________________
ગાથા-૭૫
માનતા નથી. એય ! કેટલાકને તો એ વાત હોય બરાબર બરાબર. આહાહાહા !
( શ્રોતાઃ- અતિશયથી કપડું દેખાય એમ કહે છે ) એ વાત ખોટે અતિશયથી. આહા ! તો પછી અહીંયાથી બરાબર જોયું હોય તો ન્યાં અગાસને બધાને કહી દેવું જોઇએ કે આ કાઢી નાખો બે ભાગ છે ઈ. ભગવાન દિગંબર ઉપર અને નીચે શ્વેતાંબર થઇ રહ્યું તો પછી તે જોયું જ નથી અને જોયું હોય તો કહે એ ને મારગ આ છે બીજો મારગ નથી. આવી વાતું છે બાપુ. આ તો મારગમાં ન્યાયમાં જરી પણ ફેર પડે તો આખું તત્ત્વ ફરી જાય એવું છે. આહા ! જીઓ હવે ખૂબી.
પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે (એમ નથી ). કા૨ણ, એમ પણ નથી કે પુદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે. સમજાણું ? એ હવે પરિણામ-પરિણામ કહેતા હતા અત્યાર સુધી હવે પુદ્ગલ કહી દીધા એને. ભગવાનની ભક્તિનો ને સ્તુતિનો ભાવ પુદ્ગલ છે. પુદ્ગલના પરિણામ કીધા પુદ્ગલ છે એમ અભેદ કરીને અભેદથી ( શ્રોતાઃ– પરિણામમાં દ્રવ્ય બતાવવું જોઇએ ) કા૨ણ કે પુદ્ગલને અને આત્માને એટલે કે પુદ્ગલના પરિણામને એટલે પુદ્ગલને એમ એને પુદ્ગલ કીધા અને આત્માને શેય–શાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં, રાગને એટલે કે પુદ્ગલને અને આત્માને શેય, શેય છે રાગ અને આત્મા જ્ઞાયક છે એવો સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે. કોનું ? જ્ઞાનનું. જ્ઞાન થાય છે એમાં નિમિત્ત છે. એવું જે જ્ઞાન પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, રાગ એ પુદ્ગલ એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે, એવું જે જ્ઞાન, તે જ જ્ઞાતાનું વ્યાપ્ય તેજ જ્ઞાતાનું કાર્ય અને વ્યાપ્ય છે. આહાહા... તે તેની પર્યાય છે, તે તેનું કાર્ય છે, તે તેનું વ્યાપ્ય છે. આહાહા... માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે લ્યો. આહા ! ઘણું ઝીણું આવ્યું હોં આહાહા..... શું કીધું સમજાણું ?
કે આત્મા જ્ઞાતા છે અને રાગનું જ્ઞાન છે માટે તે રાગનું વ્યાપકપણું ને જ્ઞાનપર્યાય-વ્યાપ્ય એમ નથી. રાગને જાણે છે એમ કહેવું ને, માટે તે રાગ વ્યાપક છે અને અહીંયા જાણવાનું કાર્ય વ્યાપ્ય છે એમ નથી. આત્માનું વ્યાપ્ય તો શાતાના પરિણામ છે તે આત્માનું વ્યાપ્ય છે એનું વ્યાપ્ય એ છે, એ પણ ભેદથી... એ પણ ભેદથી બાકી તો પરિણામ જે જ્ઞાતાના છે એ રાગના નથી તેમ દ્રવ્યગુણના નથી. તે પરિણામ પરિણામના છે છતાં જ્ઞાતાનું એ વ્યાપ્ય છે એમ કહેવું એ વ્યવહા૨થી છે. આહાહાહા !
૧૬૯
રાગ એનું વ્યાપ્ય છે એ તો છે જ નહીં. કહો બહુ સરસ. ઓહો ! આહાહા ! ટીકા તે ટીકા છે ને અમૃતચંદ્રાચાર્ય! વસ્તુની સ્થિતિ, વસ્તુની મર્યાદા, મર્યાદા પુરુષોત્તમ પુરુષ આત્મા. જ્ઞાનપરિણામનો કર્તા રાગનું જ્ઞાન માટે રાગનું વ્યાપ્ય જ્ઞાન એમ નહીં. એ પોતાના રાગનું જ્ઞાન એમ કીધું ને ! વ્યવહા૨૨ત્નત્રય છે તેનું જ્ઞાન કીધું ને એટલે કે રાગ તે વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એમ નથી. આહાહા ! એ તો જ્ઞાનપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ રીતે સિદ્ધ કર્યું છે પાછું વ્યવહા૨થી, ઓલું તો વ્યવહા૨થી ય નહીં.. લ્યો વિશેષ કહેવાશે.
( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
QQ