________________
ગાથા-૭૫
૧૬૩
આવતું જે સમસ્ત કર્મ અને નોકર્મરૂપ પુદ્ગલ પરિણામ જોયું એ કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ શરીરાદિના ભાષા આદિના પુદ્ગલ પરિણામ તેને જે આત્મા પુદ્ગલ પરિણામને અને આત્માને ઘટ-કુંભારની જેમ. આહાહાહા ! દાખલો જીઓ પુદ્ગલ પરિણામને અને આત્માને તે રાગના અને દ્વેષના પરિણામને અને આત્માને ઘટ અને કુંભા૨ની જેમ કુંભા૨ વ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય નથી. આહાહાહાહા ! હવે આ ઘડો નથી કરાતો કહે છે કુંભા૨થી નથી થતો માટીથી થાય છે બાપુ. ૫૨દ્રવ્યને શું સંબંધ છે. ૫દ્રવ્ય નિમિત્તમાત્ર હો પણ એથી કરીને કાર્ય એનું એ કેમ કરે !
ઘટ અને કુંભા૨ની જેમ એટલે રાગ-દ્વેષના પરિણામ અને આત્માને ઘટ અને કુંભા૨ની જેમ વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવને લીધે, કેટલી ટીકા ઓહોહોહો....... ગંભીર શું કહ્યું કે દયા, દાન, વ્રત આદિના કે ભગવાનની સ્તુતિના જે પરિણામ છે તે પરિણામને અને આત્માને તે પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક એમ નથી. તેથી તે પરિણામ વ્યાપ્ય ને આત્મા વ્યાપક તેમ નથી. ઘટ કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે. કુંભાર વ્યાપક થઇને પ્રસરીને ઘટનું કાર્ય કરે એવો અભાવ છે એમ આત્મા વ્યાપક થઇને પ્રસરીને વિકા૨ના પરિણામ કરે એમ એનો અભાવ છે. બહુ આવી વાતું છે. ( શ્રોતાઃ– જ્ઞાનીની વાત છે) સ્વભાવની વાત કીધી છે. વસ્તુ-સ્વભાવ છે ને તેની દ્રષ્ટિ થઇ છે સ્વભાવ છે એની દ્રષ્ટિ થઇ એ સ્વભાવનું પરિણમન તો વિકારી પરિણમન ન હોય એ અહીંયા વાત લેવી છે. આગળ તો લેશે હજુ મિથ્યાત્વ અને અવ્રત ને પ્રમાદ પરિણામ જીવના છે અને એક જડના છે બેય જુદા છે એમ આવશે ૮૭ ગાથા.
પણ અહીંયા તો વસ્તુનો સ્વભાવ ચૈતન્યમૂર્તિ ભગવાન રાગના પરિણામથી ભિન્ન પ્રભુનો સ્વભાવ એવું જ્યાં અંતરજ્ઞાન થયું તે જ્ઞાનીને રાગ તેનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક નથી. કોની પેઠે ઘટ અને કુંભારની પેઠે. કુંભાર વ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય કાર્ય નથી, તેમ આત્મા વ્યાપક સ્વભાવ અને વિકારી પરિણામ વ્યાપ્ય ઘટ કુંભારની જેમ નથી. આહાહાહા ! કેટલું યાદ રાખવું. એ મહાપ્રભુ છે ચૈતન્યસ્વભાવ જેનો છે. પર્યાયનો અંશ છે વિકૃત એ વસ્તુ જાદી ભિન્ન કરી નાખી. ભગવાન આત્મા ઘટ અને કુંભા૨ની જેમ એટલે કુંભાર કર્તા અને ઘટ કર્મ, કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય નથી તેમ આત્મા વ્યાપક અને વિકારી પરિણામ વ્યાપ્ય એમ નથી. આહાહાહા ! આવો મારગ વસ્તુનું સ્વરૂપ આવું છે.
ઘટ કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, ઘટનો કર્તા કુંભાર એની અસિદ્ધિ હોવાથી એમ વિકારી પરિણામનો કર્તા આત્મા એ અસિદ્ધિ હોવાથી ૫૨માર્થે ક૨તો નથી. ઘટને જેમ કુંભાર ૫રમાર્થે કરતો નથી એમ વિકારી પરિણામને આત્મા સ્વભાવથી ૫૨માર્થે કરતો નથી. ભાષા તો સાદી પણ બાપુ ભાવ તો જે છે એ છે. ભાવ શું થાય. આહાહાહા !
પરંતુ માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને એટલે કે રાગાદિ, ભક્તિ આદિ સ્તુતિઆદિનો વિકલ્પ થાય પણ તેના જ્ઞાનને, પુદ્ગલ પરિણામના જ્ઞાનને એ પણ નિમિત્તથી કથન છે. જે પરિણામ થયા તેના જ્ઞાનને તેનું જાણવું તેના તે સમયે જ્ઞાનની પર્યાય ષટ્કારકરૂપે પરિણમતી