________________
ગાથા-૭૫
૧૬૧ પરિણામ જે થાય અને શરીરની આ પર્યાય થાય એ પુદ્ગલ પરિણામને પુગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુલ પરિણામનો કર્તા છે. કર્તા સ્વતંત્રપણે કરે છે એમ કહે છે. કર્મ પોતે સ્વતંત્ર થઇને વિકારના પરિણામનો કર્તા થાય છે. આહાહા!
અહીંયા સ્વભાવ એનો જે આત્માનો એ તો જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી પ્રભુ છે. વિતરાગ-સ્વરૂપી પ્રભુના તો પરિણામ વીતરાગી થાય. આહાહા ! એમ સ્વભાવની દ્રષ્ટિ રાખીને જે સ્વભાવ વીતરાગપણે પરિણમે એ સ્વભાવ રાગપણે ન પરિણમે એમ સિદ્ધ કરવું છે. આહાહા ! તેથી તે પર્યાયદ્રષ્ટિમાં જે રાગાદિ થાય છે, એ સ્વતંત્રપણે પુગલના નિમિત્તના સંબંધે થાય છે માટે તે પુદ્ગલકર્મ તે કર્તા વ્યાપક અને વિકારી પરિણામ તેનું કાર્ય એટલે વ્યાપ્ય. આવું છે.
કેટલા પ્રકાર! અપેક્ષા ન સમજાય અને ઉપાદાનની જ્યાં વાત આવે તો આત્મા અશુદ્ધ ઉપાદાનપણે એટલે વ્યવહારપણે પર્યાયપણે વિકારપણે પરિણમે છે. પોતે, કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મને તો એ વિકાર થતાં કર્મને તો એ વિકાર અડતોય નથી તેમ કર્મનો ઉદય જે છે એ રાગને અડતોય નથી. આહાહા ! ત્યારે તે રાગના પરિણામ એની પર્યાયમાં સ્વતંત્ર ષકારકના પરિણમનથી થાય એમ એની પર્યાય એનાથી છે એમ સિદ્ધ કરવું છે. પણ અહીંયા તો સ્વભાવ એનો એ નથી. આહાહા ! સ્વભાવ જે આત્મા છે એ તો જિનસ્વરૂપી વીતરાગસ્વરૂપી. જિનસ્વરૂપી પ્રભુ તેના પરિણામ સમ્યગ્દર્શનના પણ વીતરાગી પર્યાય થાય કોઈ કહે છે ને કે સમ્યગ્દર્શન સરાગી હોય એ વસ્તુ બીજી અપેક્ષાએ.
વીતરાગ જિનસ્વરૂપી પ્રભુ વીતરાગ સ્વરૂપીની પર્યાય વીતરાગ થાય તો સમ્યગ્દર્શન પણ વીતરાગી પર્યાય છે અને આગળ જતાં ચારિત્ર થાય એ પણ વીતરાગી પર્યાય છે. આહાહા ! એ વીતરાગ સ્વભાવનું કાર્ય વીતરાગસ્વભાવ વ્યાપક અને વ્યાપ્ય અવિકારી પર્યાય એટલો ભેદ પાડીને કથન કરવું એ પણ ઉપચારથી છે. આહાહાહા એ અવિકારી પરિણામ તેનો કર્તા ને કર્મ પરિણામમાં છે પણ આત્મા એનો વ્યાપક એટલે એ પ્રસરીને થાય છે એ પણ એક ભેદનયનું કથન છે. વિકારી પરિણામનો કર્તા આત્મા ને વિકારી પરિણામ કાર્ય એ પણ ઉપચારથી કથન છે. આહાહાહા ! એમ દ્રવ્યકર્મનો પરનો કર્તા તો ઉપચારથી પણ નથી. તેમ કર્મ અને શરીર કે આત્માના વિકારી પરિણામનો ઉપચારથી પણ કર્તા નથી. આહાહા ! પણ અહીંયા સ્વભાવની દ્રષ્ટિથી કથન કરવું છે, તો ભગવાન આત્માના અનંત ગુણો છે, એમાં કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો કોઇ ગુણ નથી. તેથી એ સ્વભાવી વસ્તુ સ્વભાવના પરિણામપણે પરિણમે અને એનું એ કાર્ય વ્યાપ્ય છે એમ કહેવાય. પણ વિકારી પરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવ દ્રષ્ટિએ એમ નહીં. આહાહાહા ! હવે આટલી બધી અપેક્ષાઓ રાખીને સમજવું..
અહીં પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા થઇને સ્વતંત્ર એ કર્તા છે કર્મ સ્વતંત્રપણે કર્તા થઇને પુદ્ગલ પરિણામનો એટલે કે રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવનો કર્તા છે આ દ્રષ્ટિએ. આહાહા! સમજાણું કાંઇ ! અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે તે રાગ ને દ્વેષ ને પુણ્ય-પાપના ભાવ એ પુદ્ગલ પરિણામને તે વ્યાપક વડે એટલે કર્મના વ્યાપક વડે સ્વયં વ્યપાતું સ્વયં થતું સ્વયં કાર્ય થતું હોવાથી તે-તે પુદ્ગલ પરિણામનું પુદ્ગલ પરિણામ તે પુદ્ગલનું કાર્ય છે.