________________
ગાથા-૭૪
૧૩૫ એમ આ ભગવાન આત્મા ચૈતન્ય ઝાડ આનંદનો નાથ પ્રભુ પૂર્ણ આનંદને પૂર્ણ શાંતિથી ભરેલો ભગવાન છે. એમાં પુણ્ય ને પાપના ભાવ તે ઘાતક છે અને આત્માની વર્તમાન પર્યાય તે ઘાત થવાને લાયક છે, પર્યાય હોં, વસ્તુ તો વસ્તુ છે. આહાહાહા! શુભ કે અશુભ ભાવ લાખ જેમ ઘાતક છે ઝાડની અને ઝાડ તેની પર્યાયમાં વધ્ય નામ હણાવાને લાયક છે, એમ પુણ્ય ને પાપના ભાવ ઘાતક છે, અને ભગવાનની પર્યાય આત્માની પર્યાય ત્યાં ઘાત થવાને લાયક છે. આવું છે. અરેરે ! કરે શું કરે? એણે અનંત કાળમાં કદી સત્ય વાતને સાંભળી નથી રુચિથી. એ રખડતો રખડતો, નરક ને નિગોદ અનંતા અનંતા ભવ કર્યા પ્રભુ. એ કેમ? આહાહાહા !
કે જે શુભ કે અશુભ ભાવ જે સંબંધમાં બંધમાં આવેલા છે, એને પોતાના માન્યા હતા, અને પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે, તેને માન્યું ન હતું અનાદર કર્યો હતો. આહાહાહા ! જે વિકારભાવ પુણ્ય ને પાપ સંયોગી બંધરૂપ તેનો આદર કર્યો તો ત્યારે ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ અનંત ગુણનો પિંડ એનો એણે અનાદર કર્યો'તો છે. એથી તેની પર્યાયમાં ઘાત થવાને લાયક એની પર્યાય અને પુણ્ય-પાપના ભાવ તેને ઘાત કરનાર છે. આ પુણ્યનો ભાવ ઘાત કરનારો છે. દયા, દાન, વ્રત, તપ, અપવાસ, ભક્તિ, પૂજા, એ રાગ છે ભાઈ ! તને ખબર નથી. એ વૃત્તિનું ઉત્થાન છે, એ ઘાત કરનારા છે. આહાહાહાહા !
જીવની વર્તમાન નિર્મળ પર્યાયનો જે પુણ્ય ને પાપનો ભાવ ઘાત કરનાર છે, ભાષા તો સાદી છે પ્રભુ!ભાવ તો જે છે ઈ છે. ભાષા કોઈ એવી વ્યાકરણ ને સંસ્કૃત ને એવી નથી. સહેલી ભાષા છે, પ્રભુ તું કોણ છો? કહે એ તો આનંદ ને શાંતિનો સાગર પ્રભુ છે. એમાં પુણ્ય-પાપ શું છે? કે એ એને દુઃખરૂપ, એને ઘાતક છે, એને લાભદાયક માને તો તે મિથ્યાત્વભાવ, મહા અજ્ઞાન પાપ છે આવું છે. એ લાખની જેમ ભગવાન આત્માની સાથે વૃક્ષને જેમ લાખનો સંબંધ છે એ લાખ ઘાતક છે ને ઝાડ ઘાતક થવાને પર્યાયમાં લાયક છે, એમ આત્મા અને પુણ્ય-પાપનો ભાવ એના સ્વભાવથી વિરુદ્ધ ભાવવાળા છે, એનો સ્વભાવ છે એ જ્ઞાન આનંદ શાંતિ એ અવિરુદ્ધ સ્વભાવ ભગવાન આત્માનો છે એવા અવિરુદ્ધ સ્વભાવનો શુભ-અશુભ ભાવમાં અભાવ છે. આહાહા ! સમજાણું કાંઈ ? “એ અભાવ હોવાથી તેઓ જીવ જ નથી.” જેમ લાખ તે પીપર ઝાડ જ નથી, એમ પુણ્ય ને પાપનો ભાવ, શુભ-અશુભ ભાવ, વ્રત ને ઉપવાસ ને ભક્તિ ને પૂજા આદિનો ભાવ, હિંસા, જૂઠું, ચોરી એ તો પાપ ભાવો છે જ તીવ્ર પણ આ પુણ્ય ભાવનો પણ આત્માના અવિરુદ્ધ સ્વભાવથી એમાં અભાવ છે, માટે તે વિરુદ્ધ છે. તેથી તે જીવ નથી. આહાહા !
ભગવાન આત્માનો જ્ઞાન, આનંદ, શાંતિ સ્વભાવ એવો જે અવિરુદ્ધ સ્વભાવ તેનો પુણ્ય-પાપના પરિણામમાં અભાવ હોવાથી તે જીવ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ હોય બીજું શું થાય? આહાહા! અરેરે! એણે આત્માની દયા કરી નથી અનંતકાળમાં. દયા એટલે? પુણ્ય ને પાપના ભાવથી રહિત અનંતગુણનો | પિંડ છું એવું જીવતરનું જીવન એણે માન્યું નથી. હૈં! આહાહાહા ! એણે તો આ પુણ્ય ને પાપવાળો છું એમ માનીને આત્માનું એણે મરણ કર્યું છે આત્માની એણે હિંસા કરી છે. આહાહા! પરની હિંસા ને દયા તો પાળી શકતો નથી, પણ પોતાની, એ પુણ્ય ને પાપના ભાવ નિબદ્ધ નામ