________________
૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વધારે તો હા કરો બાબુભાઈએ બે લાખ આપ્યા તો એમના પાંચ લાખ એમ દેવાના ભાવ વેગે આવે, વળી ઘરે આવે ને કીધું કે મેં તો ત્યાં લખાવ્યા પણ તમે પાંચ લાખ લખાવ્યા એટલું બધું ? એ ભાવ મોળો થઈ જાય. ઢીલો પડી જાયને, પાછો વધે ને પાછો ઢીલો પડી જાય. હમણાં પાંચ લાખ આપ્યા છે ને એ ઓલો મિસરીલાલ ગંગવાલ નહિ કલકતા મિસરીલાલ ગંગવાલ છે ને પચીસ કરોડ રૂપિયા હશે, પચીસ ત્રીસ હમણાં પાંચ લાખ આપ્યા છે ક્યાંક. આપે પણ એ શું છે ? એ રાગની કોઈ મંદતા કે ભાવ થયો હોય વળી પાછો તીવ્ર થઈ જાય. આહાહા ! એ કાંઈ કાયમની ચીજ નથી. આહાહાહાહા !
પુણ્ય ને પાપના ભાવ આસ્રવો વાઈના વેગની જેમ, વેગ છે એ તો, હા. વધે ને ઘટે, વેગ કીધો ને ? વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે, ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. એ જાણનારો-દેખનારો ચૈતન્યપ્રભુ એ ધ્રુવ છે, ત્યારે આ પુણ્ય ને પાપ બેય અધ્રુવ છે. આહાહા ! આમ જાણીને નિવૃર્તે છે એમ કહેવું છે. સમજાણું કાંઈ ? આહાહા !
પહેલાં એમ કીધું કે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ હોવાથી, એનાથી નિવૃર્તે છે, ત્યારે સ્વભાવમાં પ્રવર્તે છે. આહાહા ! ભગવાન આત્મા આનંદ પ્રભુ એમાં આનંદમાં ૨મે છે એટલો આસ્રવથી નિવર્તે છે, અને જેટલો આસ્રવથી નિવર્તે છે તેટલો અહીંયા આનંદમાં ૨મે છે. આહાહાહાહા ! આવી વાતું છે આ તો.
અ૨૨૨ ! અરેરે ! આવા માણસપણાં મળ્યાં, પણ તત્ત્વની વાત એને કાને ન પડે સમજે નહિ, અરે, પશુ જેવા અવતા૨ છે એ. આહાહા ! એ આસ્રવો અધ્રુવ છે, ત્યારે ચૈતન્યમાત્ર પ્રભુ કાયમની ચીજ છે તે ધ્રુવ છે. જ્ઞાયકભાવથી ભરેલો અનંત આનંદથી ભરેલો પ્રભુ, એ ચૈતન્યમાત્ર પોતે વસ્તુ, ચૈતન્ય માત્ર કેમ કહ્યું કે એમાં આસ્રવ છે જ નહિ, એકલો ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે, એમ અધ્રુવ અને ધ્રુવનું ભેદશાન કરી અને જેટલો અધ્રુવથી નિવર્તે છે તેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે. જેટલો ધ્રુવમાં એકાગ્ર થાય છે તેટલો અવમાંથી નિવૃર્તે છે. આહાહાહા ! આવી વાતું છે.
પહેલાં અવિરુદ્ધ સ્વભાવમાં જેટલો પ્રવૃર્તે છે તેટલો વિરુદ્ધ સ્વભાવથી નિવૃર્તે છે પહેલાં બોલમાં, અહીંયા જેટલો અધ્રુવ સ્વભાવથી નિવર્તે છે તેટલો ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતાથી પ્રવર્તે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાત છે ધર્મની બાપુ ધર્મ કોઈ ( અલૌકિક ચીજ છે ). ત્રીજો બોલ. અધ્રુવ કીધું ને ? હવે “અનિત્ય” કહે છે. અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. આસ્રવો શીતદાહજ્વરના આવેશની જેમ, એટલે ? ઓલામાં વધઘટ હતી અને આમાં એક પછી એક છે. ટાઢીયો તાવ હોય ત્યારે ઉનો ન હોય, ઉનો તાવ હોય ત્યારે ટાઢીયો તાવ ન હોય એકદમ ઉનો તાવ આવે પહેલો એકદમ લંગડા કાઢી નાખે. કાઢો કાઢી નાખો, વળી બેસી જાય ટાઢીયો થઈ જાય તો વળી પાછા ઓઢાડો, એ ટાઢો તાવ ને ઉનો તાવ એક પછી એક હોય છે, એને અહીં અનિત્ય કીધું છે. ઓલાને અધ્રુવ કીધું' તું વધઘટને અને આને એક પછી એક હોય એને અનિત્ય કીધું છે. આહા ! આસ્રવો શીત નામ ઠંડો તાવ, ટાઢીયો તાવ, દાહ નામ ઉનો તાવ, શીતદાહજ્વ૨ના આવેશની જેમ એ પણ આવેશ છે એક. અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી, આટલો ફેર છે. ટાઢીયો