________________
૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્ઞાનની પર્યાય ઉભી થાય છે. આહાહાહા ! તે પરિણામના જ્ઞાનને આમાં પરિણામના જ્ઞાનને ભાષા આમ છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય પોતાથી ષટ્કા૨કરૂપે પરિણમે છે જેને રાગના પરિણામનું જ્ઞાન એવી પણ એને અપેક્ષા નથી ભાઇ. પણ અહીંયા એને સમજાવવું છે જરી એટલે કે પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે કે જે કંઇ દયા, દાન, ભક્તિ, સ્તુતિનો વિકલ્પ થયો તે કાળે અહીંયા જ્ઞાન પોતે સ્વપ૨પ્રકાશકમાં પોતાપણે પોતાથી પરિણમે છે તેને અહીંયા રાગના પરિણામના જ્ઞાનને, રાગના ભાવના જ્ઞાનને, જ્ઞાનના પરિણામને કરતો આત્મા. આહાહાહા ! છે ? રાગના પરિણામના જ્ઞાનને કર્મપણે ક૨તો એ પણ ઉપચારથી છે ભાઈ એમાં આ કળશ છે ને કળશ ઓગણપચાસમાં ભાઈએ નાખ્યું છે કળશ ટીકામાં.
જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા, કર્મ એ પણ ઉપચારથી ભેદ છે ને, એમાં છે ભાઈ કળશ ટીકામાં છે. ૫૨નો તો ઉપચારથીય કર્તા નથી, રાગનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી સ્વભાવ દ્રષ્ટિએ, પણ રાગનું જે જ્ઞાન કહેવામાં આવે છે એ પણ અપેક્ષિત સમજાવવા માટે એ વખતે જ્ઞાનની પર્યાય સ્વપ૨પ્રકાશકપણે સ્વતઃ પરિણમનનો સ્વભાવ છે તેથી ષટ્કા૨કપણે તે જ્ઞાન પરિણામ પરિણમે છે. તે જ્ઞાન પરિણામને પુદ્ગલના પરિણામના જ્ઞાનને એમ કીધું. સમજાણું કાંઇ ! બહુ ગંભીર વસ્તુ છે બાપુ. આહાહા ! એ પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે, એ આત્મા તે જ્ઞાનના કાર્યપણે પરિણમે છે એ જ્ઞાનનું કાર્ય તે પણે પરિણમે છે રાગનું કાર્ય તે પણે પરિણમતું નથી. આહાહાહા ! સમજાય છે. ભાષા તો બહુ સાદી પણ ભાવ તો જે છે તે છે ભાઈ. આહાહા !
અહીંયા તો પ્રભુની પ્રભુતાનું વર્ણન છે. પામરતા જે દેખાય છે એ પ્રભુતાનું કાર્ય નહીં એમ બતાવવું છે. આહાહાહા ! પ્રભુ પ્રભુત્વગુણે ભરેલો ભગવાન અનંતાગુણના પ્રભુત્વથી ભરેલો પ્રભુ એ પોતે રાગના પરિણામને વ્યાપકપણે કર્તા થઇને કરે એ કેમ બને ! કેમકે ( રાગ ) એના કોઇ દ્રવ્યમાં નથી એના ગુણમાં નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? આહાહા ! એ પુદ્ગલ પરિણામના જ્ઞાનને, ભાષા ખરેખર તો એ જ્ઞાન જે છે એ પુદ્ગલ પરિણામનું જ્ઞાન છે એ કહેવું એ વ્યવહાર છે. એ જ્ઞાનનો પર્યાય તે કાળે ષટ્કા૨કપણે સ્વતંત્ર સમયનો પરિણમે છે જેને ૫૨ની અપેક્ષા તો નથી પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. એય ! આહાહાહા !
અરે આવું તત્ત્વ અને લોકો કંઇક કંઇક દ્રષ્ટિએ વીંખી–પીખીં નાખે છે પોતાની દ્રષ્ટિએ એને. આહાહાહા ! એ કળશમાં લીધુ છે હોં આમાં પછીનો કળશ આવશેને ઓગણપચાસ એમ કે પોતાના જ્ઞાનના પરિણામને કરે એ પણ ઉપચારથી છે ભેદ થયો ને એટલો, પરિણામ પરિણામને ક૨ે તે યથાર્થ છે શું કીધું એ ! રાગનું જ્ઞાન એ તો નિમિત્તથી કથન છે એ શાનના પરિણામને આત્મા કરે એ પણ ઉપચાર ભેદથી, બાકી જ્ઞાનના પરિણામને પરિણામ ષટ્કારરૂપે પોતે પર્યાય કરે છે એ નિશ્ચય છે. આહાહાહા ! કહો પંડિતજી સમજાય છે ? વાત આવી ભાષા તો સાદી છે ભગવાન તારી મહત્તાની વાતું છે. આહાહા !
એ તો પ્રભુત્વગુણથી ભરેલો ભગવાન એ પામર રાગના પરિણામમાં કેમ વ્યાપે. એ રાગના પરિણામનું જ્ઞાન તે આત્માનું કાર્ય એ પણ ભેદથી કથન છે, પરિણામ પરિણામનું કર્તા. તે કાર્ય પરિણામ કારણ અને પરિણામ કાર્ય એના એ પરિણામ કર્તા કહો, કા૨ણ કહો, કાર્ય કહો,