કાર્ય છે એટલે કર્મ છે. આહાહા ! ઝીણું ભારે આવ્યું ભાઇ આજ તો. આવે છે તો શબ્દ-શબ્દનો અર્થ. આહાહા! આવું છે.
વળી આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે. ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે પુગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. એ રાગનું જ્ઞાન કરે છે માટે રાગ, એ પુદ્ગલપરિણામ જે રાગ એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. આહા ! ફરીને, આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ વ્યાપ્ય છે આત્માનું એમ નથી. રાગનું આંહીં જ્ઞાન કરે છે માટે આત્માનું રાગ વ્યાપ્ય છે કે વ્યાપક છે અને આ જ્ઞાન છે તે એનું વ્યાપ્ય છે એમ નથી, રાગ વ્યાપક છે. કર્મ વ્યાપક છે ને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે, એમ નથી. આહાહાહા !
આ સમયસાર........ વ્યાપ્યરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા-આત્મા પુદ્ગલ પરિણામનું એટલે કે રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી, રાગનું જ્ઞાન કરે છે માટે પુદ્ગલપરિણામ આત્માનું વ્યાપ્ય છે રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું પરિણામ વ્યાપ્ય છે એમ નથી. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું કાર્ય છે વ્યાપ્ય છે એમ નથી. કહો ચીમનભાઈ આવું ઝીણું છે. આહાહા !
સમયસાર-સમયસાર! આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે રાગ જે પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ નથી. જ્ઞાતાનું વ્યાપ્ય તો જ્ઞાનના પરિણામ છે, રાગનું જ્ઞાન માટે જ્ઞાતાનું એ વ્યાપ્ય એમ નથી. આહાહા ! (શ્રોતા:- રાગ તો પુગલના પરિણામ છે એ કેમ હોઇ શકે) હવે પુગલ કહેશે અત્યાર સુધી પરિણામ-પરિણામ કીધું અત્યાર સુધી, હવે ટૂકું કરી નાખીને પુગલદ્રવ્ય કહી દેશે એને. આહાહાહા !(શ્રોતા:- રાગ કર્મ થતું નથી તો વ્યાપ્ય કેવી રીતે થઈ શકે ?) છે જ નહીં ને કાર્ય એનું. અહીંયા રાગનું જ્ઞાન કરે છે એમ કીધું ને, રાગનું જ્ઞાન છે ને? રાગનું જ્ઞાન છે ને? તો રાગ એનું વ્યાપ્ય થયું કે નહીં? ના. (શ્રોતાઃલોકાલોકનું જ્ઞાન થયું હોય તો લોકાલોક વ્યાપ્ય છે ) કહો આમાં નૈરોબીમાં કયાં સંભળાય એવું છે આવું. (શ્રોતા – નૈરોબી નહી ભારતમાં કયાં સંભળાય એવું છે) આહાહા!
મને તો ઓલા છોકરાને કીધું છોકરાને કે તું મહાવિદેહમાં ગયો હોય તો મહાવિદેહમાં મુનિને કેવળીને, એય લંગોટી છે કે નહીં? તેં લંગોટી જો ભાળી હોય તો તું મહાવિદેહમાં ગયો જ નથી. એય ! આહાહાહા ! લંગોટી કહે છે ને ભાઇ એ લોકો તીર્થકરને લંગોટી કહે છે. પ્રતિમા પર તો લંગોટી નાખે છે પણ (શ્રોતા:- કંદોરો અને લંગોટી બેય) હૈં કંદોરો અને લંગોટી ભગવાનને લંગોટી કહે છે છદ્મસ્થ છે ને એમ કહે. આહા ! જો ભગવાનને લંગોટી ભાળી હોય ને સાધુને વસ્ત્ર ભાળ્યા હોય તો તે મહાવિદેહ જોયું જ નથી. એ વાત બધી બનાવટી મારા હિસાબે તો કોક માણસોએ ગમે તે રીતે એને તૈયાર કર્યો લાગે છે. આ તો બધું તરકટ છે એના માણસોએ જ ના પાડી એના માણસો ધામણવાળાને એ કહે છે પણ અમે માનતા નથી એને