________________
ગાથા-૭૫
૧૬૭ લોકાલોક જાણવામાં આવ્યું એટલે લોકાલોકનું જ્ઞાન કહ્યું પણ લોકાલોકનું નથી જ્ઞાન જ્ઞાનનું છે. આહાહા
પુલ પરિણામનું જ્ઞાન આત્માનું કાર્ય કઇ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પુગલ પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી, પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગનું જે જ્ઞાન અહીં થયું તેને અને પુદ્ગલને એટલે રાગને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે. આહાહાહા ! કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય નથી એમ રાગનું જ્ઞાન એ આત્માનું વ્યાપક છે પણ રાગનું જ્ઞાન છે માટે રાગ વ્યાપક છે અને જ્ઞાન પરિણામ તેનું વ્યાપ્ય એમ નથી, એ રાગ કહો કે કર્મ કહો. કર્મ વ્યાપક છે માટે અહીં જ્ઞાન થયું વ્યાપ્ય એમ નથી. આહાહા!
પરમાર્થે પુગલ પરિણામના જ્ઞાનને અને પુગલને ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. જેમ કુંભાર ઘટનો કર્તા નથી એમ રાગના પરિણામનો આત્મા કર્તા નથી. વ્યવહારરત્નત્રયના રાગનો આત્મા કર્તા નથી. એમ કહે છે કથંચિત તે વ્યવહાર. નિયમસારમાં કહ્યું છે ને કે આત્મા સ્વને જાણે છે ને લોકાલોકને જાણતો નથી એમ કહે તો એમાં શો દોષ આવે છે ને વ્યવહારથી વ્યવહારથી પરને જાણે છે વ્યવહારથી સ્વને ન જાણે પણ વ્યવહારથી સ્વને ન જાણે તન્મય થઇને, આવી વસ્તુ છે બાપુ. સમયસાર તો સમયસાર છે, કયાંય એવી વાત બીજે નથી. આહાહાહા !
પરમાર્થે પુગલપરિણામના જ્ઞાનને અને પુગલને જોયું! રાગને, જ્ઞાનને અને રાગને ઘટ-કુંભારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કર્મ કર્તા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય એનો અભાવ છે. પુદ્ગલકર્મ કર્તા, રાગ કર્તા અને રાગનું પરિણામ તેનું કાર્ય તેનો અભાવ છે. આહાહાહાહા ! ઝીણો વિષય છે આજનો ઘણો. આહાહા ! આવું છે, શાંતિથી આ તો પકડાય એવી વાત છે.
(કહે છે) તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપ્ય-વ્યાપક ભાવનો સભાવ હોવાથી, જોયું! આત્માના પરિણામને એટલે જે જ્ઞાનના પરિણામ થયા તેને અને આત્માને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી, આત્મા વ્યાપક છે અને જ્ઞાનના દર્શનના આનંદના પરિણામ છે તે એનું વ્યાપ્ય છે એનો સદ્ભાવ છે. કર્તાકર્મપણું છે એટલું સિદ્ધ કર્યું. આત્મા કર્તા અને જ્ઞાનના પરિણામનું કાર્ય એનું વ્યાપ્ય એટલું છે ભેદથી. આહાહાહા !
આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, ભગવાન આત્મા કર્તા એટલે સ્વતંત્રપણે કર્તા હોવાથી સ્વતંત્રપણે વ્યાપક એટલે પ્રસરતો હોવાથી, કર્તા હોવાથી વ્યાપક એટલે કર્તા આત્મ પરિણામનો એટલે કે આત્મ પરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે, આહાહાહા ! એમ સમજાવવામાં શું આવે. આહાહા ! આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામ એટલે વીતરાગી પરિણામ જ્ઞાનના પરિણામ, શ્રદ્ધાના પરિણામ, શાંતિના પરિણામ, આનંદના પરિણામ, જ્ઞાનના પરિણામ એટલે આ પરિણામ બધા એટલે પુદ્ગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે. એ રાગના જ્ઞાનનો આત્મા કર્તા છે. રાગના જ્ઞાનનો આત્મા કર્તા છે. રાગનો નહીં. આહાહા! અને પુદ્ગલ પરિણામનું જ્ઞાન એટલે રાગનું જે અહીં જ્ઞાન સમજાવવું છે ને, તે