________________
૧૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરના કર્તાકર્મની તો વાત ગંધય નથી, રાગના કર્તાકર્મની વાત તો અહીંયા કરીયે નથી, કેમકે એ છે જ નહીં, પણ પર્યાયમાં શર્કરાનું પરિણમન થાય, આહાહાહા.... છે? | સર્વ કારકો એટલે છે, એવી જે ક્રિયાના કારકોની સમૂહની પ્રક્રિયા જોયું પરિણતિ એટલે પર્યાય એનાથી “પારથી પ્રાપ્ત' એ ષકારકની પર્યાયની પરિણતિથી ભિન્ન મારી ચીજ છે. આવું છે. જ્ઞાયક સ્વરૂપ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ અબદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ એ પર્યાયના ષકારકની પરિણતિથી ભિન્ન છે, એમાં એ છે નહીં. પર્યાયના ષકારકો એમાં છે નહીં કહે છે. આહાહાહાહા !
મોક્ષમાર્ગની પર્યાયના ષકારક છે, એ એમાં નથી કહે છે. આવું સાંભળવું કઠણ પડે. આ પ્રભુ તારો માર્ગ કોઈ જુદો અલૌકિક છે. આહાહાહા !મોક્ષમાર્ગની પર્યાયમાં કર્તા કર્મ આદિ એક સમયની પર્યાય છે, એથી પ્રક્રિયાથી પાર, ભિન્ન, પ્રાસ, પર્યાયથી ભિન્ન પ્રાપ્ત વસ્તુ છે. નિર્મળ અનુભૂતિ, નિર્મળ અનુભૂતિ એ ત્રિકાળની વાત છે. નિર્મળ અનુભૂતિ એટલે પર્યાય નહીં, પર્યાયના ષકારકની પ્રક્રિયાથી પાર અનુભૂતિ, અનુભૂતિ એટલે વસ્તુ ત્રિકાળ. કેમ કે જે અનુભૂતિ થાય છે એ તો એક પર્યાયમાં, પણ આ તો ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! “સર્વકારકોના સમૂહુની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું” ષકારકની પર્યાયની પરિણતિથી ભિન્ન એ શુદ્ધ હું એને આંહીં શુદ્ધ કહ્યો છે. આહાહાહા! ત્રિકાળી વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ ધ્રુવ જે નિત્યાનંદ પ્રભુ એ પર્યાયના ષટ્કરકથી ભિન્ન તેને આંહીં શુદ્ધ કહેવામાં આવે છે. ત્રિકાળી ચીજને પ્રક્રિયા પર્યાયની પારથી એને શુદ્ધ કહેવામાં આવે છે. આહાહા! અહમ, એકો, શુદ્ધો, એટલો અર્થ થયો અહમ્, એકો, શુદ્ધો, વિશેષ આવશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ. )
પ્રવચન નં. ૧૫૬ ગાથા-૭૩. તા. ૩૧/૧૨/૭૮ રવિવાર પોષ સુદ-૨
શિષ્યનો પ્રશ્ન છે એનો આ ઉત્તર છે. શિષ્યનો એ પ્રશ્ન છે કે આ જે પુણ્ય ને પાપના ભાવ છે, એ આસ્રવ છે, દુઃખરૂપ છે, મેલ છે, તો એનાથી કઈ વિધિએ નિવર્તાય? પુણ્ય-પાપના ભાવથી કઈ રીતે નિવૃત્ત થાય? એનો ઉત્તર માગે છે. પણ જેને આ ધખશ અંદર થઈ છે એને. શુભ ને અશુભ બેય ભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ હો, ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષય આદિનો ભાવ હો, બેય ભાવથી નિવૃત્તની રીત શું છે? એની વિધિ શું છે? એમ શિષ્ય પૂછે છે, એનો ઉત્તર છે.
પહેલાં તો એ કહ્યું કે તું એમ વિચાર કર કે હું તો અનાદિ અનંત નિત્ય-દ્રવ્યસ્વભાવ છું, શુદ્ધ ચૈતન્ય વિજ્ઞાનઘન છું, એક છું, હું એક છું, અહીંયા આ કર્તા કર્મનો અધિકાર છે ને? એટલે એ રીતે લીધું છે, ૩૮ ગાથામાં ‘એક’ આવે છે ને ભાઈ, ત્યાં એ આવે છે, ત્યાં તો જીવની પરિપૂર્ણતાની વ્યાખ્યા પૂરી થાય છે, તેથી ત્યાં જીવને ક્રમ ને અક્રમ પડતા જે ભાવો એનાથી ભિન્ન એવા ભાવથી ભેદભાવ થતો નથી. એવો હું એક છું, ત્યાં એ લીધું છે. આડત્રીસ. કારણ ત્યાં જીવની છેલ્લી ગાથા આડત્રીસમી છે, એટલે ત્યાં એમ લીધું કે હું ક્રમે ક્રમે થતાં ગતિ આદિ