________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ભાવમાં ફેર પડે છે. કેવળીને પણ કોઈને સમુદ્ધાતનો ઉદય હોયને કોઈને બીજો. પરિણામમાં કેવળજ્ઞાન છે. એમ સમકિતીના પરિણામમાં નિર્મળ સમ્યગ્દર્શન છે પણ પરિણામ જે છે ઉદયના એક પ્રકારના ન હોય. અભિપ્રાયમાં જરીયે ફેર નથી. પણ અસ્થિરતામાં ઘણો ફેર હોય છે. આહાહાહા ! એમ અહીંયા શુભ પરિણામની અસ્થિરતા, સમ્યગ્દષ્ટિને હોય છે, પણ તેનું કર્તવ્ય છે એમ માનતો નથી, છતાં તે શુભભાવ આવે એ પુદ્ગલપરિણામનો હેતુ છે. આત્માના નિર્મળ પરિણામ થવાનો હેતુ એ નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
જીવ જ! એ ઓલામાં આવે છે ને ૧૦૫ ગાથામાં સમયસારમાં આવે છે ને ૧૦૫ ગાથામાં, એકસો પાંચ, “લોકમાં આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં છે? ૧૦૫, આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં, અજ્ઞાનને લીધે છે એ જીવ પોતે જીવનો સ્વભાવ નથી. કોઈપણ પુગલ બંધન થાય એનું નિમિત્ત થાય એ જીવ નહીં. આહાહા ! સમજાણું કાંઈ? એ એકસો પાંચમાં છે. આહા!
અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં જોયું? પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, અને એ પૌગલિક કર્મ આત્માએ કર્યું એવું નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે, તે વિકલ્પ ઉપચાર છે. આહાહાહા ! સમયસારની આખી વાત જ જુદી છે, એ જ આંહીં કહ્યું. જીવ જ સમસ્ત શુભજોગ પરિણામનો હેતુ જોયું? ન્યાંય કીધું ને એ જ આંહીં કહ્યું એ ન્યાં કીધું'તું એકસો પાંચમાં એમ કીધું તું ને જીવ કોઈપણ પુદ્ગલપરિણામ બંધાય તેનો જીવ હેતુ છે જ નહિ એને જીવ કહીએ. આહાહાહા ! સમજાણું કાંઈ ? જેનો સ્વભાવ જ્ઞાતાદેષ્ટા છે એ જીવ ગુગલપરિણામનું નિમિત્ત થાય જ નહીં. પણ તે જ્ઞાતાદેખાના સ્વભાવને ભૂલી અજ્ઞાનપણે રાગનો કર્તા થાય તેને પુદ્ગલકર્મનું નિમિત્ત થાય, બંધનને નિમિત્ત થાય, જીવ નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો ધીમેથી ઓગાળવા જેવું છે. આ કાંઈ એકદમ દયા પાળી ને વ્રત પાળ્યા ને અપવાસ કર્યા ને શાસ્ત્ર ભણ્યા ને એ આ વાત નથી આંહીં. આહાહા!
જીવ ભગવાન આત્મા જ! આહાહા ! એને જીવ કહીએ, કે જે સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતું. એકસો ને અડતાલીસ કર્મની પ્રકૃત્તિ છે એનો જીવ અહેતુ છે. આહાહા ! સમજાણુ કાંઈ? આહારક શરીર બંધાય, તીર્થંકરપ્રકૃત્તિ બંધાય એ પોતે જીવ એનો હેતુ નથી, એના પરિણામ જે એ તો અજીવ થયા. આહાહાહા! સમ્યગ્દષ્ટિને પણ જે પરિણામ થયા તીર્થકર ગોત્રના એ જીવ નથી એ તો અજીવ છે, એ બંધનમાં નિમિત્ત થયા. આહાહા!
જીવ જ “જ” હોં પાછો જીવ જ અનેકાંત નહિ, જીવ બંધનનો હેતુ પણ હોય અને જીવ બંધનનો હેતુ ન હોય. એ બંધનનો હેતુ જ જીવ નથી, બસ એક જ, એકાંત છે. છે? જીવ જ, એકાંત જીવ જ, સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતુ હોવાથી એ અદુઃખફળ છે. એ જીવનો સ્વભાવ સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ જેના પરિણામ થાય તે સુખનું કારણ છે. મોક્ષનું કારણ થાય છે ને? મોક્ષ અનંત આનંદનું કારણ સુખરૂપ પરિણામ જે આનંદના છે. આહાહા! એ સુખફળ છે. સમજાણું કાંઈ?
(શ્રોતા – બંધનો હેતુ નથી તો સંવર નિર્જરાનો હેતુ છે ને?) એ અત્યારે આંહીં કામ નથી, એ પર્યાય છે એ પાછી, એ પર્યાય પણ દ્રવ્યને આશ્રયે થાય છે, પર્યાય પર્યાયને આશ્રયે