________________
૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જાણના૨ને જાણતાં પર્યાયમાં ૫૨નું પણ જ્ઞાન થાય પણ તે પોતે શેય, પર્યાય શેય છે તેને એ જાણે છે. જી૨વવું કઠણ સાધારણ પ્રાણી બિચારાને વ્યવહાર, જેને વ્યવહાર ઉ૫૨ લક્ષ છે ને ? એને આ વાત બેસવી કઠણ બહુ.
આંહીં તો કહે છે, આસ્રવો એટલે પુણ્ય ને પાપ બેય, આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા, કોણ ? પુદ્ગલ પરિણામ એટલે બંધન એનું એ નિમિત્ત છે પરિણામ. બંધનનું એ નિમિત્ત છે, પુણ્ય બંધનમાં શુભભાવ નિમિત્ત છે, પાપ બંધનમાં અશુભભાવ નિમિત્ત છે અને એ પુદ્ગલના પરિણામ જે છે, એ ઉદય આવશે ત્યારે સંયોગ આપશે. સંયોગીભાવથી બંધાયેલું કર્મ તે સંયોગને આપશે અને સંયોગ ઉ૫૨ લક્ષ જશે એટલે એને પછી દ્વેષ પ્રતિકૂળ હોય તો દ્વેષ ને અનુકૂળ હોય તો રાગ, બાકી રાગ જ દુ:ખ જ થશે. આહાહાહા ! વીતરાગ માર્ગ સિવાય આ વાત, સાંખ્યી જાય એવી નથી જગતને. અત્યારે તો એ કહે શુભથી આમ થાય, ‘સર્વ તત્વાર’ ઓલામાં આવે છે ને ‘જ્ઞાતાર સર્વ તત્વા૨ે તદ્ગુણ લબ્ધએ’ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે અમને તો ગુણની પ્રાપ્તિ થાય, એ અર્થ કરે છે ને એ ? છે ને ખબર છે ને ? એ અર્થ આવ્યો'તો એ બાજુથી એ તો વ્યવહારની વાતું છે બાપા. પોતાના ગુણની પ્રાપ્તિ તો સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. ૫૨ના ગુણોની વિચારણા કે ૫૨ ગુણનું લક્ષ એ બધો રાગ છે. આહાહાહા !
અહીંયા કહે છે કે, આસવો એટલે શુભભાવ મુખ્ય વધારે ત્યાં નડતર આ વાંધો જગતને ત્યાં છે, એ આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલ પરિણામનો હેતુ છે. વર્તમાન પુણ્યબંધન જે પુદ્ગલ પરિણામ થાય તેનો શુભભાવ હેતુ છે અને તે પુદ્ગલપરિણામ જે બંધાય એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરનારા છે. સ્વઆશ્રય કરનારા નથી. આહાહા ! આવી વાતું છે, જીરવવી અંત૨ને એ વાતું, ને દૃષ્ટિમાં ફેર છે ને, એને કયાંક કયાંક વ્યવહા૨ના આશ્રયથી લાભ થાય એવું મનાઈ જાય એને. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
આંહીં કહે છે કે એ વ્યવહા૨થી ૫૨થી, અરે પર્યાયને આશ્રયે લાભ ન થાય. ૫૨દ્રવ્યના કા૨ણે લાભ થાય એમ નહિ. શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો શાસ્ત્ર ૫૨ છે પણ સ્વલક્ષે કરે એ. સ્વલક્ષે કરે એટલે સ્વનો આશ્રય છે ત્યાં. આહા... આકરી વાતું બહુ ભાઈ ! એક ન્યાય ફરતા આખો મોટો ફરી જાય, આખી લાઈન ફરી જાય દૃષ્ટિ. આહાહા !
ભગવાનની સ્તુતિ કરવી છે એ પણ રાગ છે. ( શ્રોતાઃ- આપ તો દુઃખ છે એમ ફરમાવો છો ) એ રાગ છે તે દુઃખ છે. ૫૨દ્રવ્યની સ્તુતિ છે ને ? પરાશ્રિત વ્યવહાર છે ને રાગ છે એ તો. ચીમનભાઈ ! આવી વાતું ઝીણી છે. આહાહા ! થોડું પણ સત્ય હોવું જોઈએ બાપા. દૃષ્ટિમાં ફેર હોય એને આખો ૫૨ ઉ૫૨ વજન ગયા વિના રહે નહીં એને. આહાહા !
દુઃખફળરૂપ છે, છે ને ? પુદ્ગલપરિણામના હેતુ હોવાથી એ શુભભાવ દુઃખફળરૂપ છે. વર્તમાન દુઃખ તો છે, પણ ભવિષ્યમાં દુઃખનું ફળ આવશે, એય છે. આહાહાહા ! દુઃખ છે તો ભવિષ્યમાં પણ દુઃખનું ફળ આવશે, એમાં આત્માનો આનંદ આવશે નહિ. આહાહાહા! સમજાણું કાંઈ ? આ વાત તો ઘણી વાર થઈ ગઈ છે. ગાથા વંચાણી છે ને. આ તો ઓગણીસમી વાર વંચાય છે. પહેલી વાર વંચાણું ત્યા૨થી તો કહેલું ( શ્રોતાઃ- અમને તો પહેલીવાર લાગે છે)