________________
૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે.
પ્રવચન નં. ૧૫૭ ગાથા-૭૪
તા. ૦૧-૦૧-૭૯ સોમવાર પોષ સુદ-૩ સમયસાર ૭૪ ગાથા. હવે પૂછે છે કે, ઝીણી વાત છે. આત્માનું જ્ઞાન થાય એટલે કે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થાય અને આસ્રવોથી નિવર્તે. આસવ એટલે પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ જે દુઃખરૂપ છે, મલિન છે, ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધ ભાવ પુણ્ય-પાપના ભાવ છે, તો એનાથી નિવૃત્તિ અને આત્મામાં જ્ઞાનની એકાગ્રતા એનો સમકાળ છે? કઈ રીતે; એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ ! સોમવાર છે આજ રજા હશે છોકરાઓને. શેની. હૈં? (શ્રોતા- ૧ લી જાન્યુઆરી) ૧ લી તારીખ ઠીક હા, છોકરા આવ્યા છે. હૈ? આ પહેલી તારીખ થઈ છોકરા આવ્યા છે.
શું કહ્યું? આ આત્મા જે આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એનાથી પુણ્ય ને પાપના ભાવ તે વિરુદ્ધ ભાવ દુઃખરૂપ છે. તો જ્યારે એ આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપમાં આવે અને તે જ કાળે તેને આસવની નિવૃત્તિ થાય અને આસવની નિવૃત્તિ એટલે છુટવું અને આત્મામાં એકાગ્ર થવું એ બધું એક જ કાળ છે? કેમ? એમ પૂછયું છે. સમજાણું કાંઈ? આહાહા!
શિષ્યના પ્રશ્નમાં જ આ છે, કે જે પુણ્ય ને પાપ. શરીર, વાણી, મન તો જડ છે, પર છે, એનો કાંઈ ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહિ. અંદરમાં જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ભાવ કે હિંસા, જૂઠું, ચોરી વિષયઆદિના ભાવ એ બેય ભાવ આસ્રવ છે, મેલ છે અને દુઃખ છે, એ દુઃખથી નિવર્તવું અને આત્માના આનંદમાં એકાગ્ર થવું એનો સમકાળ છે કઈ રીતે? એમ પૂછે છે. આહાહા ! ઝીણી વાત છે.
અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે અને વિકાર શું છે એનું એણે ભેદજ્ઞાન કર્યું નથી. અનાદિથી ચારગતિમાં દુઃખની દશામાં રખડે છે, દુઃખી છે એ. (શ્રોતા – પૈસાવાળા તો સુખી છે.) પૈસાવાળા એ મોટા દુઃખી છે. રાજા અને શેઠિયાઓ અને દેવ, મોટા દુઃખી છે. કેમ કે આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ એવા ભાવના કરનારા છે, તે દુઃખી છે. આવી વાત છે (શ્રોતા - લોકોનો મત ને ભગવાનનો મત જુદો પડયો.) ભગવાનનો સત્યનો મારગ જ અસત્યથી તદ્ન જુદો છે. આહાહા !
આંહીં તો શિષ્યનો પ્રશ્ન આ છે. નિવૃર્તવા જેવું છે. પુણ્યના પાપના ભાવ શુભ-અશુભ છે એ દુઃખરૂપ છે, પરિભ્રમણનું કારણ છે, આકુળતા છે, એનાથી નિવૃર્તવા જેવું તો છે પણ તેનાથી નિવૃર્તિવું અને સ્વભાવમાં પ્રવર્તવું એનો એક કાળ છે કઈ રીતે એમ પૂછે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
એનો ઉત્તર-આવું જેને પ્રશ્નની જિજ્ઞાસા છે એને આ ઉત્તર દેવામાં આવે છે. સાધારણ