________________
ગાથા-૦૩
૧૧૯
અનાદિ, આદિ નથી મારી, છે છે એને આદિ શી ? અને અનંત, ભવિષ્યમાં પણ મારો અંત નથી. એમ નેમ અનંત છે. આમ પહેલો નિર્ણય ક૨ વિકલ્પથી એમ કહે છે. છે વિકલ્પ પણ રાગ મિશ્રિત વિચાર, આંગણે ઊભો આમ વિચાર કર, અંદ૨માં પ્રવેશ કરવાનું પછી, આહાહાહા..... અનાદિ અનંત ભૂત અને ભવિષ્ય બેય લીધા, હવે વર્તમાન લ્યે છે નિત્ય ઉદયરૂપ છું, હું તો કાયમ પ્રગટરૂપ-પ્રગટરૂપ નિત્ય ઉદયરૂપ વર્તમાન. આહાહાહા ! આ તો અધ્યાત્મના શબ્દો છે, એક એક શબ્દમાં ઘણી ગંભીરતા એમાં અમૃતચંદ્રાચાર્યની ટીકા એટલે, નિત્ય પ્રગટરૂપ છું. કાયમ પ્રગટરૂપ જ છું વસ્તુ. આહાહાહાહા !
જ્ઞાયક જ્યોત ચૈતન્યબિંબ પ્રભુ આદિ નહિ, અંત નહિ ને વર્તમાન નિત્ય પ્રગટરૂપ છું. વિજ્ઞાનઘન-સ્વભાવભાવના કા૨ણે ભાવત્વને કારણે ‘પણું' લેવું છે ને? વિજ્ઞાનઘન સ્વભાવભાવત્વને કા૨ણે આ ‘આત્મા’ એમ છે ને ? આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ ને આત્મા વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વને કારણે, વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વ સ્વભાવભાવપણું વિજ્ઞાનઘનસ્વભાવભાવપણા, એનું સત્ત્વ લીધું. સત્ત એવો આત્મા એનું વિજ્ઞાનઘન સ્વભાવપણું એવું એનું સત્ત્વ છે. આહાહાહાહા !
વિજ્ઞાનઘનસ્વભાવભાવત્વને કારણે સ્વભાવભાવપણાને કારણે “એક હું” વિજ્ઞાનઘન છું ને માટે “એક હું” એમ. ભેદ ને એમાં કંઈ છે નહીં. આહાહાહા ! વિજ્ઞાનઘન આત્મા, વિજ્ઞાનન આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ વર્તમાન વિજ્ઞાનસ્વભાવભાવત્વને કા૨ણે સ્વભાવભાવપણાને કા૨ણે, એક હું. પર્યાય ભેદે ય નહીં આંહીં તો. આહાહાહા !
વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે, એક છું, એક છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિક૨ણ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર પ્રાસ, અહીંયા તો અંતરની વાત લેવી છે, પણ પહેલી એમ લઈએ કે આત્મા જે છે આ વિજ્ઞાનન સ્વભાવ એ ૫૨નો કર્તા કે ૫૨નું કાર્ય એ ષટ્કા૨ક એનામાં નથી, શરી૨ ને વાણી મનની ક્રિયાના કર્તા-કર્મ-ક૨ણ-સંપ્રદાન છ કા૨કો એનામાં એ ૫૨ના નથી, તેમ રાગનો કર્તા-કર્મ ષટ્કા૨ક એ પણ એનામાં નથી.
હવે ત્રીજા, હવે જે એની જે એક સમયની જે પર્યાય છે, એનું જે પર્યાયમાં કર્તાપણું પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન-કરણ, પર્યાય સંપ્રદાન રાખી, અપાદાન પર્યાયથી પર્યાય થઈ, પર્યાયના આધારે પર્યાય થઈ, એવા પર્યાયના ષટ્કા૨કથી પણ પા૨ મારી ચીજ છે. આહાહાહા ! દ્રવ્યસ્વરૂપ લેવું છે ને ? એટલે ૫૨ના કા૨કોની તો વાત છે જ નહિ, રાગના કા૨કોની વાત છે જ નહિ, પણ એની એક સમયની જે પર્યાય છેનિર્મળ પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, એ પર્યાયમાં ષટ્કા૨ક જે છે-પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ–સાધન, પર્યાય સંપ્રદાન પર્યાય કરીને રાખી, પર્યાયથી પર્યાય થઈ એ અપાદાન, પર્યાયના આધારે પર્યાય, એવી એક સમયની પર્યાયના ષટ્કા૨કથી પાર મારી ચીજ એનાથી ભિન્ન છે. આહાહાહા !
હજી તો બહારના કર્તાકર્મ ન માને તો જૈન નથી એમ ઓલા માળા કહે છે, અરે ભગવાન ! બાપુ ! શું કરે છે ? પ્રભુ ! એમકે ૫૨દ્રવ્યનો કર્તા કર્મ ના માને તો દિગંબર જૈન નથી એમ કહેવામાં આવે છે લ્યો. અ૨૨૨! આંહીં તો એક સમયના પર્યાયનું કર્તાકર્મપણું જે છે સ્વતંત્ર એક પર્યાય ( જે ) ષટ્કા૨કે પરિણમે છે તેનાથી ભિન્ન મારી ચીજ છે. આહાહાહા !