________________
ગાથા-૭૪
૧૪૧ આપોઆપ રક્ષિત એવો સહજ ચિતશક્તિ જીવ જ છે” આહાહાહા ! ભગવાન તો પોતે રક્ષિત જ છે, એને રાખવો પડે એવો નથી એ તો રક્ષિત જ છે. આપોઆપ રક્ષિત એવો સહજ સ્વભાવે આનંદઘન આત્મા એવો સહજ સ્વભાવ જ ચિન્શક્તિરૂપ, એ તો જ્ઞાન શક્તિરૂપ જીવ જ શરણ સહિત છે. કાયમ ટકતું છે તો ત્યાં શરણ મળશે, ટકતું નથી ત્યાં શરણ છે નહિ. આહાહા !
આંહીં તો આત્મા શરણ લેવો છે, હોં? અરિહંત શરણ એ નહીં. ચિન્શક્તિરૂપ જીવ શરણસહિત છે, ઓલામાં તો કેવળપણતો ધમ્મો શરણ, પર્યાય શરણ એમ હતું. આંહીં તો જીવ પોતે ત્રિકાળ કાયમ ટકનારો ભગવાન ચિલ્શક્તિ જ્ઞાનમાત્ર એવો સ્વભાવ પિંડ એ શરણ છે. આવું છે લ્યો. એ શરણની વ્યાખ્યા કરી, “અશરણાઃ” વિશેષ કરશે દુઃખપણાની વ્યાખ્યા.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૫૮ ગાથા-૭૪
તા. ૦૨-૦૧-૭૮ મંગળવાર પોષ સુદ-૪
શ્રી સમયસાર ૭૪ ગાથા છ બોલ છે, એમાં ચાર બોલ ચાલ્યા છે. શુભ-અશુભ ભાવ એ જીવની સાથે બંધાયેલા છે, એનો સ્વભાવ નથી. તેથી તે શુભ-અશુભ ભાવ અવિરુધ્ધ જે ચૈતન્યસ્વભાવ તેનો એમાં અભાવ છે, માટે તે જીવ નથી, એમ આવ્યું પહેલું. બીજું “અધ્રુવ પુણ્ય ને પાપના ભાવ વધઘટ થાય છે, વેગે-વેગે આવે ને વળી ઘટે, માટે તે અધ્રુવ છે, ચૈતન્યસ્વભાવ ભગવાન આત્મા તે ધ્રુવ છે. “અનિત્ય' ટાઢીયો અને ઉનો તાવ અનુક્રમે આવે તેથી તેને અનિત્ય કહેવામાં આવે છે, એમ આત્મામાં પુણ્ય પરિણામ વખતે પાપ ન હોય અને પાપ પરિણામ વખતે પુષ્ય ન હોય, એ અનુક્રમે ઉત્પન્ન હોવાથી પુણ્ય-પાપ તે અનિત્ય છે, ભગવાન ચૈતન્ય તે કાયમ નિત્ય છે. પુણ્ય ને પાપના ભાવ, કર્મનો ઉદય હોય તેથી થાય. ઉદય ટળે એટલે નાશ થઈ જાય, એથી પુણ્ય-પાપના ભાવ શરણ રહિત છે, શરણ નથી. છે ને? આહા ! ભગવાન આત્મા આપોઆપ રક્ષિત છે, પોતે પોતાથી રક્ષાયેલો જ છે, એવો જે આત્મા પોતે શુદ્ધ શરણ છે. પંચપરમેષ્ટિનું શરણેય નહિ, એમનો કહેલો ધર્મ જે છે પર્યાય એનુંય શરણ નહિ, (એમ) આંહીં તો કહે છે. આહાહા ! આંહીં તો આત્મા જે નિત્ય કાયમવસ્તુ ચિન્શક્તિરૂપ, છે ને? જીવ જ શરણ, એ જીવ ત્રિકાળી જ્ઞાયકભાવ એ શરણ છે. આહાહાહાહા.... આવી વાત છે. ચાર બોલ તો આવી ગયા.
પાંચમો. આસવો એટલે કે શુભ-અશુભ ભાવ સદાય “આકુળસ્વભાવવાળા” હોવાથી, ભગવાનની સ્તુતિનો ભાવ શુભ એ પણ આકુળ સ્વભાવ છે, કહે છે. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે. વસ્તુ દુઃખરૂપ છે પ્રતિકૂળ અનુકૂળ એ આંહીં વાત નથી, એ પુષ્ય ને પાપના ભાવ એ પોતે દુઃખરૂપ છે, કેમકે ભગવાન આનંદસ્વરૂપ છે એનાથી વિરુદ્ધ છે. આહાહા !
દુઃખ” સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ એની સામે લીધું, શુભભાવ કે અશુભ ભાવ, આહાહાહા... આંહીં લોકો એમ કહે છે કે શુભભાવ એ શુદ્ધતાનું કારણ છે. આંહીં કહે છે