________________
ગાથા-૭૩
૧૨૯
આંહીં તો કહે કે આવું કરો, ભક્તિ કરો, વ્રત કરો, જાત્રા કરો, વ્રત પાળો, અપવાસ કરો, આમ કરતાં કરતાં આગળ જવાશે. કાલે એમ કહેતા'તા આવ્યા તે-બધા લોકો, આ મંદિરો ને એ બધા તરવાના ઉપાય છે એમ કહેતા'તા કાલ ઓલા આવ્યા'તા ને બધા, શું કહેવું એને બાપુ ? એ બધા મંદિરોને આદિ તો શુભભાવના નિમિત્ત છે, મૈં ? ત૨વાના એ ઉપાય નથી એમ કહે આવા મોટા મકાન માટે આ તરવાના ઉપાય છે. આહાહાહા ! તરવાનો ઉપાય તો આ છે.
ભાવાર્થ:– “શુદ્ઘનયથી જ્ઞાનીએ આત્માનો આવો નિશ્ચય કર્યો, કે હું એક છું આવ્યું ને હું એક છું. શુદ્ઘનયથી એવો નિર્ણય કર્યો, કે હું એક છું, શુદ્ધ છું, આવ્યું ’તું ને એકનું, શુદ્ધનું ષટ્કા૨ક પરિણતિ રહિત છું, ૫૨દ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, એ પુણ્ય-પાપના પરિણામ મારાં છે એનાથી રહિત છું, પુણ્ય-પાપના ભાવ એ મારાં નથી. આહાહા ! એ પદ્રવ્યની પ્રવૃત્તિ ચૈતન્યના અજ્ઞાનભાવથી ભલે ઉત્પન્ન થતાં, આહાહા..... જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું. હું તો જ્ઞાન ને દર્શનથી પરિપુર્ણ આત્મદ્રવ્ય વસ્તુ છું.
“જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો,” જ્યારે તે ધર્મી જીવઆત્મા આવા પોતાના સ્વરૂપમાં ૨હેતો થકો “તેના જ અનુભવરૂપ થાય, ભગવાન આત્માના અનુભવરૂપ થાય, શુદ્ધ ચૈતન્ય છે તેને અનુસરીને અનુભવ થાય,” ત્યારે ક્રોધાદિ આસ્રવો ક્ષય પામે છે”, ત્યારે તેને પુણ્ય-પાપના ભાવો નાશ પામે છે. આહાહાહા ! આંહીં તો ક્ષયની જ વાત લીધી છે. જેમ સમુદ્રના વમળે ઘણાં કાળથી વહાણને પકડી રાખ્યું હોય, પણ પછી જ્યારે વમળ વમે, વમળ વમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો પોતે, વિકલ્પને છોડતો થકો, શમાવતો થકો, આસવોને છોડી દે છે. આહાહા !
આ વિધિ પુણ્ય-પાપના આસ્રવથી,દુઃખથી, મેલથી નિવર્તવાની આ રીત છે બાપુ. બાકી બીજી વિધિ કહે કે આમ કરો, કરતાં કરતાં થશે, જાત્રા કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને મંદિરમાં ભગવાનના દર્શન કરો ને કરતાં કરતાં થશે આસ્રવોની નિવૃત્તિ એ વાત તદ્ન જૂઠી છે. આહાહા ! આ વિધિ છે. નરોતમભાઈ આવી વાત છે. આહાહા!
હવે પૂછે છે લ્યોકે શાન થવાનો આત્માનુભવ થવાનો જ્ઞાનનો અને આસ્રવોની નિવૃત્તિનો, અને એ શુભ-અશુભ ભાવનો છૂટવાનો સમકાળ, એક કાળ કઈ રીતે છે? એક કાળ કઈ રીતે છે ? અહીં આસ્રવથી નિવર્તે અને આત્માના આનંદના, જ્ઞાનનો અનુભવ થાય એનો સમકાળ કેવી રીતે છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. જે કાળે આત્મા આનંદનો અનુભવ કરે, તે જ કાળે આસ્રવથી નિવર્તે છે, કાળ ભિન્ન નથી કોઈ, એવો શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર છે. વિશેષ કહેવાશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ.)
圖