________________
૧૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જેટલો વિજ્ઞાનઘન સ્વભાવમાં એકાગ્ર થાય છે એટલો અનિત્ય પુણ્ય-પાપથી નિવૃર્તે છે, જેટલો પુણ્ય-પાપથી નિવૃર્તે છે એટલો વિજ્ઞાનઘન સ્વભાવમાં પ્રવૃર્તે છે, એકાગ્ર થાય છે. એનો એક કાળ છે એમ સિદ્ધ કરવું છે. એમ કે આસવથી નિવૃર્તે ને આત્મામાં પ્રવૃર્તે એનો કાળ ભિન્ન છે એમ નથી. શુભ-અશુભ ભાવ એનાથી નિવૃર્તે, એટલો ભગવાન વિજ્ઞાનઘન સ્વભાવમાં પ્રવૃર્તે, એમાં એકાગ્ર થાય જ્ઞાનમાં, જ્ઞાન જામતું જાય, આનંદ ને જ્ઞાન સ્થિર, સ્થિર જામતું જાય એ શબ્દ છે. પાછળ જામતું ઘટ થતું સ્થિર થતું જાય પાછળ છે છેલ્લા અર્થમાં, ભાવાર્થના પછીના છેલ્લા શબ્દમાં છે, જ્ઞાન જામતું ઘટ થતું, સ્થિર થતું જાય છે. છે? આહાહાહા!
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ જે છે તેમાં ઘટ્ટ ને સ્થિર ને જામતો જાય છે તેટલો આસ્રવોથી નિવૃર્ત છે અને જેટલો આસવથી નિવૃર્ત છે એટલો જ્ઞાનઘન આત્મામાં સ્થિર જામતો જાય છે સ્થિર. આહાહા ! જેમ દૂધનું દહીં થાય છે ને ? એમ ભગવાન આત્મા ધર્મની દૃષ્ટિવંતની વાત, ભેદજ્ઞાનની વાત છે. જેણે પુષ્ય ને પાપના ભાવને અનિત્ય જાણ્યા અને આત્મા વિજ્ઞાનઘનને નિત્ય જાણ્યો એ એનાથી નિવૃર્તે છે, જેટલો નિવૃર્તે તેટલો સ્વભાવમાં પ્રવૃર્તે છે. આહાહાહાહા ! એ અનિત્યની સામે વાત કરી.
વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે” જીવ જ નિત્ય છે. એ વિજ્ઞાનઘન અહીંયા અત્યારે કહેવો છે. ત્રિકાળ વિજ્ઞાનઘન પ્રભુ, જ્ઞાન ને આનંદનો ઘન પ્રભુ છે, પિંડ છે તે જીવ છે. એ જીવ છે. પુષ્ય ને પાપના ભાવ એ જીવ નહિ, એ અનિત્ય છે માટે એ જીવ નહિ, નિત્ય છે તે જીવ છે. આહાહા! અનિત્ય (થયું.)
અશરણાઃ” હવે ચોથો બોલ છે “અશરણાઃ” જેમ કામ સેવનમાં વિર્ય છૂટી જાય, વિષય લેતાં જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય, એ રાખ્યું ન રહે. દૃષ્ટાંત આપ્યો છે, સંતો તો વીતરાગી છે એને તો દષ્ટાંત દઈને જગતને સત્ય સમજાવવું છે. કામસેવનમાં જેમ વીર્ય છૂટી જાય છે એ રાખ્યું ન રહે, તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામે છે. તે કામનો સંસ્કાર ત્યાં નાશ પામે છે, કોઈથી રોકી રાખી શકાતો નથી. તેમ કર્મોદય છૂટી જાય, પુણ્ય ને પાપના ભાવ જે ઉદય છે, એ ઉદય છૂટી જાય તે જ ક્ષણે આગ્નવો નાશ પામી જાય છે. કર્મનો ઉદય છે એ નાશ પામે છે, છૂટી જાય છે, ત્યારે તેના નિમિત્તથી થયેલા, આસવો એ નાશ પામી જાય છે, રાખી–૨ખાતા શરણ નથી કે પુણ્ય ભાવ રાખો ઘણો, કે રાખો રાખો. શું રાખે? એ કર્મનો ઉદય જેમ નાશ થાય તેમ પુણ્ય-પાપ ભાવ પણ સાથે નાશ થઈ જાય છે, એ શરણ નથી. આહાહા!
એમ કે પુણ્ય કરો ખૂબ કરો પુણ્ય એથી આત્માને શરણ મળશે, કહે છે કે એ પુણ્ય તો નાશવાન છે ને ? આહાહા ! કર્મનો ઉદય છૂટતાં પુણ્યના શુભભાવ પણ નાશ પામી જાય છે ને? એ રાખ્યા રખાતા નથી, જેમ વીર્ય છૂટતાં વીર્યને રાખી શકાતું નથી. એમ કર્મોદય છૂટતાં આસવને રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે. શુભ ને અશુભ ભાવ બેય અશરણ છે. આહાહા! અરિહંતા શરણે, સિદ્ધા શરણે એ પણ હજી તો બાહ્ય વિકલ્પથી વાત છે. અહીં તો નિર્વિકલ્પ શરણની વાત છે. આહાહાહા ! માટે તેઓ અશરણ પુણ્ય ને પાપ, કર્મનું નિમિત્તપણું છે તેથી ત્યાં થયા છે, એ નિમિત્ત છૂટી જાય છે, તો એ પણ છૂટી જાય છે, માટે તે પુણ્ય-પાપ રાખી શકાતા નથી, શરણ નથી. આહાહાહા!