________________
૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને પણ એ બીજાં છે. અજ્ઞાન એટલે ઓછું જ્ઞાન છે અને આંહીં અજ્ઞાન તે વિપરીત જ્ઞાન, વિપરીતથી નિવર્યો છે. ચોથે ગુણસ્થાનેથી જગતનો સાક્ષી થાય છે. આહાહાહા!
ટીકા- નિશ્ચયથી મોહ, આઠે કર્મ જડ છે એમ લેવું, સનાવાદવાળા કહે છે પ્રેમચંદ છે ને એક
અહીંયા તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય (શ્રોતા – આત્માના પરિણામ) હા, ઈ ઓલો કહે છે કર્મ લેવા જડ, જડના લેવા. અરે બાપુ કીધું ભાઈ ! (શ્રોતા- ભાવકર્મ લેવા) અંદરમાં થતો જે મોહ મિથ્યાત્વ ન લેવું, અહીંયા પર તરફ થતો જે સાવધાનીનો ભાવ લેવો. રાગદ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું અહીં મોહ એટલે મિથ્યાત્વ ન લેવું. પરતરફની જરી સાવધાની થાય છે અસ્થિરતા એનો જ્ઞાની સાક્ષી છે. આહાહાહા !
નિશ્ચયથી મોહ એટલે રાગ, પર તરફના પરિણામ એનો વિસ્તાર કે રાગદ્વેષ, સુખ, દુઃખ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ. ઇ કહે છે કે કર્મ એટલે જડના પરિણામ અહીં લેવા, એમ નથી. કર્મનું પરિણામ છે એ પોતે જડ છે ઇ, આહાહાહા ! લોકો કંઇક-કંઇક પોતાની કલ્પનાથી અર્થ કરે ત્યાં વસ્તુસ્થિતિ કાંઇક રહી જાય છે. આહા. (શ્રોતા- અહીંયા ભાવકર્મ ને નોકર્મની વાત છે) ભાવકર્મ પણ એ જડ-જડ લેવો. અહીં અંતરંગ છે ને આવું કર્મનું પરિણામ છે ને અને નોકર્મમાં શરીર આદિ એમ. આહાહાહા !
(શ્રોતા:- મારું તો એમ કહેવું છે કે ભાવકર્મ દ્રવ્યકર્મ ને નોકર્મ તો ત્રણમાંથી બેજ કેમ આવ્યા ભાવકર્મ ને નોકર્મ) એ નોકર્મ પછી આવે છે પણ આવી ગયું બધું આવી ગયું એમાં આવી ગયુ. દ્રવ્યકર્મ, નો કર્મ અને તેનું પરિણામ બધું કર્મમાં જાય છે. એ કર્મનું પરિણામ છે એ જડનું પરિણામ છે એ જડમાં જાય છે. એટલે કર્મય આવી ગયું ને આયે આવી ગયું. આહાહા ! આહાહાહા !
ભગવાન આત્મા! એ અહીંયાથી જગતનો સાક્ષી થાય છે, એમ કહેવું છે ને? તો હવે કર્મ નોકર્મ ને ભાવકર્મ ત્રણેય આવી ગયા એમાં. કર્મ છે અને કર્મના નિમિત્તથી થતા મોહ આદિના પરિણામ છે એ બેયનો એ સાક્ષી છે. આહાહાહા ! ઝીણું છે ભાઈ ! આહાહા! અંતરંગ મારગ અલૌકિક છે. આહાહા ! એમાં આ સમયસાર! આહાહા ! આ વાત થઈ'તી ત્યાં સનાવદમાં આવ્યો'તો ત્યાં અને કર્મ લેવું, જડ લેવું એમ કે અજીવ લેવા એકલા પરિણામ જીવના ન લેવા. અહીંયા તો એ જીવના પરિણામ છે એ પણ કર્મના જ પરિણામ છે. જીવના નહીં આત્માના. આત્મા તો જ્ઞાયક સ્વરૂપ છે. એના પરિણામ આ નથી. આહાહાહા ! ૭૫ ગાથા લીધી'તી એને અર્થ કર્યો તો ત્યાં એ ન્યાં થઈતી સનાવદમાં વાત થઇ'તી વાત ! અરે કંઇક, કંઇક લોકો પોતાની કલ્પનાથી સમયસારને પણ ફેરવી નાખે છે કહે છે. આહાહા!હૈં, આહાહા ! સમયસાર એટલે તો બાપુ શું ચીજ છે. આહાહા !
અહીંયા તો ભગવાન આત્મા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો અને અજ્ઞાન સ્વરૂપ જે રાગ આદિ છે તેનાથી જ્ઞાનસ્વરૂપ થયો થકો, વસ્તુ તો વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે. પણ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, એનાથી નિવર્તે છે. અને પોતે સ્વયં જ્ઞાનભૂત જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થાય છે, એમ કહેવું છે. સમજાણું કાંઇ? આવી વાત છે. આહાહા !
લ્યો વીરચંદભાઈ આવું આફ્રિકામાં મળે એવું નથી ત્યાં કયાંય કાલ કહેતા'તા. (શ્રોતા –