________________
ગાથા-૭૪
૧૩૧ (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસવો ઘાતક છે અને આત્મા વધ્યા છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસવો પોતે જીવ નથી.) આસો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધુવ છે. આસવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિન્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુ:ખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુ:ખફળરૂપ છે ( અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).-આમ આસવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર(ફેલાવ) છે એવો, સહજપણે વિકાસ પામતી ચિલ્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન
સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે; તેટલો વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસવોથી નિવર્તે છે. અને તેટલો આસવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસવોની નિવૃત્તિને સમકાળપણું છે.
ભાવાર્થ:- આસનોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવનિવૃત્તિનો એક કાળ છે.
આ આસવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટીરૂપે તત્વાર્થસૂત્રની ટીકા આદિ સિદ્ધાંતશાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીં તો સામાન્ય પ્રકરણ છે તેથી સામાન્યપણે કહ્યું છે.
“આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે” એટલે શું? તેનો ઉત્તર- “આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનનેભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ-વિજ્ઞાન