________________
ગાથા-૭૪
૧૩૯ હોય ત્યારે ઉનો ન હોય, ને ઉનો હોય ત્યારે ટાઢીયો ન હોય, એમ પાપના પરિણામ હોય ત્યારે પુણ્યના ન હોય ને પુણ્યના હોય ત્યારે પાપના ન હોય, આમ બતાવે છે. છે તો બેય અનિત્ય, પણ પાપના પરિણામ વખતે પુષ્ય નો હોય ને પુણ્યના વખતે પાપ ન હોય તેથી તે અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી અનિત્ય છે. આહાહા!
(શ્રોતા- એમ રાગ વખતે દ્વેષ નહીં ને દ્વેષ વખતે રાગ નહીં) એમ નહિ, અહીં એ કામ નથી. અહીં તો પુણ્ય વખતે પાપ નહિ ને પાપ વખતે પુણ્ય નહિ, અહીં તો આસવમાં અનિત્યપણું સિદ્ધ કરવું છે ને? તો પુણ્ય ને પાપ બેય દુઃખરૂપ ને આસ્રવ છે બંધના કારણ છે તે પાપ વખતે પુણ્ય નહિ ને પુણ્ય વખતે પાપ નહિ અનિત્ય સિદ્ધ કરવું છે ને? અધ્રુવ સિદ્ધ કરવામાં વધ ઘટમાં વધતું'તું ને ઘટતું'તું, આમ વધે ને ઘટે એમ કીધું. ને આ તો એક પછી એક થાય એને અનિત્ય કિધું છે. હવે આ તો સિદ્ધાંત છે. આ કાંઈ વાર્તા નથી. એના એક એક શબ્દમાં ભગવાનની ત્રિલોકનાથ પરમાત્માની વાણી છે, સંતોની વાણી એ છે. આહાહાહા !
એ આસ્રવ નામ પુણ્ય-પાપના ભાવ શીતદાહજ્વરના આવેશની જેમ, આવેશ છે એ. પુણ્યનો આવેશ આવ્યો ત્યારે પાપ નથી ને પાપનો આવેશ આવ્યો ત્યારે પુષ્ય નથી. (આમ ) હોવાથી અનુક્રમે ઉત્પન્ન થતાં ઓલામાં અનુક્રમ નહોતો, એમાં વધઘટ હતી. અધ્રુવ અને અનિત્યમાં “બે માં ફેર પાડ્યો. અનુક્રમે ટાઢીયા તાવ વખતે ઉનો નહિ ને ઉના વખતે ટાઢિયો નહિ, એમ પુણ્યભાવ વખતે પાપભાવ નહિ ને પાપભાવ વખતે પુષ્ય નહિ, બેય આસવો અનુક્રમે ઉત્પન્ન થાય છે, એમ કહે છે. એથી તે અનિત્ય છે, કોણ? એ શુભ કે અશુભ ભાવ બેય એક પછી એક ઉત્પન્ન થતાં હોવાથી, તે અનુક્રમે ઉત્પન્ન થતાં હોવાથી, તે અનિત્ય છે. ઓલી તો વાર્તા કથા માંડી હોય ને એક રાજા ને રાણી ને આને રાજી રાજી થઈ જાય કથા સાંભળીને હાલી જાય, અરે ભાઈ, આ તો ધર્મ કથા છે પ્રભુ. આહાહા! - ભગવાન આત્માના પરિણામ જે પુણ્ય-પાપના છે, તે અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી તેને અનિત્ય કહેવામાં આવે છે. “ત્યારે ભગવાન આમા વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે” જોયું? ઓલામાં ચૈતન્યમાત્ર જીવ ધ્રુવ છે એમ હતું. વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે. જેમ શિયાળાના જૂના ઘી હતા ને? એવા ઘન ઘી હતાં આંગળી પેસે તો ફાંસ વાગતી, અત્યારે તો બધું સમજવા જેવું બધું ગરબડ થઈ ગઈ બધી. પહેલાંના ઘી જે હતા પચાસ સાંઈઠ વરસ પહેલાંના, એ એવા હતા કે આંગળી પેસે તો ફાંસ વાગે, તાવેથો તો માંડ માંડ પેસે, એમ આ આત્મા પુણ્ય ને પાપના ભાવ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી તે અનિત્ય છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન હોવાથી નિત્ય છે. તેમાં પુણ્ય ને પાપના વિકલ્પનો પ્રવેશ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ?
આ તો બાપુ ધર્મની વાત છે, વીતરાગ, પરમેશ્વર ત્રિલોકનાથ જિનવરદેવની વાણી ને માર્ગ છે આ તો. આ કોઈ હાલી દુવાલીની વાત નથી. જેને ઇન્દ્રો તળીયા ચાટે જે ઇન્દ્રો જેની સભામાં ગલુડીયાની જેમ બેસે આમ, એ વાણી કેવી હોય ભાઈ, એ વાણી સંતો પોતે આડતિયા થઈને વાત કરે છે. આહાહાહા !
વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે. ભગવાન આત્માનો વિજ્ઞાનઘન સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે, નિત્ય ત્રિકાળ અનિત્યની સામે નિત્ય. અનિત્યને જાણીને નિત્યમાં જ્યાં આવે છે,