________________
ગાથા-૭૫
૧૫૯
આત્માથી થાય છે નિમિત્તથી થતું નથી એ તમારું ખોટું પડે છે કહે છે, એ બીજી વાત છે બાપુ. એ વાત તો એવી છે એ વાત તો સિદ્ધ રાખીને છે. જે સમયે જે પરિણામ જે દ્રવ્યના થાય તે સમયે તે ષટકા૨કરૂપે પરિણમીને થાય. એ વાત સિદ્ધ રાખીને હવે ભિન્ન પાડવાની વાત છે. કે સ્વભાવની દૃષ્ટિ બતાવવી છે ને અહીંયા તો. ઓલી વાત તો કહી કે છ એ દ્રવ્યનો શેય છે તે દર્શનનો અધિકાર છે પ્રવચનસાર. છતાં તે તે શેયના તે સમયના તે સમયના તે જ પરિણામ ક્રમબદ્ધમાં થવાના તે થાય. ભલે નિમિત્ત હો પણ તે તે સમયના તે પરિણામ થાય તે વાતને રાખીને હવે અહીંયા એને પુદ્ગલ કર્તા ને રાગ આદિ પરિણામ તેનું કાર્ય બતાવવું છે. આંહીં સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. આહાહાહા ! ત્યાં તો શેયપણું જગતના પદાર્થો આવા છે એમ સિદ્ધ કર્યા છે. હૈં ! આહાહા !
હવે એ પદાર્થમાં પણ વાસ્તવિક સ્વરૂપ એનું જે છે ચૈતન્યનું એ વિજ્ઞાનધન છે. એ વિજ્ઞાનધન વ્યાપક ને વિજ્ઞાનધનની પર્યાય તેનું વ્યાપ્ય કાર્ય ખરું પણ રાગદ્વેષના પરિણામ, દયા-દાનના પરિણામ, અરે ભગવાનની ભક્તિના, સ્તુતિના પરિણામ તે પુદ્ગલ પરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્ય-વ્યાપકનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. એ પુદ્ગલપરિણામ જે રાગ ભક્તિ ભગવાનની સ્તુતિનો રાગ એ પુદ્ગલ પરિણામનો પુદ્ગલ કર્તા છે. પુદ્ગલ વ્યાપક થઇને એ વ્યાપ્ય થયું છે. આહાહાહાહા ! હૈં ! ( પુદ્ગલ યાને દ્રવ્યકર્મ ) દ્રવ્ય કર્મ જડ. આહાહા ! આ શ૨ી૨નું નોકર્મ એ બેય, બેય છે ને આંહીં તો બેયને પુદ્ગલ પરિણામ કીધાં છે ને ? આહાહા ! (શ્રોતાઃ- એ વિકાર બધાંય પુદ્ગલ પરિણામ જ છે) એ વિકા૨ પુદ્ગલ જ છે. અજીવ પુદ્ગલના પરિણામ અહીંયા તો ગણ્યા પણ આગળ પુદ્ગલ કહેશે. આમાં ને આમાં કહેશે આગળ. આહા ! સમજાણું ? આ કહેશે જીઓ જ્ઞાન ને પુદ્ગલને ઘટ–કુંભારની જેમ એને પુદ્ગલ કહી દીધા. આંહીં પરિણામ લીધા છે ત્યાં પછી એને પુદ્ગલ કહેશે. આહાહાહા !
પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી ત્યાં રાગનો કર્તા જ્યાં કીધો ૬૨ ગાથા, પંચાસ્તિકાય. ત્યાં તો અસ્તિકાય સિદ્ધ કરવું છે ને ? તો કહે છે કે રાગના પરિણામ ને દ્વેષના પરિણામ વિકારી પરિણામ એ સ્વતંત્ર ષટ્કા૨કથી જીવની પર્યાયમાં થાય છે. કર્મય કર્તા નહીં ને એનો દ્રવ્યગુણેય કર્તા નહીં. આહાહાહા ! એ ચર્ચા થઇ'તી ને તે દિ' વ૨ણીજી હારે તે૨ની સાલ, બાવીસ વર્ષ થયા. આહાહા ! આકરું કામ એ વિકારી પરિણામ તેનો કર્તા કર્મેય નહીં ને તેનો કર્તા દ્રવ્ય-ગુણેય નહીં. આંહીં કહે છે કે વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ. એ સ્વભાવની દૃષ્ટિ અહીંયા બતાવવી છે. ૫૨નું કર્તાકર્મપણું વિકા૨નું છૂટીને જ્ઞાન થયું એ સ્વરૂપ જે છે તે વિજ્ઞાનધન છે. એનું જ્ઞાન થયું ત્યાં એના પરિણામ વિકા૨ી એનું કાર્ય એ છે નહીં, એથી વિકારી પરિણામનું કર્તાપણું પુદ્ગલનું નાખી અને એ પુદ્ગલનું કાર્ય છે સ્વતંત્રપણે પુદ્ગલ કરે છે એમ કહે છે. આહાહા !
કર્તા એને કહીએ કે સ્વતંત્રપણે કરે, ત્યારે રાગ જે દયા દાનનો થાય વ્રતનો ભક્તિ ભગવાનની સ્તુતિનો, એય! એ રાગ પુદ્ગલ સ્વતંત્ર થઇને રાગના પરિણામને કરે છે. આહાહાહા !( શ્રોતાઃ- જીવ નથી કરતો એમ બતાવવું છે ) જીવ, કાંઇ જીવ સ્વભાવ નથી. એમ બતાવવું છે. આહાહા ! આવી વાત આકરી પડે માણસને, લોકોએ એય પછી વાદ વિવાદ, ઝઘડા ઉભા કરે. બાપુ જેમ છે એમ છે ભાઈ, આહાહાહા !