________________
ગાથા-૭૩
૧૨૭ તેને જલ્દી વમી નાખ્યા એમ કહેવામાં આવ્યું છે, અને એ વમી નાખ્યા એટલે ? જેમ ઓકે છે ને? શું કહેવાય વમન? ( શ્રોતા - વોમિટ) વોમિટ એ ફરી ન લે, એ વમનને ફરી ન લ્ય, કૂતરા લ્ય, માણસ તો વમનને ફરી ન લ્ય. એમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા, આહાહાહાહા... અપ્રતિહત ભાવ બતાવ્યો છે. આહા ! જેણે વિકલ્પોને છોડી દીધા છે, ઓલું વમળ છૂટે ત્યારે વહાણ છૂટે, આ વિકલ્પ પોતે છોડે ત્યારે છૂટે, એટલો ફેર. વિકલ્પ વમી નાખ્યા છે પોતે. વમી નાખ્યા છે એમ કીધું” ને? ઓલું તો વમળ છૂટયું ત્યારે વહાણ છૂટયું, અહીં તો વિકલ્પો પોતે છોડયા ત્યારે છુટયું. આહાહાહા ! સમજાણું કાંઈ ?
હવે આ એક ગાથાનો અર્થ સમજવામાં પણ કેટલી, આહાહાહા... જેણે સર્વ વિકલ્પોને, સર્વ વિકલ્પ એક અંશ પણ વિકલ્પનો નહિ જેમાં, નિર્વિકલ્પ દૃષ્ટિ થતાં, સર્વ વિકલ્પો જલ્દી એકદમ ઉગ્ર પુરુષાર્થે છોડી દીધા છે, વમી દીધા છે, એ વસ્યા એ વખ્યા બસ. હવે ફરીને એ થવાના નહીં, આહા! આંહીં સુધી લીધી છે વાત. જેમ ૩૮ (સમયસાર) માં લીધી'તી ફરીને અંકુર ન થાય, ૯૨ ( પ્રવચનસાર)માં લીધું તું એમ અહીં નાખ્યું છે. એટલે? ચૈતન્ય સ્વભાવમાં અનુભવતો વિકલ્પને જલદી નામ એકદમ પુરુષાર્થથી, સ્વભાવમાં રમતા જેણે વિકલ્પને છોડી દીધા નામ વિકલ્પ ઉત્પન્ન થતાં નથી એણે વિકલ્પને વમી નાખ્યા છે. વમી નાખ્યા એ વમન ફરીને ન લ્ય. એમ ધર્મી જીવ, એવા જીવને આંહીં લીધો છે. એવી વાત જ આંહીં કરી છે આચાર્યો. આહા !
જેણે વિકલ્પને વમી નાખ્યા છે તે ફરીને વિકલ્પમાં આવતો નથી. એ રીતે એણે વમી નાખ્યા છે. આહાહા ! (ઢોર) ઓકેલું ખાય, માણસ ન ખાય, એમ રાગને ઓકી નાખ્યો છે. આહાહા ! આહાહાહા... વીતરાગ સ્વભાવમાં લીન થતાં એ વિકલ્પને જલદી નામ ઉત્પન્ન થયા ને એણે જલદી વમી નાખ્યા એમ કીધું. હવે ઉત્પન્ન થતાં નથી ને એ ઉત્પન્ન થવાનાં જ નથી. આહાહા! આહાહા..... એવો જીવ જ લીધો છે. અહીં એવી જીવની ધારા જ લીધી છે આંહીં તો. અને ક્ષય કર્યો એમ કીધું છે ને? નાશ કરી નાખ્યો છે, સ્વભાવમાંથી ભિન્ન કરી નાખ્યા છે તદ્ન ભિન્ન કરી નાખ્યા છે, એ નાશ કરી નાખ્યા છે. આહાહા!
આ રીતે આસ્રવોથી નિવર્તવાની વિધિ છે, કરતાં કરતાં એમ કે આપણે દયા, દાન, વ્રત, ભક્તિ કરીએ કરતાં કરતાં અશુભ ટળશે ને પછી શુભ ટળશે, એમ કહે છે ને લોકો તો, એમ નથી બાપુ. તને ખબર નથી ભાઈ. આહાહા ! એ કૃત્રિમ ઉત્પન્ન થતા વિકારો અકૃત્રિમ સ્વભાવ વસ્તુ ભગવાન એનો જેણે આશ્રય લીધો. જેમ દ્રવ્ય પાછું ન પડે એમ એને પર્યાયમાં પાછો વિકલ્પ ન થાય એને. એકત્વબુદ્ધિથી ન થાય, થાય ખરો પણ સદાય સ્વામીપણે નહિ પરિણમતો થાય. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહા!
જેમ જેણે, જેણે એટલે વમળે, વિકલ્પોને જલદી, ઓલા કીધું કે, ઘણાં વખતથી પકડેલું વહાણ તેને જેણે એટલે વમળે છોડી દીધું છે, તેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે પોતે, ઓલું વમળ છૂટયું ત્યારે (સમુદ્રમાં) વહાણ છૂટયું, આંહીં પોતે વિકલ્પને છોડયા છે એ નાસ્તિથી વાત કરી છે, આંહીં પણ પહેલે કીધું'તું ને અનુભવતો થકો, ચૈતન્યસ્વરૂપને અનુભવતો થકો અસ્તિથી ત્યાં લીધું છે, આમ થતાં એને આમ થાય છે એમ. ચૈતન્યસ્વરૂપને અનુભવતો