________________
ગાથા-૭૫
૧૫૭
ભાગ્યશાળીને મળે ) ભાગ્યશાળીને મળે વાત સાચી છે. આહાહા ! ઓલો બારોટ છે ને એ માણસ લઇને આવે ને એ બધાને ભાગ્યશાળી કહે એ. હા એ. વ્યાખ્યાનમાં આજે આવ્યા ત્યારે એ આજેય કંઇક કહે પહેલા આવ્યા ત્યારે કહે ભાગ્યશાળી છે. આ ભાગ્યશાળીએ સંઘ કાઢયો તો ને એમ કહે, એ તો ઠીક કીધું પણ આ વાત આવી ચીજ સાંભળે એ ભાગ્યશાળી છે. ઓલો સંઘ કાઢે ને પાંચ પચાસ હજાર લાખ બે લાખ ખર્ચે ને અને બારોટને કંઇક આપે એ લોકો ( તો ) કહે છે ભાગ્યશાળી છે. આહાહા !
ભગવાનની ધારા સર્વજ્ઞ ૫૨માત્માએ કહેલું તત્વ છે આ ભાઈ. એ કર્મનું પરિણામ છે. એ ભાવકર્મ અને દ્રવ્યકર્મ બેય આવી ગયા એમાં અને સ્પર્શ, રસ, ગંધ, રંગ, શબ્દ, બંધ શબ્દ જોયું શબ્દ આવ્યો. બંધ જડ, સંસ્થાન, સ્થૂળતા ને સૂક્ષમતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ તે બધુંય પુદ્ગલપરિણામ છે. આંહીં વાંધો, વિકાર છે એ બધાય પુદ્ગલપરિણામ છે એમ કહેવું છે. આહાહા !
ભગવાન વિજ્ઞાનઘનના આ પરિણામ કયાં છે? એ અજ્ઞાનપણે માન્યુ હતું ત્યાં સુધી એના હતા. માન્યા'તા એ છતાં એ માન્યતા એ પણ કાંઇ સ્વરૂપમાં નથી. એ તો માન્યતા ઉભી કરી'તી. આહાહાહા ! એ અજ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાનઘન ભગવાનમાં જ્ઞાન સ્વભાવને પકડયો અનાદિથી રાગને પકડયો'તો. તેથી ભગવાન જ્ઞાનસ્વભાવ રહી ગયો'તો એ જ્ઞાનસ્વભાવને પકડયો અને રાગ સ્વભાવને છોડી દીધો. આહાહાહા ! આવો મારગ છે બાપા. આ વાદવિવાદે કાંઇ પાર આવે એવું નથી.
અગિયારમી ગાથામાં કહ્યું છે ને પેલું. જિનવાણીમાં પણ નિમિત્તને આ હસ્તાવલંબ જાણીને ઘણું કહ્યું છે બધું, પણ એનું ફળ સંસાર છે. આ વાત છે ને જિનવાણીમાં હસ્તાવલંબ જાણીને, ૫૨દ્રવ્ય જાણી કરવા ને વ્રત પાળવા ને અતિચાર પાળવા ને એવી વાતો આવે ને બધી, આમ હાલવું ને, જોઇને હાલવું ને વિચારીને બોલવું એવા કથનો જિનવાણીમાં આવે, પણ એનું ફળ સંસાર છે. આહાહાહા ! તે બધુંય પુદ્ગલ પરિણામ છે. એ દયા, દાન, વ્રત પરિણામ આદિ આવે પણ એ બધા પુદ્ગલ પરિણામ છે. આહાહાહા !
આંહીં તો કર્તા-કર્મની પ્રવૃત્તિનો નિષેધ કરવો છે ને અજ્ઞાનપણાનો કે એ રાગ મારું કાર્ય છે અને હું એનો કર્તા છું એ તો અજ્ઞાનભાવ છે. સ્વરૂપ છે જ્ઞાનસ્વરૂપ ભગવાન શાન એ શું કરે ? એ તો જાણવા દેખવાનું કરે એ અભેદથી કથન છે. રાગને કરે એ આત્મા નહીં, કર્મને કરે એ ચૈતન્ય કયાં રહ્યો રાગ તો અજીવ છે જીવ નથી. આહાહા ! પણ માણસને આકરું પડે ને ? ૫૨માર્ચે, જેમ ઘડાને અને માટીને, જોયું ? ઘડાને અને માટીને જ, વ્યાપ્યવ્યાપક ભાવનો સદ્ભાવ હોવાથી, માટી વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ્ય છે. માટી કર્તા છે, ઘડો તેનું કાર્ય છે. આવું રે ! આહાહાહા ! કુંભારનું કાર્ય નથી ઘડાને અને માટીને વ્યાપ્ય ઘડો છે ને એ વ્યાપ્ય છે માટી તે વ્યાપક છે. વ્યાપ્ય-વ્યાપક ભાવનો, વ્યાપ્ય-વ્યાપકપણાનો સદ્ભાવ હોવાથી માટી તે કર્તા છે. ઘડો તે તેનું કાર્ય છે. વ્યાપક માટી તે કર્તા છે અને ઘડો તેનું કાર્ય છે. અત્યારે એટલું સિદ્ધ કરવું છે ને ? નહીંતર તો ઘડાની પર્યાય ષટકારકરૂપે પરિણમે છે. આકરી વાત બાપા.
પણ અહીં સમજાવવું છે એને તો ૫૨થી ભિન્ન પાડીને એટલે આ રીતે કહ્યું છે બાકી માટી