________________
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪
ક્યાંય રહી ગયા. એની સાથે કાંઈ સંબંધ છે નહીં. ફક્ત અહીંયા આત્માને લાખ ને વૃક્ષની જેમ સંબંધ છે, એ લાખ એ વૃક્ષનું સ્વરૂપ નથી. ફક્ત એને ઘાતક સ્વભાવવાળો સંબંધ છે. એમ ભગવાન આત્મા આનંદ ને અણાકુળ શાંત રસનો કંદ પ્રભુ એને આ પુણ્ય-પાપના ભાવ, નિબદ્ધ નામ સંબંધથી બંધાયેલા છે, એનો સ્વભાવ નથી, એનું એ સ્વરૂપ નથી. શ૨ી૨, વાણી, મન, જડ ને એ તો ક્યાંય રહી ગયા. એ તો એના ઘરે ક્યાંય રહી ગયા. એમાં ક્યાં એની પર્યાયમાંય નથી એમ કહે છે. આહાહાહા !
આ તો એની વર્તમાન પર્યાયમાં ત્રિકાળી ભગવાન આનંદનો નાથ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જે આત્મા એની સાથે એ પુણ્ય ને પાપ, શુભ ને અશુભ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, ધંધો કમાવું વ્યાજ ઉપજાવવું એવા જે ભાવ એકલું પાપ અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પુણ્ય બેય આસ્રવ છે, એ સ્વભાવની સાથે સ્વભાવરૂપ નથી. સ્વભાવમાં નિબદ્ધા નામ બંધરૂપ છે. સંયોગરૂપ છે. એકલા બદ્ધા નથી કહ્યા, નિબદ્ધા. આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ ભગવાન આત્મા દ્રવ્ય વસ્તુ છે આનંદનો નાથ પ્રભુ ! એ તો શુદ્ધ આનંદકંદઘન છે. એની વર્તમાન પર્યાયમાં જે શુભ ને અશુભ ભાવ એ વસ્તુને નિબદ્ધ છે, સંબંધવાળા છે, બંધવાળા છે, એનો સ્વભાવ નથી. આહાહાહા ! છે ? જીવ સાથે બંધાયેલા છે. આહાહાહા !
શ૨ી૨, વાણી, કર્મ ને ૫૨વસ્તુ તો ક્યાંય જુદી રહી ગઈ. એમાં તો એની પર્યાયમાંય એ નથી. પણ આની પર્યાયમાં, અવસ્થામાં ત્રિકાળી ભગવાન આત્માના પર્યાયમાં વર્તમાન એ શુભ ને અશુભ ભાવ દુઃખરૂપ છે, મલિન છે, જડ છે ચૈતન્યના સ્વભાવથી વિરુદ્ધ ભાવવાળા છે, એ જીવ સાથે બંધાયેલા છે. આવું સ્વરૂપ છે પ્રભુ ! આહાહા !
પરંતુ ભગવાનની સાથે, આ આત્મા ભગવાન છે અનંત અનંત ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી એવી અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો વાન એટલે એનું રૂપ એ છે એવા ભગવાનની સાથે એ શુભ-અશુભ ભાવ, એ નિબદ્ધ નામ બંધાયેલા છે, સંયોગે બંધાયેલા છે, પરંતુ અવિરુદ્વસ્વભાવપણાનો અભાવ હોવાથી, એ પુણ્ય ને પાપના ભાવ એ ભગવાન આત્માનો જે અવિરુદ્ધ સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, આનંદ, એ અવિરુદ્ધ સ્વભાવ છે પ્રભુનો આત્માનો સ્વભાવ, સ્વ.... ભાવ, સ્વ... ભાવ, પોતાનો ભાવ આત્માનો એ જ્ઞાન, દર્શન, આનંદ એ અવિરુદ્ધ સ્વભાવ છે. એ પુણ્ય-પાપના ભાવમાં અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. આહાહાહાહા ! સમજાણું છે કાંઈ ? નિબદ્ધાયેલા છે. આહાહાહા !
જેમ લાખ ઝાડને બંધાયેલી છે, ઘણાં વર્ષની વાત છે એકવાર દેશમાં આવેલ ને ભાવનગ૨માં છે ને પી૫૨ના ઝાડ બહુ હતા, શું કહેવાય એ તળાવને જોયેલું નામ ભૂલી જઈએ છીએ એ પી૫૨ની આખી લાઈન હતી એ બીજી વાર આવ્યો ત્યારે કાંઈ ન મળે પી૫૨, એકેય પી૫૨ ન મળે. પૂછયું કે આ પી૫૨ ક્યાં ગઈ ? એટલી બધી મોઢા આગળ છે ને શું કહેવાય એ ? ઘોઘાના દરવાજે, ઓલા તળાવ છે એની આ બાજુ. કીધું આ બધી પીપરો ગઈ ક્યાં ? પેલા એકવાર દેશમાં આવ્યો પાલેજથી ત્યારે બહુ જોયું'તું, આમ લાઈન બંધ હતી બીજે વખતે જોયું તો એકેય નહિ, કે લાખ થઈ ’તી. આ તો પાંસઠ–છાસઠ, સડસઠ ની વાત છે લાખ થઈ'તી તે પીપર બધી ખલાસ થઈ ગઈ, પી૫૨ સમજે છે પી૫૨ ? આ લીંડી પીપર નહિં હોં, પીપરનું ઝાડ. આહાહા !