________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ - સામાન્ય અને વિશેષવડે, વિશેષવડે પરિપૂર્ણપણું, આખાપણું હોવાથી, હું તો પરિપૂર્ણ, ચેતનમાત્ર જ્યોતિ આત્માની, તેના વડે કરીને વસ્તુના સ્વભાવથી જ, ભગવાન આત્માના સ્વભાવથી દર્શન સામાન્ય ને જ્ઞાન વિશેષ એવા સ્વભાવથી હું પરિપૂર્ણ છું. એ વડે હું પરિપૂર્ણ છું. પર્યાય એય નહીં. આહાહા !
વસ્તુ બતાવવી છે ને? વસ્તુ એનો સ્વભાવ ચૈતન્ય જ્યોતિ, આત્મજ્યોતિ, એ ચેતન એનો વસુસ્વભાવથી જ સામાન્ય ને વિશેષપણે, દર્શન ને જ્ઞાનપણે પરિપૂર્ણ હું છું. આહાહા ! છે ને? હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું આવો હોવાથી એમ, દર્શન ને જ્ઞાનનું પરિપૂર્ણપણે હોવાથી, આ કારણ આપ્યું, “હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું,” આહાહા ! શું કહ્યું સમજાણું? વસ્તુ સ્વભાવથી જ સામાન્ય ને વિશેષવડે પરિપૂર્ણપણું હોવાથી પરિપૂર્ણપણું હોવાને કારણે, હું જ્ઞાન, દર્શન વડે પરિપૂર્ણ છું. પહેલાંમાં સામાન્ય ને વિશેષ મુક્યા'તા શબ્દો, દર્શન ને જ્ઞાન અહીં પહેલું જ્ઞાન ને દર્શન મુક્યું. સમજાણું કાંઈ? હું સામાન્ય ને વિશેષ વસ્તુના સ્વભાવથી સામાન્ય ને વિશેષવડે પરિપૂર્ણ છું તેથી હું જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. પર્યાય પણ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ?
છે ને સામે પુસ્તક છે ને? આ તો ભગવત્ કથા, ભાગવત કથા ભગવાન આત્માની કથા ભાઈ, આ કાંઈ વાર્તા નથી. આહાહા ! આહા! ભગવસ્વરૂપ પ્રભુ, વસ્તુના સ્વભાવથી જ વસ્તુના સ્વભાવથી જ સામાન્ય ને વિશેષપણે પરિપૂર્ણ હોવાથી, હું જ્ઞાન દર્શને પરિપૂર્ણ છું. એ, ચીમનભાઈ ! આમ છે બાપુ બહુ શાંતિથી વાત છે આ તો. વિરલના કામ છે આ તો. આહાહા ! કોને કહે છે આ? જે દુઃખથી નિવર્તવા માગે છે તેને, નિવર્તવું હોય તો આ રીતે અંદર નિર્ણય કર. આહાહાહા !
આવો હું, “આવો હું આકાશ આદિ દ્રવ્યની જેમ” જેમ આકાશ પદાર્થ છે, પરમાણું પદાર્થ છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ પદાર્થ છે, એમ હું પણ આકાશાદિ દ્રવ્યની જેમ એટલે બીજા પણ પાંચ દ્રવ્ય સ્થાપ્યા. આહાહા! જેમ એ વસ્તુ સ્વતંત્ર છે, આકાશાદિ તેમ, જેમ “આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું.” ખરેખર વસ્તુ ખાસ મારી બીજાથી જુદી વિશેષ છે, વિશેષનો અર્થ સમજાણો. બીજાથી વસ્તુ વિશેષ ખાસ વસ્તુ મારી જુદી છે. વિશેષ એટલે આંહીં પર્યાય ને સામાન્ય એમ અત્યારે નહિ. આહાહાહા ! સમજાણું કાંઈ?
ધીમેથી કહેવાય છે બાપુ આ તો ધર્મકથા ચૈતન્યની છે પ્રભુ. આહાહા ! આહાહા! ચિન્માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી જેમ સામાન્ય વિશેષવડે પરિપૂર્ણ હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું, દ્રવ્ય લેવું છે. આહાહા ! આકાશ આદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. ખરેખર આત્મા ખાસ બીજા દ્રવ્યની જેમ ખાસ વસ્તુ વિશેષ છું. સમજાણું કાંઈ? આહાહા! આવી વાતું છે. આહાહા! હેં ? ( શ્રોતા - એવી નથી વાતું બીજે ક્યાંય) એવી નથી બાપુ ભાઈ શું થાય એણે રુચીથી સાંભળ્યું નથી. સાંભળી છે પણ અંદર રુચીથી સાંભળી નથી. આહાહાહા ! ( શ્રોતા:- જડ પદાર્થ સાથે સરખામણી કેમ કરી ) હું? દ્રવ્ય છે, દ્રવ્યની અપેક્ષાએ કહે છે, જેમ એ દ્રવ્ય છે એમ, હું એક ખાસ વિશેષ દ્રવ્ય છું એમ, જેમ એ આકાશ આદિ પદાર્થ છે, વસ્તુ છે, દ્રવ્ય છે, સ્વતંત્ર છે, સ્વયં સિદ્ધ છે, એમ હું પણ એક આકાશાદિ દ્રવ્યની જેમ વસ્તુ