________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આંહીં તો ભગવાનની સ્તુતિ છે તે રાગ છે અને રાગ તે પુદ્ગલ વ્યાપક થઇને, સ્વતંત્રપણે થઇને રાગને કરે છે. રાગ કરે છે. આહા ! કહો ચેતનજી આવું છે. ન્યાલ કરી નાખે એવું છે. શું કીધું ? પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી શ૨ી૨ના પુદ્ગલોને કર્મના કર્મ બેય પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. એટલે કે કર્મ સ્વતંત્ર પોતે રાગનો કર્તા છે. શ૨ી૨ની પર્યાયનો ૫૨માણું સ્વતંત્ર પર્યાયનો કર્તા છે. આ તો ધીરા થઇને વિચારે બેસે તો બેસે એવું છે. બાપા આ કોઇ વિદ્વતાની ચીજ નથી આ. આહાહા !
એ પુદ્ગલપરિણામ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ, પુદ્ગલ પરિણામનો કર્તા છે, એટલે કે દયા, દાન, વ્રતના પરિણામનો પુદ્ગલ સ્વતંત્ર થઇને તે પરિણામને કરે છે. ૫૨માર્ચે અસ્તિનું તત્ત્વ છે ને એ, આહાહાહાહા ! ( શ્રોતા:- અશુદ્ધ નિશ્ચયનય ) અશુદ્ધ નિશ્ચયનય છે પણ એ એનો વ્યવહા૨ છે. તેથી વ્યવહા૨નો કર્તા કર્મ છે, ૫૨માર્થે આત્મા નહીં. આહાહા !
આંહીં તો જગતનો સાક્ષી સિદ્ધ કરવો છે ને હવે તો, હૈં ! જ્ઞાતાદ્રષ્ટા છે એ એના રાગના પરિણામનો એ કર્તા નથી ત્યારે એ પુદ્ગલ સ્વતંત્ર થઇને દ્રવ્ય પોતે સ્વતંત્ર થઇને રાગને કરે એવું નથી. દ્રવ્ય સ્વતંત્ર થઇને તો નિર્મળ પરિણામને કરે એટલો ભેદ કહેવાય, એ વ્યવહાર. બાકી દ્રવ્ય પરિણામને નિર્મળને કરે એય કયાં છે? પર્યાય પર્યાયને કરે. ગજબ વાતું છે બાપા. આહાહા ! સ્વતંત્ર વ્યાપક હોવાથી કર્તા અને પુદ્ગલ-પરિણામ તે વ્યાપક વડે, એ પુદ્ગલકર્મ નામ વ્યાપક વડે રાગ ને દયા, દાનના ભક્તિના સ્તુતિના પ્રભુના પરિણામ, એ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી એ કર્મનું વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. આહાહા.....! વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
૧૬૦
પ્રવચન નં. ૧૬૦ ગાથા-૭૫
તા. ૦૪/૦૧/૭૯ ગુરુવાર પોષ સુદ-૬
અહીંથી પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, છે ને શું કહે છે, કર્મ અને નોકર્મ જે પુદ્ગલ છે એ સ્વતંત્રપણે વ્યાપક કર્તા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા હોવાથી પુદ્ગલ પરિણામનો કર્તા છે. એ રાગઆદિનો કર્તા પુદ્ગલ છે. આહાહા !
અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે નહીંતર તો રાગાદિ છે એ આત્માની પર્યાયમાં આત્માની પર્યાયથી ષટ્કા૨કના પરિણમનથી થાય છે. એ તો એની પર્યાયનું સિદ્ધ કરવું હોય ત્યારે અને એના ક્ષણે એ થવાનું છે એમ જ્યારે સિદ્ધ કરવું છે ત્યારે, પણ તે વિકાર એના ક્ષણે આત્માની પર્યાયમાં આત્મામાં થાય છે એટલું સિદ્ધ કરીને હવે, આત્મા જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એ વિતરાગ સ્વરૂપ છે, એ વિતરાગસ્વરૂપનું વ્યાપકપણું થઇને વ્યાપ્ય એ રાગ એ એનું કાર્ય ન હોય, સમજાણું કાંઇ ! એ બે વાત કીધી એ રાખીને વાત છે.
પણ અહીંયા હવે આત્મા વીતરાગ સ્વરૂપ છે જિન સ્વરૂપ છે એટલે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ છે તેનું વ્યાપક એટલે પ્રસરીને વ્યાપ્ય જે થાય એ વિકાર ન થાય. એ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ એ કર્તા થઇને અથવા વ્યાપક થઇને કાર્ય થાય એ જાણવા દેખવાના અને આનંદના પરિણામ એના કાર્ય થાય. સમજાણું કાંઇ! આહાહા ! આવી વાત છે. એથી અહીંયા કહે છે કે વિકા૨ી