________________
ગાથા-૭૪
૧૩૭ કરે છે. એ તો ૬૯-૭૦ માં ન આવ્યું? ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને ૬૯-૭૦માં ભાઈ આવ્યું તું. તે હતી ને ત્યાગ કરીને એમ નહિ, થવા જ દીધી નહિં. પુષ્ય ને પાપનો ભાવ થતાં એની શાંતિની પર્યાય થવા ન દીધી એનો ત્યાગ કરીને એમ કીધું છે. પહેલી જ વાત છે ૬૯૭૦. આહાહાહા ! આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આમ વિરુદ્ધ સ્વભાવ પુણ્ય ને પાપના ભાવ આત્માના અવિરુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી આગ્નવો પોતે જીવ નથી. એ જીવ નથી, એ અજીવ છે અને એ અજીવને મારાં માનવા, એ જીવને અજીવ માનવો, અજીવને જીવ માનવો મિથ્યાત્વ છે. આહાહા ! એક વાત થઈ. જીવનિબદ્ધાની વ્યાખ્યા કરી, જીવનિબદ્ધા એ એનો એટલો અર્થ થયો.
હવે અધુવા. એ શુભ કે અશુભ ભાવ તે અધુવ છે ક્ષણે થાય ને નાશ થાય છે. આહાહા... “આગ્નવો વાઈના વેગની જેમ” વાઈ આવે છે ને માણસને એકદમ વાઈ આવે વળી બેસી જાય. એમ પુણ્ય-પાપના ભાવ “વાઈના વેગની જેમ વધતા ઘટતા હોવાથી,” એ પુણ્યનો ભાવ વધે, વળી ઘટે, પાપનો ભાવ વધે અને ઘટે. આહાહાહા ! આસવો એટલે પુણ્ય-પાપના ભાવ શુભઅશુભ ભાવ વાઈના વેગની જેમ વેગ, વધતા ઘટતા એકદમ વેગ આવે વાઈનો વળી બેસી જાય, એમ એકદમ પુણ્યભાવ વળી વધે, વળી ઘટી જાય. પાપ ભાવ વધે વળી ઘટી જાય, પણ બધા વધતા ઘટતા વાઈની જેમ પર છે. વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે, એ ધ્રુવ નથી કાયમ રહેવાવાળી ચીજ નથી, વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. આહાહા !
એકદમ શુભભાવ થઈ જાય, ભાઈ બે પાંચ કરોડ રૂપિયા ભેગા કર્યા પાપ કરીને, મરતાં એને એમ થાય કંઈક લાવ ને આ બે પાંચ દસ લાખ આપું, એવો ભાવ થાય. છોકરાંને કહે કે પણ આ પાંચ લાખ આપો પણ જીભ હજી અટકી જાતી હોય, છોકરા, છોકરા, છોકરા દસ લાખ દસ લાખ ત્યાં ઓલો છોકરો સમજે, કાંઈક કહેશે આ બધા બેઠા છે ને કહેશે, બાપુ અત્યારે પૈસા ના સંભારીએ, ઓલાને વાત, વેગ આવ્યો'તો દસ લાખ દેવાનો એમ કે કાંઈક શુભ તો થાય પુણ્ય, ને ત્યાં ઓલો છોકરો હવે સામે પડે, જોવા આવ્યા હોય ને બીજા એમાં બોલે આ દસદસ-દસ-દસ-દસ-લાખ બાપુ અત્યારે યાદ ન કરીએ, ભગવાન-ભગવાન કરો. (શ્રોતાછોકરા એમ કરે) છોકરાવ ઈ કરશે બધા એમ કરે છે એ. એય !
આંહીં તો બીજું કહેવું છે. શુભભાવ આવ્યો વળી પાછો બેસી જાય જ્યારે ઓલો માને નહિ, એમ પાપનો ભાવ એકદમ આવે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, ક્રોધ, મોહ, ભોગ, માયા, વળી કાંઈક ઘટે પણ એમાં ને એમાં રહે એ વધતા ઘટતા પુણ્ય-પાપના ભાવ હોવાથી વાઈની જેમ તે અધ્રુવ છે, કાયમ રહેનારા એકરૂપે છે નહિ. આહાહાહા ! સમજાય છે કાંઈ? આહાહાહાહા !
આ શરીર વાણી મનની તો વાતું ક્યાં એ તો પર છે ને પર પણ રહે છે ને પરથી નાશ થાય છે એ તો એના કારણે એમાં કાંઈ છે નહીં. પણ અહીંયા તારી પર્યાયમાં અધ્રુવ અને અનિત્યને બેય જુદા પાડશે, અધુવમાં વધતા ઘટતા કરીને, અધ્રુવ બતાવે છે. આહાહા ! એ પુણ્ય-પાપના ભાવ વેગે ચડે, વળી આવે. આહાહા ! આમ ખરડો થાતો હોય અને બધા પાંચ પચીસ ગૃહસ્થો ભેગાં થયા હોય અને ખરડામાં લખાવતા હોય, એમાં વળી વેગ આવી જાય