________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવ્યો છે. જેને આસવથી નિવર્તવું છે. આસવમાં પ્રવર્તવું છે એ વાત છૂટી ગઈ, આમ વ્રત પાળવા ને એનાં અતિચાર આમ ટાળવાને આમાં આમ ભક્તિ કરવીને આમાં આમ કરવું, એ આંહીં તો કહે છે કે એ આસવોથી નિવૃત્તિની હવે કઈ વિધિ એ કહો- પ્રવૃત્તિની વિધિ તો અમે અનાદિથી જાણીએ છીએ. છે? આહાહાહા !
ભગવાન આત્મા! આહાહા! આ આત્મા કહ્યું ને! આ આત્મા, એ પુણ્ય-પાપના ભાવ, જે આસવો છે ને દુઃખ છે, એનાથી નિવૃત્તિની રીત શું છે? વિધિ શું છે? એવો પ્રશ્નકારનો પ્રશ્ન છે, એને ઉત્તર આપે છે. સાધારણ પ્રાણી સાંભળવા આવ્યા ને એમ (ને એમ) સાંભળે એમ નહીં, એમ કહે છે. આહાહા ! (આ તો) જેને અંતરમાં શુભ-અશુભ ભાવ દુઃખરૂપ આસવ મલિન છે એ તો ખ્યાલમાં આવ્યું (છે.) પણ એનાથી નિવૃત્તિની વિધિ શું? હવે અમારે તો આ કામ છે. આવો જે પ્રશ્નકાર છે (એના પ્રશ્નનો) એને ઉત્તર દેવામાં આવે છે. આહાહાહા !
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।।७३।। છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩. આહાહા ! પાછા આમ તું ક્ષય કરે એમ નહીં આમ ક્ષય કરું એમ લીધું છે. એમ કે આ રીતે ક્ષય કરવું એમ નહિ, આ તો આ રીતે ક્ષય કરું. એટલે કે ક્ષય કરવાને યોગ્ય જીવ જ લીધો છે આંહીં તો. આહાહા ! સમજાય છે કાંઈ? આમ ક્ષય કરું એમ એણે ન કહ્યું અહીં તો કહે છે કે આમ ક્ષય કરું છું. આહાહાહા !
ટીકાઃ- “હું” તું આમ વિચાર કર એમ નહીં આંહીં તો કીધું, “હું આ,આ, હું, આ, પ્રત્યક્ષ આ હું આત્મા પ્રત્યક્ષ છું. જ્ઞાનમાં પ્રત્યક્ષ છું, એ પરોક્ષ રહે નહિ. “હું” આ પ્રત્યક્ષ અખંડ, હું અખંડ છું. એમ નિર્ણય કરજે. એમ પહેલું, પછી કહેશે કે આમ નિર્ણય કરવો, વિકલ્પથી પણ કરવો પછી કહેશે, પછી વિકલ્પ છોડી દેવાનું કહેશે, પણ તું પહેલેથી આવો છો. આહાહા ! હું
આ” હું પ્રત્યક્ષ અખંડ જેમાં ખંડ નથી, ભેદ નથી તે વસ્તુ હું છું. આહાહા ! ચિન્માત્ર જ્યોતિ આ અનંત ભાવની વ્યાખ્યા છે આ. અનંત કાળ રહેશે એ પછી લેશે, પણ અહીંયા તો પહેલો અનંત” શબ્દ ભાવવાચક છે. અનંત ભાવ મારો અનંત છે. અખંડ, અનંત ચિન્માત્ર જ્યોતિ આ અનંત જ્ઞાનમાત્ર જ્યોતિ પ્રત્યક્ષ અખંડ, જ્ઞાનમાત્ર જ્યોતિ અનંત. આહાહા! અનંત અહીં કાળ અનંત રહેવાની આ વાત નથી, એનો મારો ભાવ અનંત છે. સમજાણું કાંઈ ? બે અનંત આવશે. અનંત ચિન્માત્ર જ્યોતિ. જ્ઞાનમાત્ર અનંત, અનંત, અનંત, અમાપ એવું જે જ્ઞાનમાત્ર
જ્યોતિ, જેનું માપ નહીં અનંત છે. આહાહા ! માપ કરી શકાય છે એ જુદું પણ એ વસ્તુ એવી છે, અનંત છે. અનંત જ્ઞાનમાત્ર જ્યોતિ, એવો આત્મા અનાદિ અનંત, હવે કાળ લીધો. આવો આત્મા હું અનાદિ છું, મારી શરૂઆત નથી, છે અને છે અનાદિ છે, અનંત છે, ભવિષ્ય પણ અનંત રહેશે. આહાહાહા !
અનાદિ અનંત” આ કાળની અપેક્ષાએ વાત છે. પહેલો અનંત હતો એ ભાવની અપેક્ષાએ વાત હતી. અનંત જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા, ચિન્માત્ર એ ભાવ હતો, આ કાળ છે. હું