________________
૧૪૨
કે
સમયસાર સિદ્ધિ ભાગ-૪ શુભ ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે, દુઃખરૂપ છે. ત્યારે અત્યારે તો એ કહે છે ચાલે છે એ શુભભાવથી શુદ્ધતા થાય, આવો મોટો ફેર છે, અંત૨ દૃષ્ટિનો મોટો ફેર છે. સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ સુખરૂપ છે, અદુઃખરૂપ એટલે સુખરૂપ છે. આહાહા ! સદાય નિરાકુળ સ્વભાવવાળો આનંદ સ્વભાવવાળો એમ, જીવ જ સુખરૂપ છે. એની સામે ચાઢે તો તીર્થંકગોત્રનો ભાવ હોય એ દુઃખરૂપ છે. આહાહા ! આ વાત. પાંચમો બોલ કહ્યો.
હવે છઠ્ઠો “ આસ્રવો શુભ ને અશુભ ભાવ, આહાહાહા... આગામી કાળમાં, ભવિષ્યકાળમાં “આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામનો હેતુ” કર્મ છે એ પુદ્ગલપરિણામ છે એનો હેતુ, એ પુદ્ગલપરિણામ જે છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન ક૨ના૨ છે. આહાહાહા ! ઝીણી વાત છે. આસ્રવો પુણ્ય ને પાપના ભાવો આગામી કાળમાં, ભવિષ્યના કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા, એવા પુદ્ગલ પરિણામ વર્તમાન બંધન એનો એ હેતુ છે. એ પુદ્ગલ પરિણામ એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. આહાહાહા !
પુદ્ગલ પરિણામથી સંયોગ મળશે એમ કહે છે, અને સંયોગ ઉ૫૨ લક્ષ જશે તો એને રાગ અને આકુળતા થશે. આહાહા! અશુભ આસ્રવથી પુદ્ગલ પરિણામ જે પાપના એમાં એ નિમિત્ત છે હેતુ અને એ પાપના પુદ્ગલ પરિણામ ભવિષ્યમાં પ્રતિકૂળતાનું નિમિત્ત થશે. અને પ્રતિકૂળતાના નિમિત્ત ઉપર લક્ષ જશે તો દ્વેષ થશે. અને શુભભાવ વર્તમાન પુદ્ગલપરિણામના હેતુ, પણ એ પુદ્ગલપરિણામ છે કેવા બંધાય એ ? ભવિષ્યમાં સંયોગ આપશે. સંયોગ ઉપ૨ લક્ષ જશે એટલે એને રાગ થશે. આહાહા ! આવી વાત છે. તો શુભભાવથી પુદ્ગલપરિણામનો એ હેતુ ને પુદ્ગલ પરિણામ ભવિષ્યમાં સંયોગ આપનારા ભલે ને વીતરાગ મળે ને વીતરાગની વાણી મળે પણ એ ૫૨દ્રવ્ય છે તેના ઉપર લક્ષ જશે એટલે રાગ જ થશે, દુઃખ થશે. આહાહાહા ! આવી વાત છે. જગતને સહન થવી. આહાહા !
( શ્રોતાઃ- વીતરાગની વાણી કહી છે ને ) વીતરાગની વાણી પણ ૫૨દ્રવ્ય છે ને ? ૫૨દ્રવ્ય ઉપર લક્ષ જશે એટલે એને રાગ જ થશે એને સ્વદ્રવ્યનો આશ્રય છૂટીને જેટલો પ૨દ્રવ્યનો આશ્રય થશે, સ્વઆશ્રય નિશ્ચય પરાશ્રય તે વ્યવહાર. આહાહાહા..... આકરી વાત છે ભાઈ ! દુનિયાને વાત બેસવી અંદરથી શુભભાવ વર્તમાન પુદ્ગલ પરિણામના હેતુ, એ પુદ્ગલપરિણામ કેવા છે ? કે ભવિષ્યમાં આકુળતાનું કા૨ણ થશે, એટલે કે પુદ્ગલ પરિણામ બંધન છે તે સંયોગ આપશે, પાપના બંધન એ પ્રતિકૂળ સંયોગ આપશે, પુણ્યનું બંધન એ અનુકૂળ સંયોગ આપશે, પણ સંયોગ આપશે. અને સંયોગનો આશ્રય લક્ષ જશે તો એને રાગ ને દુઃખ આકુળતા થશે. આહાહા ! આકરી વાત છે. બહુ સહન કરવું કઠણ બાપા. આહાહા....
શુભભાવ વર્તમાન દુઃખરૂપ છે એ તો પાંચમામાં ગયું, પણ અશુભભાવ ભવિષ્યમાં દુઃખના ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલના પરિણામ વર્તમાન એનું એ નિમિત્ત છે બંધનમાં, અને એ પુદ્ગલના પરિણામ બંધ છે એ ઉદય આવશે જ્યારે ત્યારે એને સંયોગ મળશે, કેમ પુદ્ગલપરિણામથી સ્વભાવ મળે એ તો છે નહિ. આહાહાહા ! આવી વાત છે. કેમકે જે સંયોગ મળશે ને પરાશ્રિત લક્ષ જશે એથી એને રાગ જ આકુળતા થશે, પ્રતિકૂળતાના સંયોગમાં લક્ષ જશે તો દ્વેષ થશે, અનુકૂળતાના સંયોગમાં લક્ષ જશે તો રાગ થશે, પણ બેય