________________
ગાથા-૭૪
૧૪૫ વધારે સ્પષ્ટ થાય એટલે બાકી તો પહેલેથી એ વાત કીધી છે. આહાહા !
હવે જીવ જ જીવ “જ' સમસ્ત પુદ્ગલ પરિણામનો અહેતુ, જીવ એવો છે કે કોઈપણ બંધનમાં હેતુ થાય એ જીવ નહિ, તીર્થકરગોત્ર બંધાય એમાં જીવ હેતુ, જીવ નહિ. જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ એટલે તીર્થંકર બંધન થાય એમાં જીવ હેતુ નથી. જીવના એ શુભ પરિણામ હેતુ એ શુભ પરિણામ, જીવ નથી. આહાહાહા ! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ આસ્રવ છે એટલે જીવ નથી. એનાથી તીર્થકર પ્રકૃતિ બંધાય છે, જીવ નથી એના ભાવથી. આહાહાહા ! આવી વાત છે. કર્તાકર્મની વ્યાખ્યા છે ને? રાગ છે એ મારું કાર્ય છે, એ તો મિથ્યાષ્ટિ છે. પણ રાગ કાર્ય ન માને અને રાગ થાય તો પણ દુઃખરૂપ છે. આહાહાહા ! શું કહ્યું એ? રાગનો વિકલ્પ છે, એ આત્માનું કાર્ય છે એ તો મિથ્યાત્વ છે, કારણકે આ જ્ઞાયકસ્વરૂપ ભગવાન એમાં રાગનું કરવું, એ કયો ગુણ ને કઈ દશા છે? એ વિકૃત દશાનું કાર્ય મારું એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા!
એ તીર્થંકર ગોત્ર જે બંધાય તે ભાવ પણ વિકૃત ને રાગ એ જીવ નહીં. જીવ જ સમસ્ત પુગલ પરિણામનો અહેતુ, સમસ્ત પુદગલપરિણામ કીધું ને? તીર્થકર પ્રકૃત્તિ શું કહેવાય? આહારક શરીરની પ્રકૃત્તિ બંધાય આદિ, આહારક તો મુનિને જ હોય છે ને ? આહારક શરીર, તીર્થંકર પ્રકૃત્તિ આદિ પુદ્ગલ પરિણામનો જીવ અહેતુ છે. જીવ જ સમસ્ત પુગલપરિણામ, સમસ્ત એકસો ને અડતાલીસ પ્રકૃત્તિ જે કર્મની એ પુદ્ગલ પરિણામનો જીવ હેતુ નથી. આહાહા ! સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આવું ઝીણું એટલે લોકોને બિચારાને એવું લાગે. આહાહા !
(શ્રોતા:- તીર્થંકર ગોત્રનો બંધ સમ્યગ્દષ્ટિને જ હોય) સમ્યગ્દષ્ટિને હોય પણ છતાંય એ જીવપણું નથી. એ તો કીધું ને પહેલું એ જીવ નથી. જીવનો અવિરુદ્ધ સ્વભાવ તેમાં અભાવ છે, માટે તે જીવ નથી. બંધનનો હેતુ તે અજીવ છે. જીવ ભગવાન આત્મા જે પર્યાયથી જાણનારને જાણે છે, શાસ્ત્રથી નહિ. પર્યાય વર્તમાન જ છે, એ દ્રવ્યને શેય બનાવીને જાણે છે. તે જ્ઞાન, તે જ્ઞાન તે તેનું શેય, તે જ્ઞાન તેનું જ્ઞાન ને તે તે જ્ઞાતા. આહાહાહા! બંધન તે પરશેય છે અને રાગ છે એ પણ પરશેય છે. અરે શાસ્ત્રનું જ્ઞાન છે, એ પણ પરશેય છે. એ આવી ગયું છે ને આપણે વચનામૃતમાં “શેય નિમગ્ન” શાસ્ત્રજ્ઞાન છે એ પરશેય છે, એ પરણેયમાં નિમગ્ન છે, એ પરસત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. એ પરમાર્થ વચનિકામાં એ આવ્યું છે ભાઈ ! પરમાર્થ વચનિકામાં. આહાહાહા !
દિગંબર ગૃહસ્થ સમકિતી હો કે મુનિ હો વસ્તુની સ્થિતિ તો બધાને એક જ પ્રકારની સ્થિરતા-અસ્થિરતામાં ફેર હોય એ જુદી વસ્તુ છે. એ મૂળ અભિપ્રાયમાં ફેર નથી. આહાહા ! સમ્યગ્દષ્ટિ હોય, તેને બધાને ઉદય એક સરખો જ હોય એવું કાંઈ નથી, દૃષ્ટિ અભિપ્રાય છે એ તો નિર્મળ જ છે, પણ ઉદયનો પ્રકાર એક સરખો જ બધાને હોય એવું નથી. એ “પરમાર્થ વચનિકા” માં આવ્યું છે. એમ છઠ્ઠ ગુણસ્થાન છે તેને ઉદય એક જ પ્રકારનો હોય, ઉદય છે ભલે પર, પણ એક જ પ્રકારનો જીવ ભિન્ન છે તેને હોય એમ નથી એમ જેણે જાણ્યું એણે જીવદ્રવ્ય જાયું નથી એમ આવ્યું છે ને એમાં. આહાહા ! દૃષ્ટિ અને અભિપ્રાય એકસરખો છે પણ ઉદયના