________________
૧૫O
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જે જે પ્રકારે એટલે જ્ઞાનમાં જેટલા પ્રકારે એકાગ્ર થાય તેટલા અંશે એમ. વિજ્ઞાનઘન સ્વભાવ ચૈતન્ય, એમાં પર્યાયમાં કેટલા પ્રકારે એકાગ્ર એમ. પૂરણ પ્રકાર જેટલા જેટલા પ્રકારે તેટલા તેટલા પ્રકારે આસવોની નિવૃત્તિ થાય છે એમ. આહાહા!
આગ્નવોને ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્ત્વાર્થ સૂત્રની ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું વિશેષ. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું.
આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? તેનો ઉત્તર- આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાનસ્વરૂપ એવો જે ભગવાન જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનસ્વભાવ એમાં સ્થિર થતો જાય છે. આહાહા ! જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનનો ઉઘાડ ભલે ઘણો હોય નવપૂર્વ ને અગીયાર અંગ ભણ્યો હોય, પણ જ્યાં જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા નથી અને એ જ્ઞાનનો ઉઘાડ એટલો હોય તોપણ એ વિજ્ઞાનઘન કહેવાતો નથી. અજ્ઞાન કહેવામાં આવે છે. આહા...જ્યાં સુધી મિથ્યાત્વ એટલે જ્ઞાનની પર્યાય પરલક્ષી અને રાગ એમાં એકત્વબુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી તેને જ્ઞાનનો ઉઘાડ ભલે ગમે તેટલો હો, પણ અજ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
- વિજ્ઞાનઘન સ્વભાવ ત્રિકાળી એનું જ્યાં સુધી અજ્ઞાન ને મિથ્યાત્વ છે એટલે કે પરસંબંધી જ્ઞાન ને રાગમાં એકત્વ છે ત્યાં સુધી ભલે તે જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો થઈ ગયો હોય છતાં તે અજ્ઞાન છે. અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય. જોયું? વિકાસ સ્વતરફનો ક્ષયોપશમ થોડો હોય છતાં વિજ્ઞાન કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન-જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થાય છે, મિથ્યાત્વ ગયા પછી, તેથી તે એકાગ્રતાને જ વિજ્ઞાન કહેવામાં આવે છે. જાઓ આ વિજ્ઞાન છે ને અત્યારે આ, એ વિજ્ઞાન નહીં એમ કહે છે. વિજ્ઞાન કહેવામાં આવે છે. આહા !
જેમ જેમ તે જ્ઞાન વિજ્ઞાન જામતું ઘટ્ટ, જ્ઞાન સ્વભાવ શાયક સર્વજ્ઞ સ્વભાવ એવો આત્મા એ સર્વજ્ઞ સ્વભાવ નામ જેટલો ઘટ્ટ ને સ્થિર ને જામતો જાય છે, તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત, છુટી જાય છે. અને જેમ જેમ આગ્નવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જ્ઞાન એકાગ્રતા, સ્વરૂપમાં એકાગ્રતા જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે. આહાહા ! આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. આવી વાત છે.
જે વસ્તુ છે ભગવાન આત્મા તે તો વિજ્ઞાનઘન એટલે પિંડ નિરંતર વિજ્ઞાન સ્વરૂપ જ છે. એમાં એનું જેને જ્ઞાન નથી ને મિથ્યાત્વ છે, તે મિથ્યાત્વના પ્રસંગમાં ગમે તેટલો ઉઘાડ જ્ઞાનનો હોય તો પણ તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અને ભગવાન વિજ્ઞાનઘન સ્વરૂપ છે તેમાં એકાગ્ર થતો જાય છે ભલે તેને જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ તેને વિજ્ઞાનઘન કહેવામાં આવે છે. કહો, સમજાય છે કાંઈ ? આહાહા !
હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે.