________________
ગાથા-૭૫
૧૫૫ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાયરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પુલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે:-) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુગલને અને આત્માને શેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
પ્રવચન નં. ૧૫૯ ગાથા-૭૫
તા. ૦૩/૦૧/૭૯ હવે પૂછે છે જોયું. શિષ્યની એવી શૈલી લીધી. શિષ્ય એવું સાંભળ્યું કે આત્મા જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ કઈ રીતે ઓળખાય! જણાય શી રીતે એના લખણ શું! એના ચિન્હ શું! એના એંધાણ શું? એના લક્ષણ, એંધાણ, ચિન્હ શું! એમ શિષ્યનો પ્રશ્ન છે. એને ઉત્તર દેવામાં આવે છે.
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणाम। ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।। પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે,
તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. આહાહાહા ! આ ઓલા જ્ઞાનસાગરે ભાઇ એમ લીધું છે એમ કે નિર્વિકલ્પ વીતરાગ સમાધિ હોય ત્યારે જ્ઞાની એનાથી ખસે તો અજ્ઞાની એવું લખ્યું છે એણે. અહીં તો આંહીંથી છે, પાઠ શું છે! આંહીંથી બોલે છે ભલે જયચંદ પંડિતે બીજો અર્થ કર્યો છે કે સમકિત દ્રષ્ટિ તે જ્ઞાની પણ આ પાઠ શું કહે છે? એ એવું કહે છે કે નિર્વિકલ્પ વિતરાગ સમાધિમાં હોય ત્યારે જ્ઞાની એનાથી ખસી ગયો તો પછી એને અજ્ઞાની કહેવાય. પેલું બારમા ગુણસ્થાને અજ્ઞાન લીધું છે