________________
ગાથા-૭૪
૧૪૩ દુઃખ છે. આહાહાહા !
(શ્રોતા- અનુકૂળતા તો લાભ છે) અનુકૂળ એટલે કે વાણી અને ભગવાન સાક્ષાત્ મળે અને બાહ્યમાં લક્ષ્મી આદિ મળે, અનુકૂળ સામગ્રી મળે, એ બેય પર સંયોગી ચીજ છે. આહાહાહાહા ! આકરું કામ છે ભાઈ, મૂળ ચીજને સમજવી એ બહુ અલૌકિક વાતું છે. કલ્પનાથી માની લેવું એ જુદી વાત છે. આહાહાહા!
કહો, પંડિતજી! શું કીધું પણ આ? શુભભાવ વર્તમાન પુદ્ગલ પરિણામનો હેતુ એ પુદ્ગલપરિણામ આગામી આકુળતાના ઉત્પન્ન કરનારા છે. કહો એ બોલ તો પહેલાં આવી ગયો છે ઘણી વાર. આ તો ઓગણીસમી વાર વંચાય છે. પહેલાં આ કહેવાઈ ગયું છે બધું. ચાહે તો સંયોગમાત્ર ચીજ પર છે અને પરનો આશ્રય કરશે તો એને રાગ જ થશે, પ્રતિકૂળ સંયોગ હોય તો ષ થશે. આહાહા ! હૈં? (શ્રોતા – દુઃખી થાય કે સુખી થાય) દુઃખી થશે. આહાહા ! પુણ્યના પરિણામથી પુણ્ય બંધન થાય અને એના ફળ તરીકે લક્ષ્મી આદિ મળે તો એના ઉપર એનું લક્ષ જશે તો દુઃખી જ થશે એ. હેં ! (શ્રોતા - લક્ષ્મીવાળા દુઃખી એ તો જરા કઠણ પડે) લક્ષ્મીવાળા દુઃખી એ કઠણ પડે, લક્ષ્મીવાળા. આહાહા!
આંહીં તો ત્રણલોકનો નાથ ને વાણી મળે આંહીં તો, વાતું બાપુ. એ પરદ્રવ્ય છે ને પરદ્રવ્યનો આશ્રય લક્ષ કરશે તો એને પરદ્રવ્ય આશ્રિત વ્યવહાર રાગ થશે. આહાહાહા ! (શ્રોતા:- રાગથી દુઃખી શું થાય?) રાગ છે તે દુઃખ છે. શુભરાગ વર્તમાન દુઃખ છે અને શુભરાગ ભવિષ્યમાં દુઃખના ફળનું કારણ છે, એમ કહે છે. સમજાય છે? આહાહા!
( શ્રોતા:- દેવ શાસ્ત્ર ગુરુની પ્રાપ્તિથી પણ રાગ થશે?) એ દેવગુરુશાસ્ત્રની પ્રાપ્તિ પણ પરદ્રવ્ય છે ને (શ્રોતા:- તો સૂછ્યા વગર નિર્ણય કેવી રીતે કરવો) નિર્ણય સ્વદ્રવ્યથી થાય છે, પરથી નહિ. સ્વઆશ્રયથી જ નિર્ણય સમ્યક થાય છે પરાશ્રયથી નહિ. આહાહા ! આવી વાતું છે. સમયસાર કોઈ અલૌકિક ચીજ છે. એની હારે કોઈ મેળ ખાય એવું નથી બીજા કોઈ હારે. આહાહા !
(શ્રોતાઃ- દેશના લબ્ધિ મફત જાશે.) મફત જ જાય તે દેશનાલબ્ધિ મળે એથી શું છે? દેશના લબ્ધિ મળે એ તો રાગ છે. હો ભલે પણ એ તો રાગ છે. એ દેશનાલબ્ધિ તો અનંતવાર મળી છે, પણ અંતરદ્રવ્યનો આશ્રય કરે નહિ ત્યાં સુધી એને ધર્મ ન થાય. આહાહાહા ! સ્વઆશ્રય એ નિશ્ચય ને પર આશ્રય એ વ્યવહાર, આ સિદ્ધાંત મોટો આ. ચાહે તો ત્રણલોકના નાથ એ તો પોતે કહ્યું કે પ્રભુજીએ કુંદકુંદાચાર્યે મોક્ષ-પાહુડમાં, સોળમી ગાથા, તેરમી ગાથાથી લીધું છે પરદ્રવ્યમાં રક્ત તે રાગ છે, પર દ્રવ્ય તરફનું લક્ષ છે ત્યાં રાગમાં, રક્ત છે સોળમાં ત્યાંથી તેરથી ઉપાડ્યું છે, સોળમાં તો એમ કહ્યું કે પરદબ્બાઓ દુગઈ. આહાહાહા ! શું ચાહે તો પરદ્રવ્ય ભગવાન હોય અને એની વાણી હોય એના તરફના લક્ષથી તો રાગ જ ચૈતન્યની દુર્ગતિ છે, એટલે ચૈતન્યની ગતિના પરિણામ નથી. આહાહા ! આવો માર્ગ.
આંહીં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ! એમેય કહ્યું ને? કે પરને જાણવું એમ કહેવું એ વ્યવહાર છે. આત્મા જ્ઞાતા ને પરશેય એ પણ વ્યવહાર છે, એ નહિ. પોતે જ્ઞાતા, પોતે જોય ને પોતે જ્ઞાન, પરશેય એ (નહીં), એવી વાત છે. વર્તમાન જ્ઞાનની પર્યાય, જાણનારને જાણે, તે