________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સંબંધવાળા, સ્વભાવથી વિરુદ્ધ છે, એને પોતાના માની અને પોતાના આનંદ જ્ઞાનસ્વભાવનો એણે અનાદર કર્યો છે. આહાહા! આવી વાત છે પ્રભુ, મારગ આવો છે. આહા! અરેરે ! એને સાંભળવા મળે નહિ, એ કે દિ' સમજે અને કે દિ’ અંદર દૃષ્ટિમાં જાય અંદર. આહાહા !
એ આંહીં કહે છે. એ પુણ્ય ને પાપના ભાવ જીવ સાથે, વૃક્ષ અને લાખની જેમ બંધાયેલા છે. પરંતુ અવિરુદ્ધ સ્વભાવપણાનો-અવિરુદ્ધ સ્વભાવપણાનો, ભગવાન આત્મા જે છે સ્વભાવવાન એમાં અવિરુદ્ધ સ્વભાવ જે છે જ્ઞાન ને આનંદ ને શાંતિ અવિરુદ્ધ સ્વભાવપણું છે તેમાં એ પુણ્યપાપમાં તે અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. તેથી તેઓ જીવ જ નથી. એ શુભ કે અશુભ ભાવ એ આત્મા નથી, લાખ જેમ ઝાડ નથી એમ પુણ્ય ને પાપના ભાવ એ આત્મા નથી, જીવ નથી. શરીર, વાણી, મન તો અજીવ જડ છે આ તો માટી છે જગતની ચીજ, પણ પુણ્ય ને પાપના ભાવ જીવ નથી એટલે એ અજીવ છે. આહાહાહાહા !
ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ, શાંતિનો સાગર પ્રભુ તેના સ્વભાવથી પુણ્ય ને પાપનો ભાવ એ અવિરુદ્ધ સ્વભાવનો, તે પુણ્ય-પાપના ભાવમાં અભાવ હોવાથી, એ જીવ નથી. ગજબ વાત છે. ભગવાનની સ્તુતિ કરવી એ ભાવ પણ કહે છે કે આસ્રવ ને જીવ નથી. અરરર! હેં? ( શ્રોતા:- પરલક્ષી ભાવ છે ને) પરલક્ષી છે ને પ્રભુ! એ પુણ્ય શુભભાવ છે શુભભાવ તે જીવ નથી. બેસવું કઠણ પડે. શું થાય? ભાઈ ! અનંત કાળનો દુઃખિયારો ચાર ગતિમાં રખડે છે, ભિખારી થઈને ભિખ માગે છે, ભગવાન થઈને ભિખ માગે છે, મને કોઈ પુણ્ય આપો, પાપ આપો, મને કોઈ મોટો કરો, મને કોઈ મોટો માનો, હું કાંઈ બીજામાં અગ્રેસર થાઉં, ભિક્ષા માગે છે માળો, ભિખારી. આહાહાહા ! એ આંહીં કહે છે પ્રભુ એ ભિક્ષા માગનારો ભાવ જે પુણ્યપાપ છે એ ઝેર છે, અજીવ છે. એ જીવના સ્વરૂપમાં નથી પ્રભુ! આહાહા! ભાષા તો સાદી છે પ્રભુ! આહાહા!
લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો પીપળ આદિ એટલે બાવળમાં પણ લાખ થાય છે બાવળ છે ને એમાંય લાખ થાય છે. પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખના નિમિતથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક હણનાર છે અને વૃક્ષ વધ્ય હણાવવા યોગ્ય છે, પર્યાય હોં. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે, માટે લાખ વૃક્ષ સાથે માત્ર માત્ર બંધાયેલી જ છે, એ વૃક્ષનું સ્વરૂપ નથી. આહાહાહા ! લાખ પોતે વૃક્ષ નથી. આહાહા !
તેવી રીતે એ તો દષ્ટાંત થયો, આસ્રવ પુષ્ય ને પાપના ભાવ, ગજબ વાત છે, આ દયાનો, દાનનો, વ્રતનો, અપવાસનો એ વિકલ્પ બધો છે કહે છે કે, એ આગ્નવો ઘાતક છે, લાખ જેમ ઘાતક છે એમ આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે, આત્મા એટલે એની પર્યાય હોં, દ્રવ્ય નહિ. દ્રવ્ય કોઈ દી' વધ્ય થાતું નથી. વધ્ય દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ અખંડાનંદ પ્રભુ છે. આહાહા !
આત્મા વધ્યા છે એટલે કે એની પર્યાય વધ્ય થવાને લાયક છે અને વિકારભાવ તે ઘાતક છે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. (શ્રોતાઃ- છે એને ઘાત કરે છે કે ઉત્પન્ન થવા નથી દેતું) એ પર્યાય ઘાતક જ છે એટલે થતી જ નથી. એ પર્યાય શાંતિની થતી જ નથી, એ ઘાતક છે, ઘાત