________________
શ્લોક-૪૮
૧૫૩ થાય છે, સાક્ષી થાય છે. એ રાગ મારાપણે અજ્ઞાનથી માન્યું'તું તે છૂટતાં પ્રભુ જ્ઞાનસ્વરૂપ થયો થકો સારા-જગતનો રાગથી માંડીને સારી ચીજનો, અરે દેવ-ગુરૂશાસ્ત્રનો પણ એ સાક્ષી થાય છે. આહાહા ! સમજાય છે કાંઈ?
ઝીણી વાત પડે ભાઈ પણ મારગ બીજો છે નહીં. વસ્તુની સ્થિતિ જ મર્યાદા જ આવી છે. ત્યાં બીજી રીતે કઈ રીતે એને હળવું કરવું. પુરાણ પુમાન અનાદિનો ભગવાન. અનાદિનો વિજ્ઞાનઘન પ્રભુ. જુનો છે એ તો કહે છે. વસ્તુ જાની છે. અનાદિની છે એ તો, પુરાણ પુરુષ આત્મા, અહીંથી હવે પ્રકાશમાન થાય છે. જાણવા દેખવામાં હવે આવે છે. ચક્રવર્તીનું રાજ્ય હોય સમકિતીને, આહાહા ! છતાં ત્યાં કયાંયથી સાક્ષી થતો નથી.
જ્ઞાનીભૂત થયો થકો એટલે જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, ત્યાંથી હવે સાક્ષી રહે છે, ગમે તેટલા ભાવ હોય ને ગમે તેટલો સંયોગ હો પણ તેનો તે ધર્મી જ્ઞાની સાક્ષી રહે છે. કહો, ચીમનભાઈ ! આવું છે બાપા. આહા! અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ઇતઃ ચકાસ્તિ ઇતઃઅહીંથી એટલે અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને જ્ઞાનસ્વરૂપ ભગવાનમાં એકાગ્ર થઈ અને જ્ઞાની થયો, જ્ઞાતાદેખાના પરિણામ પ્રગટ કર્યા, ત્યાંથી તે જગતનો સાક્ષી થાય છે. આહાહાહા! કોઈપણ રાગાદિ કે પરનો એ કર્તા થતો નથી.
તારી જે સમયે જે પર્યાય થાય તેનો તું
કર્તા કેમ થાય છે? 9 જીવને જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય અને જે પર્યાય થાય તેનો તે ઉત્પત્તિનો કાળ છે, તે જન્મક્ષણ છે, તે કાળલબ્ધિ છે. જે પર્યાય થાય તેને વ્યયની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, પર્યાયના ષકારકો વડે તે પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. તેથી તારી જે સમયે જે પર્યાય થાય, બાપુ ! તેનો તું કર્તા કેમ થાય છે? એક પછી એક કમે અને નિશ્ચયથી જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજે સમયે જે પર્યાય થવાની હોય તે થાય, એમ અનાદિ અનંત ક્રમસર નિશ્ચિતપણે પર્યાયો થાય છે.
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૪)