________________
૧ ૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકારભાવ તેના ઘણીપણે પોતે સદાય નહિ પરિણમતો, ભવિષ્યમાં રાગાદિ થશે પણ સ્વામીપણે નહિ થાય. આહાહા ! એવો હું છું.
પહેલું તો એમ કહ્યું કે શુભ-અશુભ ભાવનું સ્વામીપણું પુદ્ગલનું છે. હવે હું ભવિષ્યમાં પણ તે પુણ્ય-પાપના સ્વામીપણે નહિ થનારો, તે હું છું. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ તો અંતરની વાતું છે. આહા ! તેના સ્વામીપણે પોતે સ્વયં સદાય નહિ પરિણમતો હોવાથી, એ પુણ્ય-પાપના ભાવ થશે છતાં સ્વામીપણે નહિ પરિણમતો હું તેનાથી મમતા રહિત છું. એટલે? એ પુણ્ય-પાપ મારાં છે એવું મને નહિ રહે હવે. એનાથી હું મમત્વ-રહિત છું. આહાહા !
ભાષા ટૂંકી પણ ભાવ જરી ગંભીર છે બાપુ. આ તો સમયસાર એટલે, જેને કળશમાં તો ત્યાં સુધી કીધું છે ને? અજોડ છે. આ ચીજ જ કોઈ અલૌકિક છે. લોકોત્તર ચીજ છે. આહાહા !
શિષ્યના પ્રશ્નને ખ્યાલમાં રાખીને એને ઉત્તર, એને આપે છે કે ભાઈ, તારે જો પુણ્યપાપના ભાવ એટલે દુઃખ, દુઃખથી નિવર્તવું હોય તો, એ પુણ્ય-પાપના ભાવ દુઃખનો સ્વામી પુદ્ગલ છે, એમ સદાય સ્વામીપણે હું નહિ થનારો તે દુઃખના પરિણામ મારાં છે એમ નહિ થનારો, આહાહા ! સમજાય છે કાંઈ? આહાહા ! સદાય નહિ પરિણમતો હોવાથી, સ્વામીપણે સદાય નહીં પરિણમતો હોવાથી, પરિણમન થશે, વીતરાગપણું જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી શુભ-અશુભ ભાવ પરિણમન થશે, પણ તેના સ્વામીપણે સદાય નહીં પરિણમતો હોવાથી, એ મારાં છે તેમ નહીં પરિણમતો હોવાથી, હું, વર્તમાનમાં તો સ્વામી પુદ્ગલ છે, પણ ભવિષ્યમાં પણ તે સ્વામીપણે નહીં થનારો તે હું છું. આહાહા! સમજાય છે કાંઈ ? આહાહા ! આવી વાત છે.
હવે આવી વાત સાધારણ માણસને અભ્યાસ નહિ કાંઈક અભ્યાસ કહેતા'તા ને કાલ કહેતા'તા ને ભાઈ ! પુનાતર ! થોડોક અભ્યાસ હોય તો આ સમજાય એવું છે આ, કાલ બપોરે એવો શ્લોક હતો ને પરપરિણતિ ઉજઝત ભેદભાવ. આહાહા!આંહીં કહે છે પ્રભુ તું એવો નિર્ણય વિકલ્પ દ્વારા પણ કર કે પુષ્ય ને પાપના ભાવ તેનો સ્વામી પુદ્ગલ છે અને મારું ભવિષ્યમાં પરિણમન થશે, પણ તેના સ્વામીપણે પરિણમન નહિ થાય, એના ઘણીપણે હું પરિણમન નહિ પરિણમું માટે હું મમતારહિત છું. સમજાય છે કાંઈ? ભાષા ટૂંકી બાપા પણ ભાવ બાપા બહુ ઊંચા છે ભાઈ. આહાહા ! તારી પ્રભુતા, એ પ્રભુતાના દર્શન કરાવવા આસવથી નિવર્તવાની આ રીત છે. સમજાય છે કાંઈ?
હું” આત્મા તે પુણ્ય-પાપના ભાવનું ઘણીપતુ પુગલનું છે ત્યારે કોઈ એમ કહે કે પુદ્ગલથી થાય છે માટે પુદ્ગલ છે માટે, તમે એમ કહો છો કે પર્યાયમાં ઉપાદાન પોતાથી થાય છે, એય ! અહીંયા તો સ્વભાવ એનો નથી, તેથી નિમિત્તને આધીન થાય છે, માટે તેનાં છે એમ કહ્યાં છે, સ્વભાવને ભિન્ન બતાવવો છે ને? થાય છે તો તેની પોતાની ઉપાદાનની પર્યાયમાં, આંહીં જ્યાં કરે ત્યાં પાછું ઉપાદાનની પર્યાયમાં જુઓ તમે કહેતા'તા ને કે વિકાર તો પોતાથી થાય છે, કર્મથી ન થાય, એય! કર્મથી ન થાય, પણ અહીંયા પુણ્ય-પાપના ભાવ એની ઉત્પત્તિનો કોઈ સ્વભાવ નથી જીવનો, કોઈ ગુણ નથી. એથી તે ગુણનો સ્વભાવ નથી માટે, અનંત ગુણ છે પ્રભુમાં, આત્મામાં અનંત અનંત અનંત અનંત અપારગુણ છે, પણ કોઈ ગુણ વિકાર કરે