________________
ગાથા-૭૩
૧૨૧ અને અક્રમે થતાં જોગ, વેશ્યા આદિ એનાથી હું ભેદરૂપ થતો નથી, એવો હું એક છું. અહીં કર્તા કર્મમાં એમ લીધું, કે હું અખંડ જ્ઞાન ચિન્માત્ર જ્યોતિ છું, માટે હું એક છું. સમજાણું કાંઈ ? એણે ત્યાં જીવની પૂર્ણતાનું વર્ણન કર્યું, આંહીં કર્તાકર્મમાં અભાવનું વર્ણન છે.
ત્યાં શુદ્ધ લીધું છે આડત્રીસમાં, ત્યાં નવતત્વના ભેદથી જ્ઞાયકભાવપણે હું તદ્દન જુદો છું, એમ લીધું છે, શુદ્ધ, આડત્રીસ. જીવના વિશેષો, મનુષ્ય, નર્ક, દેવ, આદિ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એવા જે ભેદ નવના ભેદભાવ વ્યાવહારિકભાવ, એનાથી હું જ્ઞાયકભાવે જુદો છું એમ ત્યાં બતાવ્યું છે, અહીંયા કર્તાકર્મઆદિ પર્યાયમાં ષકારક જે થાય છે, એનાથી હું જુદો છું. આહાહા ! ઝીણી વાત છે, ભાઈ ! પરના કર્તાકર્મની વાત તો છે જ નહિ, પણ તારી પર્યાયમાં એક સમયની પર્યાયમાં કર્તા, કાર્ય, કરણ-સાધન, રાખવું, થકીથવું, આધારથી એવી છ પર્યાયનો એક ષકારક એ પર્યાયના ષકારકથી પણ અનુભૂતિ એટલે મારી ચીજ ભિન્ન છે. આહાહા ! આહાહાહા! આમ છે.
જેને આસવથી નિવર્તવું હોય એટલે કે દુઃખના ભાવથી નિવર્તવું હોય એણે આ પ્રકારે આત્માનો નિર્ણય કરવો. આહાહાહા! હું શુદ્ધ છું, મારી પર્યાયમાં બદ્ધારકનું પરિણમન છે, એ પર્યાયમાં છે, એનાથી પાર ઉતરેલી મારી ચીજ અનુભૂતિ ત્રિકાળ તે તદ્ન ભિન્ન છે. આહાહાહા ! કર્તાકર્મ છે ખરુંને એટલે ષકારકના પરિણમનથી ભિન્ન લીધું, અને ત્યાં લીધું નવતત્ત્વના ભેદભાવ વ્યવહારભાવોથી મારો જ્ઞાયકભાવ જુદો છે. ૩૮માં એમ લીધું. શુદ્ધમાં શુદ્ધ. આહાહાહા ! આ તત્ત્વદેષ્ટિ ઝીણી બહુ ભાઈ ! એ બે બોલ તો થયા.
હવે આ ત્રીજો બોલ “મમતા રહિત છું” કેમ કે એ પુણ્ય-પાપના ભાવ એ મારાં નથીએથી મમતા રહિત છું. એટલે કે એવો નિર્ણય કર, ભલે વિકલ્પ સહિત પેલો નિર્ણય છે, કે પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે, શું કહે છે? એ પુણ્ય ને પાપના ભાવ શુભ-અશુભ ભાવ જે તેં પૂછ્યું કે એનાથી કેમ નિવર્તાય? તો પહેલો એ નિર્ણય કર કે પુણ્ય-પાપના ભાવનો ઘણી સ્વામી પુદ્ગલ છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ?
પુદ્ગલ તે હજી સ્વામી છે એ પાછું વિશેષ કહે છે પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે, એટલે એવો જે ક્રોધાદિ ભાવ એટલે ? સ્વભાવથી વિરુદ્ધભાવ ચાહે તો દયા, દાન, વ્રતનો ભાવ હો, પણ એ સ્વભાવથી વિરુદ્ધ છે, તેથી તેને ક્રોધમાં નાખ્યું છે. એ ક્રોધાદિભાવનું વિશ્વરૂપપણું જેનું સ્વામીપણું પુદ્ગલ છે, મારું સ્વામીપણું નહિ, સ્વામીપણું હોય તો છૂટે નહિ, એ પુણ્યપાપથી નિવર્તવું છે, તેથી તે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ એનો સ્વામી જડ પુલ છે. આહાહાહા ! કેમ? એવું જે ક્રોધાદિભાવો જેનું પુદ્ગલદ્રવ્ય સ્વામી છે, એવા જે ક્રોધ, માન, માયા, લોભ ને પુણ્ય-પાપના ભાવ અનેકરૂપ છે, અનેકરૂપ છે શુભ ને અશુભભાવ અનેકરૂપ છે એકરૂપ નથી. તેના સ્વામીપણે, પુગલદ્રવ્ય જેનો સ્વામી છે એમ પેલું લીધું. તેથી હવે પછી પણ એ પુદ્ગલદ્રવ્યના સ્વામીપણે, એટલે વિકારના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી, હું એવો છું કે પુણ્ય-પાપના સ્વામી પુગલ છે અને હવે પછી પણ તેના સ્વામીપણે નહિ થનારો હું, પુણ્ય-પાપ થશે ખરા, પણ સ્વામીપણે સદાય નહિ થનારો હું, આહાહાહાહા.... સમજાય છે કાંઈ? ભાષા આ તો અધ્યાત્મની વાતું છે બાપા. આહાહા ! એ અનેકરૂપ