________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વસ્તુ ભગવાન આત્મા ચૈતન્ય દર્શન, જ્ઞાનસ્વરૂપ એના અજ્ઞાનવડે, એના અજ્ઞાન ભાનવિના એટલે અજ્ઞાન. પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં પાછા કોઈ એમ લઈ લ્ય કે પુગલને લઈને થતા'તા, કેટલો ખુલાસો કરે છે, અમૃતચંદ્રાચાર્યની ટીકા, આહાહાહા.... એ પોતાના અજ્ઞાનવડે, આત્મામાં ઉત્પન્ન થતાં આ જે ક્રોધાદિ ભાવો એટલે પુણ્ય-પાપના ભાવો સ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ કહ્યા, એ ક્રોધાદિભાવો તે સર્વને ક્ષય કરું છું, ઉપશમાવું છું. એમ નહિ, ક્ષય કરું છું, છે ને પાઠ એ? “સવ્વ એદે ખયણેમિ” મૂળમાંથી કાઢી નાખ્યા. આહાહા! (શ્રોતા – ક્ષય તો બારમે થાય છે) હૈં? એ ક્ષય થઈ જાય છે ચોથે, એ ક્ષય જ થઈ ગયો છે, એ રહ્યો છે અસ્થિરતાએ પછી ચારિત્રદોષ છે, એ વસ્તુ તો પોતાના દ્રવ્યથી તો ભિન્ન કરી નાખ્યો છે. સમજાણું કાંઈ ? આહાહાહાહા !
મારા સ્વભાવમાં અનુભવતો, ચૈતન્યને અનુભવતો થકો એ એમ છે ને? પોતાના અજ્ઞાનવડે આત્મામાં ઉત્પન્ન થતાં, આહાહા! ટીકા? જે વિકારી ભાવો તે સર્વેને, તે સર્વને ક્ષય કરું છું આવું તો હજી નિર્ણય કર એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહા ! વિકલ્પ સહિત એકદમ અંતર જઈ શક નહિ માટે પહેલી ચીજ સર્વજ્ઞ પરમાત્માએ આત્મા કહ્યો અને એણે જે આસ્રવ કહ્યા, એવી વાત બીજામાં નથી, તેથી બીજાથી જુદું પાડવા, આ રીતે ભગવાને કહેલો આત્મા અને આસ્રવ એને આ રીતે સમજીને વિકલ્પથી. સમજાણું કાંઈ? આહા ! એવી વાત સર્વજ્ઞ સિવાય, પરમાત્મા સિવાય, બીજે ક્યાંય નથી, એથી સર્વશે કહેલો આત્મા ને સર્વશે કહેલા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આસવો એનાથી નિવર્તવા માટે પહેલું બીજાઓ કરતાં સર્વશે કહેલો આત્મા ને આસવનો આ રીતે નિર્ણય કરવો. આહાહાહા !
આકરું લાગે તેવું છે, કાલ પરપરિણતિનું આકરું લાગ્યું'તું પુનાતર ! ભાઈ ! ગાથા એવી આવે છે તે શું થાય? જે વસ્તુ આવે એનો અર્થ થાય ને? આહાહા! ભેદજ્ઞાનની વ્યાખ્યા હતી બપોરે. ભેદજ્ઞાન થાય ત્યારે શું થાય છે એમ હતું. અહીં હવે આસ્રવોથી નિવર્તવું છે તો કઈ રીતે નિવર્તાય? એનો ભગવાને કહેલો આત્મા, ભગવાને કહેલા આસવો, એનું સ્વરૂપ જે વીતરાગે કહ્યું છે, તે રીતે બીજા કરતાં જુદું પાડવા વિકલ્પથી આવો નિર્ણય કરવો. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા !
એમ આત્મામાં નિશ્ચય કરીને જોયું? એ ક્ષય કરું છું, પણ એવો નિશ્ચય કરીને, “એમ આત્મામાં નિશ્ચય કરીને, આત્મામાં નિશ્ચય કરીને” આહાહા! ઘણાં વખતથી પકડેલું જે વહાણ, સમુદ્રના ભ્રમરમાં ભમરીમાં આવેલું વહાણ ત્યાં ને ત્યાં રહ્યા કરે. સમુદ્રમાં ભ્રમર થાય ને ચક્કર વમળ, ત્યાં વહાણ રહે, ન્યાં ને ત્યાં રહ્યા કરે. “ઘણાં વખતથી પકડેલું વહાણ, તેને જેણે છોડી દીધું છે, કોણ? વમળ ઘણાં વખતથી પકડેલું જે વહાણ વમળ, તેને જેણે છોડી દીધું છે, એવા સમુદ્રના વમળ, વમળ છૂટી ગયા એમ કહે છે. “એવા સમુદ્રના વમળની જેમ, જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે.” આહાહાહાહા ! પહેલાં વિકલ્પથી નિર્ણય કર્યો તો, હવે વિકલ્પમાં જે વમળમાં જે વહાણ પકડાઈ ગયું'તું, એમ આ વિકલ્પમાં જે આત્મા રોકાઈ ગયો'તો એણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા. જલ્દી અને વમી નાખ્યા, બે શબ્દ છે.
ભગવાન આત્માના આનંદના સ્વભાવમાં આશ્રય લેતાં, એ આસવની ઉત્પત્તિ ન થાય