________________
૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! (શ્રોતા:- વિકાર તે પુદ્ગલનું કાર્ય) આવી વાત છે. કઈ અપેક્ષાએ કથન છે, એ જાણે નહીં એક જ પકડે કે બસ કર્મથી વિકાર થાય કર્મથી વિકાર થાય ભાઇ પરદ્રવ્યથી થાય એ ત્રણ કાળમાં ન હોય, પર્યાય તો સ્વતંત્ર તે સમયની પોતાથી થાય છે પણ તે ગુણ ને સ્વભાવ નથી તેથી ગુણ અને સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી. ત્યારે તેનું કાર્ય પણ કર્તાકર્મ છે એમ કહીને ભિન્ન જુદુ પાડી દીધું પરથી એને જુદો પાડી દીધો. જ્ઞાતા છે ને પરિણમન તરીકે ભલે કર્તા કહો પણ કર્તાપણે કરવા લાયક છે એવી બુદ્ધિપણે કર્તા નથી. આહાહા ! કેટલી અપેક્ષા.
૪૭ નયમાં એમ કહ્યું કે પરિણમનની અપેક્ષાએ તો જ્ઞાની કર્તા છે એનો અધિષ્ઠાતા છે. કઈ અપેક્ષાએ ? આ પ્રવચનસાર નય અધિકાર, એ જ્ઞાન-પરિણમન એનું છે એટલું બતાવવા કર્તા તે પરિણમે તે કર્તા છે એમ કહ્યું પણ અહીંયા તો સ્વભાવની દ્રષ્ટિમાં પરિણમન એ સ્વભાવનું હોય છે એનું પરિણમન વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કહીને એને સ્વભાવના પરિણમનથી જુદું પાડી દીધું. કહો દેવીલાલજી! આવું હવે આટલું બધું યાદ રાખવું.
ઓલી વાત ભાઇએ કીધી ઓલા છોકરાઓની વાત છે ને, એ કહે ધામણવાળાને એને ખબર છે બધાને અને માનતા નથી કહે છે, એવું લાગે છે એ લોકો કહે છે પણ એ લોકો માનતા નથી. ભાઈ કહેતા'તા હિંમતભાઈ કહે છે ધામણવાળા તે નહીં, આ વસ્તુને કાંઈ મેળ ખાવો જોઇએ ને એમનેમ કહે કથન પદ્ધતિનો અર્થ શું? અહીંયા તો ભગવાન એમ કહે શુદ્ધ નિશ્ચયસ્વભાવની દ્રષ્ટિએ કે જે ભગવાન આત્માનો સ્વભાવ તો વીતરાગ છે ને, અકષાય
સ્વભાવ છે ને, શુદ્ધસ્વભાવ દરેક ગુણ શુદ્ધ છે ને, એ શુદ્ધ વ્યાપક થઇને વિકારી પર્યાય વ્યાપ્ય થાય એ છે નહીં. એટલું સિદ્ધ કરવા એ વિકારી પરિણામનું વ્યાપક કર્મ છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. આવું છે હવે કયાં હજી તો એને પુદ્ગલ કહી દેશે મુગલપરિણામને પુદ્ગલ કહેશે ચૈતન્યના નહીં. પુદ્ગલને અને આત્માને શેયજ્ઞાયક છેલ્લું છે એ પુદ્ગલ જ છે કહે છે, જીવ દ્રવ્ય નહીં. આહાહાહા !
ભગવાનની ભક્તિ અને સ્તુતિનો રાગ છે એનો કર્તા કહે છે કે કર્મ છે એમ અહીંયા કહે છે. આહાહા!હૈં!( શ્રોતા- એનો કર્તા જ્ઞાની કેમ હોઇ શકે ?) જ્ઞાનસ્વરૂપમાં કયાં પણ વિકારનું પરિણમવું થાતું હશે. એના અનંતાઅનંતા ગુણો છે કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ નથી એટલે પર્યાયમાં થાય છે માટે પરના લક્ષે થયેલું તેથી તે વ્યાપક અને તે તેનું વ્યાપ્ય. આહાહાહા! ભગવાન આત્મા નિર્મળ અનંતગુણ વ્યાપક એટલે કર્તા અને વિકારી પર્યાય વ્યાપ્ય એટલે કાર્ય એ બંધ બેસતું નથી. કહો ચેતનજી! આવી બધી અપેક્ષાઓ અને આ બધું (શ્રોતા:- ગુગમથી જણાયું એવું છે ) ગંભીર વસ્તુ વાત સાચી છે. આહાહા !
સ્વયં વ્યપાતું એટલે સ્વયં થતું સ્વયં કાર્ય થતું કર્મને લઇને પુણ્ય-પાપના ભાવ ભક્તિઆદિના ભાવ, ભગવાનની સ્તુતિ આદિના ભાવ એ કર્મ વ્યાપક થઇને વ્યપાતું એટલે થતું કાર્ય હોવાથી તે પુદ્ગલનું કાર્ય છે. કહો ચીમનભાઈ ! આવી ગંભીર વસ્તુ છે બાપુ. આહાહાહા !
તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઇને જોયું? પુદ્ગલકર્મ વડે કર્તા થઇને એ કર્મપણે કરવામાં