________________
૧૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અજાણ્યામાં જાય તો શું વાત માંડી છે, આ કહે છે, ભાઈ તારા ઘરની વાત છે. બાપુ, તારું ઘર કોઈ જુદી જાતનું છે. એ જીવ જ કીધો ને? આહાહા! આહાહા!
“આમ આસવોનું અને જીવનું” એટલે કે પહેલું આસવો નિબદ્ધ છે, એ જીવ નથી. આસવો “અધ્રુવ છે, ધ્રુવથી ભિન્ન છે, આસવો “અનિત્ય” છે, નિત્યથી ભિન્ન છે. આસ્રવો “અશરણ” છે, જીવસ્વરૂપ શરણ છે. આસ્રવો “દુઃખરૂપ” છે જીવ સુખરૂપ છે. આસવો “દુઃખફળરૂપ” છે, આ આત્મા દુઃખફળરૂપ નથી, એટલે આનંદ ફળરૂપ છે. આહાહાહાહા ! આમ આગ્નવોનું આ રીતે અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત, થતાંવેંત જ સમકાળ બતાવવો છે ને? પૂછયું છે ઈ ને એણે? સમકાળ શી રીતે છે એ પૂછયું છે એણે એનો ઉત્તર છે આ. આહા!
આમ આસવોનું એટલે શુભભાવઆદિનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત જ “જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે... કર્મનો પાક ફળ ઢીલો પડી ગયો છે. મોળો પડી ગયો છે, અભાવ થઈ ગયો છે. શિથિલ થતાં અભાવ થઈ ગયો છે. આહાહા ! આહાહા ! જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે. એવો તે આત્મા, જેના કર્મના ફળ અભાવરૂપ થઈ ગયા છે, એમ કહે છે. છેલ્લે આવે છે ને નીચે છેલ્લી ગાથામાં શિથિલ આ પ્રવચનસારમાં આવે છે ને? અભાવ થઈ ગયો છે. ખરી રીતે તો એમ કહે છે, ભગવાન આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન થતાંવેંત કર્મનો પાક ત્યાં છે જ નહીં. ભગવાન પાકયો અંદર, એનો પાક આવ્યો ત્યાં અહીં કર્મનો પાક ત્યાં છે જ નહીં હવે.
એવો તે આત્મા જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે” દૃષ્ટાંત છે જથ્થાબંધ વાદળાની રચના જેમાં ખંડિત થઈ ગઈ એવા દિશાના વિસ્તારની જેમ દિશા ખુલતી જાય છે ને? જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થતાં દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર, એવો જેનો અમર્યાદ વિસ્તાર એવો ફેલાવે છે ભગવાન આત્માનો, સહજપણે વિકાસ પામતી ચિક્તિ વડે, સ્વાભાવિકપણે વિકાસ પામતી, શક્તિઓમાંથી પ્રગટ વિકાસ પામતી, ચિન્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે, જેમ જેમ વિજ્ઞાનઘન જામી જાય છે જ્ઞાન-જ્ઞાનમાં પરથી ભિન્ન પડીને જ્ઞાન આત્મા-આત્મામાં જામી જાય છે, ઘટ થાય છે સ્થિર થાય છે. “તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.” જેટલો અહીં એકાગ્ર થાય છે તેટલો આસ્રવોથી નિવૃત્ત છે અને જેટલો આસ્રવોથી નિવૃત્યો છે એટલો આંહીં વિજ્ઞાનઘન થાય છે. આહાહાહા ! આ એનો સમકાળ છે, અહીં સમકાળ સિદ્ધ કરવો છે ને? આહાહાહાહા!
સ્વાભાવિકપણે વિકાસ પામતી ચિન્શક્તિ વડ” ચિન્શક્તિ વિકાસ પામે છે કહે છે. જ્ઞાનાનંદ સ્વભાવ વિકાસ પામે છે, ખિલતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે, ભલે જ્ઞાનની પર્યાયમાં વિશેષજ્ઞાન ન હો, પણ જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તેને જ અહીં વિજ્ઞાનઘન કીધો છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
જ્ઞાન સ્વરૂપી ભગવાન ચિન્શક્તિ એ પોતાના વિકાસને પામતી ઘન થતી જાય છે, જે તરળ હતું, અસ્થિર હતું, જે આસ્રવને લઈને, એનાથી જે ભિન્ન થયું, તેથી જ્ઞાનઘન સ્થિર થતું જાય છે, ઘન થતું જાય છે, જામતું જાય છે, સ્વભાવ થતો જાય છે, “તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે” ત્યાંથી પહેલું આમથી લીધું જોયું, આંહીંથી લીધું આસવોથી નિવર્તે છે એનું