________________
૧૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીંયા જ્ઞાતાપણે જ્ઞાન કરે છે પર્યાયમાં તે પણ વ્યવહાર છે અને તે પરિણામ પોતાના આત્માને જાણે છે એ પરિણામ પોતાના છે રાગના નહીં. રાગથી થયા નથી એ રાગને જાણતો નથી. એ પરિણામને જાણે છે. આહાહાહા ! સમજાણું કાંઇ!
એવા પોતાના આત્માને જાણે છે ઇ પર્યાયને જાણે છે, એમ આત્માને જાણે છે એમ નહીં કે રાગને જાણે છે એ આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન રાગ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો-જ્ઞાન સ્વરૂપ થયો થકો, જાણવાના સ્વભાવપણે થયો થકો જ્ઞાની છે. આહાહાહા !
આ એની મેળે વાંચે તો કાંઈ બરાબર બેસે એવું નથી. કયાંયનું કયાંય ખતવી નાખે એવી વાત છે. (શ્રોતા:- જ્ઞાન પરિણામને જાણે છે જ્ઞાની ?) એ ! ઈ જ્ઞાન-પરિણામને જાણે આત્માને જાણે છે એ આત્માના પરિણામ છે માટે આત્માને જાણે છે એમ. અહીં તો રાગને જાણતો નથી એમ બતાવવા આત્મા પોતાના પરિણામને આત્મા જાણે છે તે આત્મા આત્માને જાણે છે એમ કીધું-પરિણામ થયા ને એના પોતાના આત્માને જાણે છે. કેમકે તે જ્ઞાનના પરિણામ સ્વજોયને જાણે છે અને પર શેયનેય જાણે છે એમ ન કહેતા એ પરિણામ સ્વઘેયને જાણે છે અને પરિણામ પરિણામને જાણે છે તેથી આત્માને જાણે છે એમ કીધું. શું કહ્યું છે! તે પરિણામ સ્વર્શયને જાણે છે અને તે પરિણામ પરિણામને જાણે છે તેથી આત્માને જાણે છે એમ કહેવામાં આવ્યું છે. આહાહાહા ! આકરું છે. ગાથા જ અલૌકિક છે. આહા !
હિંદીમાં સમજમાં આવે છે કે નહીં. હિન્દી ભાઇને આપો જરી (પુસ્તક).અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. આહાહાહા ! રાગથી ભિન્ન પણ રાગનું જે જ્ઞાન પરિણામ થયું એ પોતાથી થયું છે. એવો જ્ઞાની થયો થકો આત્મા તે જ્ઞાની છે. આહાહાહા ! સમજાણું કાંઇ? ટીકા ઘણી ગંભીર છે. ઘણી ગંભીર છે બહુ ઉંડુ. ઓહોહોહો !
પુલ પરિણામનું જ્ઞાન, ભાષા આવે છે આત્માનું કર્મ કઇ રીતે છે એ રાગનું થયું એ જ્ઞાન, છે તો જ્ઞાનનું જ્ઞાન પણ અહીંયા નિમિત્તે સમજાવવું છે ને. પુદગલ પરિણામનું જ્ઞાન એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ, સ્તુતિનો જે વિકલ્પ ઉઠયો એનું જ્ઞાન, એનું જ્ઞાન એને અહીં થાય છે ને એટલે છે તો પોતાથી સ્વપરપ્રકાશક આ છે એમ થયું. લોકાલોકનું જ્ઞાન એમ કીધુંને એ લોકાલોકનું જ્ઞાન નથી ખરેખર તો જ્ઞાન-જ્ઞાનનું છે. સમજાણું કાંઇ? આહાહાહા!
(શ્રોતાઃ- પરપ્રકાશક કહેવામાં વાંધો નહીં ને) પરપ્રકાશક પણ પોતાનો સ્વભાવ છે ઇ પરને લઇને પ્રકાશક સ્વભાવ એમ નથી. (શ્રોતા - પર સંબંધીનું જ્ઞાન) એ પરસંબંધીનું પોતાનું પોતાનું પસંબંધીનું જ્ઞાન છે. સર્વજ્ઞ સ્વરૂપમાં આત્મજ્ઞ કીધું છે ત્યાં શક્તિમાં ભાઇએ લીધું ને સર્વજ્ઞ એ આત્મજ્ઞ છે એ પરજ્ઞ નહીં. આહાહાહા ! સર્વજ્ઞ સ્વભાવ જ સ્વનો સ્વતઃ છે એ પર્યાયમાં સર્વશપણું આવ્યું. સર્વ એટલે કે પર છે એમ નહીં એ આત્મજ્ઞ છે એ આત્મજ્ઞ સર્વજ્ઞને આ આત્મજ્ઞ કહેવામાં આવે છે. આહાહાહા! હવે આવી વાતુ કયાં. આહાહા!
પુગલ પરિણામનું જ્ઞાન એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એનું અહીં જ્ઞાન કારણ કે જ્ઞાન જ્ઞાનનું છે ને જ્ઞાન રાગનું કે પરનું નથી છતાં પરનું જ્ઞાન કહ્યું એટલે એને સમજાવે છે પરિણામનું જ્ઞાન એટલે જ્ઞાન પરિણામનું નથી જ્ઞાન તો જ્ઞાનનું છે. એ સંબંધીને ત્યાં