________________
૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રવૃત્તિ, અને ટીકાકારે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિ. સમજાણું કાંઈ? અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ. અજ્ઞાનથી ઉત્પન્ન થઈ એવો ભેદ વ્યવહાર છે અજ્ઞાનથી. અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહા ! એ રાગનો કણ શુભઆદિ હો, એનું કર્તાકર્મપણું અજ્ઞાનથી છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે. અજ્ઞાન સ્વરૂપ જ છે એ. અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે એ કરતા અજ્ઞાન સ્વરૂપ એ છે. શું કીધું ઈ? રાગનો કર્તા અને રાગ એનું કાર્ય એવો ભેદેય નહીં, એ અજ્ઞાનસ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. જ્ઞાનસ્વરૂપ જ અકર્તાકર્મની પ્રવૃત્તિ છે. આહાહાહા ! શું કહ્યું?
“અજ્ઞાનથી ઉત્થિત” એ ભેદ પાડ્યો જરી. બાકી “અજ્ઞાનસ્વરૂપ કર્તકર્મકલનાત કલેશાત્” અજ્ઞાન સ્વરૂપ રાગનું કરવું એ અજ્ઞાન સ્વરૂપ એવો જે કલેશ તેનાથી નિવૃત્ત થયેલો પોતાનો વિજ્ઞાનઘન સ્વભાવ છે તેનો અભાવ અજ્ઞાન સ્વરૂપ થયેલું, એ કર્તાકર્મની પ્રવૃત્તિ રાગ, કર્તા ને કર્મ એ અજ્ઞાન સ્વરૂપ જ છે. અને જ્ઞાન સ્વરૂપ, એનાથી નિવર્તિને કરે છે એ જ્ઞાન સ્વરૂપ છે. સમજાય છે કાંઈ ? આહાહા !
ભગવાન આત્મા! જ્ઞાયક સ્વભાવ કહો, વિજ્ઞાનઘન કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો, તેના અજ્ઞાનથી એટલે મિથ્યાત્વથી અજ્ઞાન સ્વરૂપ ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ, એથી અજ્ઞાન સ્વરૂપ જ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. રાગનું કાર્ય મારું શુભ હો દયા દાન દ્રતાદિનો, એનો કર્તા અને એ કાર્ય અજ્ઞાન સ્વરૂપ જ છે અને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ થયો થકો તે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મથી નિવૃર્તે છે. સમજાણું કાંઈ? આહાહા! વિજ્ઞાનઘન સ્વભાવ એ વિજ્ઞાનઘનમાં જ્ઞાન સ્વરૂપ થયો થકો કર્તાકર્મના કલેશથી નિવૃર્તે છે અને અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મના કલેશમાં, એમાં પ્રવૃર્તે છે. સમજાણું કાંઈ?
નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ. આહાહાહા ! નિવૃત્ત થયો છે પણ પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, રાગાદિભાવથી અજ્ઞાનસ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો છે. નિવૃત્ત થયો છે એટલે પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો એમ. આહાહા ! નિવૃત્ત થયો એ અપેક્ષાથી કથન કર્યું, પણ પોતે જ સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, નિવૃત્ત થયો છે માટે થયો ને (એમ નહીં) પણ પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો. સમજાણું કાંઈ ? આહા....આવું સ્વરૂપ છે. આહાહા !
જે અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિ હતી તેનાથી નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાનસ્વરૂપની પ્રવૃત્તિ થાય છે. સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, સ્વયં જ્ઞાનસ્વરૂપ થયો થકો, પોતાથી કર્તાકર્મપણું જ્ઞાનનું ઉત્પન્ન થયું. આહાહા ! સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં હોં, આહાહા! આવું છે. ભાષા તો સાદી પણ વસ્તુ તો એનું વાચ્ય જે છે, જગતનો સાક્ષી થાય છે. અહીંથી હવે જગતનો સાક્ષીથી વાત લેશે પંચોતેરથી. જ્ઞાનીભૂત જ્ઞાનસ્વરૂપ એમ, થયો થકો અહીંયાથી હવે જગતનો એટલે રાગાદિ ભાવનો સાક્ષી થાય છે. ધર્મી થયો, સમ્યગ્દષ્ટિ થયો, અજ્ઞાન સ્વરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો. જ્ઞાન સ્વરૂપ જ્ઞાનીભૂત કીધું છે ને? જ્ઞાનીભૂતઃ વિજ્ઞાનસ્વરૂપ થયો થકો પર્યાયમાં આનંદ ને જ્ઞાનસ્વરૂપ થયો થકો. અહીંયાથી રાગાદિ ભાવનો સાક્ષી થાય છે. આહાહાહા ! આવી વાત છે.
સાક્ષી જ્ઞાતાદેષ્ટા છે. જ્ઞાતાદેષ્ટા થાય છે. રાગ છે, હો પણ જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાતાદેષ્ટા