________________
ગાથા-૭૪
૧૪૭
નહિ એમ કહેવું છે. પર્યાય શુભથી તો નહિ પણ પર્યાયને આશ્રયે પર્યાય નહિ. ત્રિકાળી દ્રવ્યને આશ્રયે પર્યાય, કીધું ને મોક્ષમાર્ગથી મોક્ષ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. દ્રવ્યના સ્વભાવથી મોક્ષ થાય છે એમ કહેવું એ પણ એક અપેક્ષિત વ્યવહાર છે. બાકી તો મોક્ષના પરિણામ જે છે કેવળના એ સ્વતંત્ર ષટ્કા૨કે પરિણમતા થાય છે. આવી વાતું છે બાપુ ! આકરી વાતું બહુ દુનિયાથી. આહાહા ! દુનિયા હારે મેળ ખાવો.
“જીવ જ” શબ્દ છે ને ? “અદુઃખફળઃસકળ સ્યાપિ પુદ્ગલ-પરિણામસ્યાહેતુત્વાજજીવ એવ” છે ને ? જીવ એવ છે ને શબ્દ અંદર છેલ્લો સંસ્કૃતમાં ‘જીવ એવ’ એમ સંસ્કૃત છે, એથી જીવ જ એમ કાઢયું એમાંથી ‘એવમાંથી’ સંસ્કૃત છે. છે ? ચોથી લીટી છે આમાં “જીવ એવ” જીવ જ જીવ ભગવાન જ્ઞાતાદેષ્ટા સ્વભાવ વીતરાગી સ્વભાવ જીવ એ અદુઃખફળ છે, એનું ફળ દુઃખ નથી એનું ફળ આનંદફળ છે. શુભભાવનું ફળ દુઃખફળ છે, જીવના સ્વભાવનું ફળ વર્તમાન આનંદ અને ભવિષ્યમાં પણ એ આનંદના ફળને ઉત્પન્ન કરનારું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
66
‘જીવ જ” એટલે જીવનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ, વીતરાગી સ્વભાવ એ વર્તમાન છે, આ સુખરૂપ એ પાંચમામાં આવ્યું, પાંચમામાં આવ્યું, અને આ ભવિષ્યમાં સુખરૂપ છે એ છઠ્ઠામાં. શું કહ્યું સમજાણું ? પાંચમામાં એમ કહ્યું કે આસ્રવો દુઃખરૂપ છે, ત્યારે ભગવાન પોતે સુખરૂપ છે. એટલું બસ, પાંચમામાં. છઠ્ઠામાં શુભાશુભ ભાવ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા એવા જે વર્તમાન પુદ્ગલપરિણામ બંધન એનો એ હેતુ છે અને એ બંધન છે એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. આહાહાહા !
અહીંયા કહે છે કે, જીવ જ વર્તમાન સુખરૂપ છે અને ભવિષ્યમાં પણ અદુઃખફળ છે, એ દુઃખફળ નથી એનું સુખફળ છે. આહાહાહા ! જીવ જે જ્ઞાતાદ્રષ્ટા છે, એવો જે વર્તમાન ભાવ તે આનંદરૂપ છે, અને તે આનંદરૂપનું પરિણમન ભવિષ્યમાં પણ આનંદના ફળનું કારણ છે. આહાહાહા ! આવી વાત છે. ભગવાનની હાટડી બીજી જાતની છે. આહાહાહા !
‘જીવ’ એટલે આત્મા, એ વર્તમાન આનંદરૂપ છે, છે ને ? અને પુદ્ગલ પરિણામનો હેતુ નથી. કોઈપણ પુદ્ગલ પરિણામ પ્રકૃત્તિ છે, એનો “જીવ જ” વસ્તુ સ્વભાવ, વસ્તુ જીવ છે, એ હેતુ નથી. ત્યારે ? કે આસ્રવો છે દુઃખફળરૂપ છે, ત્યારે આ અદુઃખફળ અથવા દુઃખફળ નહિ. ભગવાન આત્મા ! જ્ઞાતા, દ્રષ્ટા ને આનંદ સ્વરૂપ, વર્તમાન પણ આનંદરૂપ અને ભવિષ્યમાં પણ અદુઃખફળ, દુ:ખફળ નહિ આવે એને સુખફળ આવશે. આહાહા ! સમજાણું કાંઈ ? એ આનંદના ભાવથી આનંદ આવશે અને આસ્રવના ભાવથી સંયોગો મળશે, તેમાં દુઃખ થશે તેને લક્ષમાં. આ તો ભગવાનની કથા આત્મકથા છે ભાઈ, આ કાંઈ.... અલૌકિક વાતું છે. આહાહા !
આમ આસ્રવોનું હવે છ યે નું કહી દીધું. છ બોલ થઈ ગયા ને ? “આમ આસ્રવોનું અને જીવનું ” છ યે બોલનું કીધું ને ? “ભેદજ્ઞાન થતાંવેંત ” પુણ્ય–પાપના ભાવ અને ભગવાન આત્મા બેનું ભિન્નપણું ભાન, ભેદજ્ઞાન થતાં, એનાથી જુદું ભેદજ્ઞાન થતાં તો પછી એમ નહિ કે ત્યારે શુભભાવનો સાથ લઈને ત્યાં ભેદશાન થાય છે એનાથી તો જુદું પડવું છે. આહા.... કે શુભભાવ જરી સહાયક છે. હૈં ? જેનાથી તો જુદું પડવું છે એ સહાયક કેમ હોય ? આહાહા ! સમજાણું કાંઈ ? આરે ! આવો ઉપદેશ હવે. સાધારણ પણ આંહીં તો વળી માણસ સાંભળનારા ઘણાં કાળથી