________________
ગાથા-૭૪
૧૩૩ જેને કંઈ ખબર જ નથી, ગરજ જ નથી કાંઈ, એ શુભ-અશુભભાવ જે દુઃખરૂપ છે તેનાથી નિવૃત્તિની જેને હજી ગરજ જ નથી અને આત્મા આનંદસ્વરૂપ છે તેમાં રહેવાની જેને દરકાર જ નથી એને ઉત્તર દેવામાં આવતો નથી. આહાહાહા ! જેને આ ભગવાન આત્મા અણાકુળ આનંદકંદ પ્રભુ અને પુણ્ય-પાપના ભાવ એ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કમાવું, ધંધાના ભાવ એ તો પાપ છે તન, તીવ્ર દુઃખ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ પણ દુઃખરૂપ છે કેમ કે એ રાગ છે એ આસ્રવ છે. આહાહાહા.... એ આસ્રવથી નિવૃર્તવું અને સ્વભાવમાં પ્રવૃર્તવું એનો સમકાળ કઈ રીતે છે એવો એનો પ્રશ્ન છે. એનો ઉત્તર કહેવામાં આવે છે.
जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ।।७४।। આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪. ટીકા- આ તો અંતરની વાત છે કે પ્રભુ. અનંત કાળમાં એણે ચાર ગતિના ભવો અનંતા કર્યા, નરકના અનંતભવ કર્યા, તિર્યંચના અનંત કર્યા, મનુષ્યનાય અનંત કર્યા અને સ્વર્ગનાય અનંત કર્યા, એ ચાર ગતિમાં દુઃખી થઈને પરિભ્રમણ કરે છે. એ એને અહીંયા પ્રશ્ન ઉઠયો એનો જવાબ છે કે દુઃખથી નિવૃર્તવું અને આનંદમાં પ્રવૃર્તવું એ એક સમકાળ સાથે એક સમય સાથે કેમ છે? એનો ઉત્તર છે. આહા!
ટીકાઃ- વૃક્ષ અને લાખની જેમ,” જેમ પીપરઆદિ વૃક્ષ છે, એમાં લાખ થાય છે ઝાડમાં, એ વૃક્ષ અને લાખની જેમ “વધ્યઘાતકસ્વભાવપણું હોવાથી,” લાખ છે તે ઘાતક છે અને વૃક્ષ છે તે ઘાત થવાને લાયક છે. પર્યાયમાં. ઝીણી વાત છે ભાઈ ! એણે અનંતકાળમાં કદી સત્ય વાત સાંભળીયે નથી. ચીથી એણે સાંભળી નથી. આહાહા !
આંહીંયા કહે છે કે જેમ પીપળનું ઝાડ હોય જો કે લાખ તો બાવળમાં જ થાય છે પણ મુખ્યપણે પીપરનું જેમ ઝાડ અને એમાં લાખ થાય એ લાખ છે તે ઝાડની ઘાતક છે અને ઝાડ વધ્ય નામ ઘાતક થવાને લાયક છે. સમજાણું કાંઈ? એવું હોવાથી વધ્ય ઘાતકસ્વભાવપણું હોવાથી, લાખ ઘાતક સ્વભાવવાળું છે, અને વૃક્ષ તેનાથી ધાત્ય થવાને લાયક સ્વભાવવાળું છે. આહાહા! આ તો હજી દષ્ટાંત છે. તેમ આસવો લાખ ને વૃક્ષની જેમ શુભ કે અશુભ, પુણ્ય ને પાપના ભાવો એ આસ્રવો જીવ સાથે બંધાયેલા છે, જેમ વૃક્ષની સાથે લાખ બંધાયેલ છે, વૃક્ષનું સ્વરૂપ નથી. આહાહા !
એમ ભગવાન આત્મા એની સાથે પુષ્ય ને પાપના ભાવ “નિબદ્ધા” શબ્દ છે ને? બંધાયેલા છે, સ્વભાવ નથી એનો એ. ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વભાવની સાથે પુણ્ય ને પાપના ભાવ બંધાયેલા નિબદ્ધ સંબંધવાળા છે, સ્વભાવવાળા નથી. એ પુણ્ય ને પાપના ભાવ ભગવાન આત્માની સાથે વૃક્ષ અને લાખની જેમ નિબદ્ધ નામ સંબંધમાં સંયોગે આવેલી ચીજ છે, એ એનો સ્વભાવ નથી. આહાહા!
બહારની વાત તો અહીંયા છે જ નહિં લક્ષ્મી, શરીર, વાણી, કુટુંબ, કબીલા એ તો પર