________________
૧૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે એ ઘડાની પર્યાયને કરે, એ પર્યાયને પ્રવચનસારનું ભાઈ લીધું છે ને અશુદ્ધનય માટીનુંમાટીને શુદ્ધનય માટીને જેટલી પર્યાયો થાય તે અશુદ્ધ કહેવામાં આવે, વ્યવહારનય થયો ને એ તો. આહાહાહાહા ! એમ દ્રવ્ય છે એ આટલી વસ્તુ તે શુદ્ધ તેના પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. હવે નિર્મળ પર્યાયના ભેદ પાડો વ્યવહાર છે ને, એ વ્યવહાર છે ને મેચક, મેચક કહ્યું છે ને સોળમી ગાથા, મેચક મેલ એટલે કંઇ રાગ છે એને એમ, એમ કહ્યું'તું પણ એ ભેદ છે એ જ મેચક મેલ છે ભેદ કહે છે એમ કથન કરવાનો વ્યવહાર છે, આવે છે ને અર્થમાં કળશ ટીકામાં આવે છે. પરમાર્થે વ્યવહારે ભલે ઘડો કહે. કર્તા કુંભાર ને ઘડો કાર્ય કહેવામાં આવે પણ એ કાંઇ વસ્તુ નથી. આહાહા!
પરમાર્થે જેમ ઘડા ને માટીને જ, ઘડાને માટીને જ, એ માટી વ્યાપક છે ઘડો તેનું વ્યાપ્ય, કાર્ય છે. માટી કર્તા છે અને ઘડો તેનું કાર્ય છે. આંહીં એટલું પરથી ભિન્ન પાડવું છે ને એટલું? આહા ! ઓહોહોહો ! ગંભીરતા સમયસારના એક-એક શ્લોક એક-એક ટીકા એય આ બાપુ કંઇક. આહાહા! (શ્રોતા પરમાર્થે એમ કેમ કહ્યું) હૈ. કીધું ને ઓલો વ્યવહારે કહેવાય છે. એ માટી એ ખોટું એમ કીધું ને કહી દીધું વાત આવી ગઈને વ્યવહારે કહેવાય. જ્યાં ઘડો કાર્ય ને કુંભાર કર્તા એ નહીં એ તો કથનમાત્ર છે આ તો પરમાર્થ છે, (શ્રોતા:- માટીએ કર્યો) હા. એ સાચી વાત કે માટીએ ઘડો કર્યો એ સત્ય છે. ઘડો કુંભારે કર્યો એ વાત અસત્ય છે. આહાહાહા !
આ રોટલી લોટે કરી એ બરાબર છે પણ રોટલી સ્ત્રીએ કરી, તાવડીએ કરી અગ્નિએ કરી એ અસત્ય છે. આ શરીરના પરિણામ જે આમ થાય છે એ શરીર એ પરમાણુંએ કર્યા, એ કર્તાકર્મ ખરું પણ એ પરિણામ જીવે કર્યા એવું વ્યવહારે કહેવામાં આવે એ કથન જૂઠું છે. આહાહાહાહા! ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું એ તો કથનમાત્ર છે, પણ ભાષાની પર્યાય એનું કાર્ય તે ભાષાની વર્ગણા તે એનો કર્તા છે એ ભાષાની પર્યાય તેનું કાર્ય એ પરમાર્થ છે. આહાહા.....ટીકા કરી નથી હોં અમૃતચંદ્રાચાર્ય ! મેં ટીકા કરી નથી હો. હું તો સાક્ષી છું. હું તો જ્ઞાનસ્વરૂપમાં ગુમ છું, આવે છે ને ત્યાં. પ્રભુ ગુણ છે તે ટીકા કરવામાં કયાં જાય. આહાહાહા !
(શ્રોતા - જીવ એમાં વ્યાપે તો કરી શકે ) હૈં? વ્યાપે પણ, વ્યાપે જ નહીં ને પછી કરે શી રીતે? વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ્ય તો એની પર્યાય કાર્ય છે. એનાં વ્યાપકમાં બીજો વ્યાપક આવે કયાંથી ન્યાં. આહાહાહા ! પરમાર્થે જેમ ઘડાને અને માટીને, દ્રષ્ટાંતેય કેવું આપ્યું છે. હૈ? એ અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે, આમ તો “મૂલ્સ , પરિણામે બોમ્યુમ્સ ય તહેવું પરિણામ [ રે મ નો નાદ્રિ સો વઢેિ નાની” પણ એ ન કરે એ એમાં દષ્ટાંત કહીને સિદ્ધ કર્યું. તેમ ઘડાને અને માટીને જ, માટીને જ, ઘટમૃતિકા યો ઇવ છે ને? ઘટમૃત્તિયોરિવા વ્યાયવ્યાપમાંવ સીવાયુતદ્રવ્યન સ્ત્ર સ્વતન્ત્રવ્યાપન સ્વયં હવે, એ કહે છે. તેમ પુલ પરિણામને, ઓલું કર્મનું પરિણામ આદિ બધું કહ્યું તું ને પુદ્ગલ પરિણામ રાગ આદિને પુદ્ગલના પરિણામ, શરીરને પુદ્ગલના પરિણામ તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને વ્યાપ્ય વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આહાહાહા!
એ રાગ પુદ્ગલપરિણામ અને એનો પુદ્ગલકર્તા છે. ત્યારે એ નાખે કે-જાઓ ઉપાદાન