________________
૧૨૩
ગાથા-૭૩ એવો કોઈ ગુણ નથી, એ અપેક્ષાએ લઈને તે પુણ્ય ને પાપના ભાવ, તેનો સ્વામી પુદ્ગલ અને હું સદાય સ્વામીપણે, ઘણીપતે નહિ પરિણમનાર તે હું છું. આહાહા ! પુણ્ય-પાપ થશે પણ એ મારાં છે તેમ હું નહીં પરિણમું. આહાહા! હું એનો જાણનાર તરીકે રહીશ. સમજાણું કાંઈ? આહાહાહા !
(શ્રોતા – આ વાત તો અહીં જ ચાલે) હૈં? મારગ તો આ બાપા મારગ તો આ છે, પ્રભુ શું થાય? તારી મહત્તાની વાત શું થાય? એ એની મહત્તા બતાવવા કહે છે, પ્રભુ તારી મહત્તા એટલી છે, કે જેમાં વિકાર થવાનો કોઈ ગુણ જ નથી, નિર્વિકાર થવાના ગુણો છે. એથી તું એમ નિર્ણય કર વિકલ્પ દ્વારા પણ પછી વિકલ્પ છોડાવશે પણ પહેલી ભૂમિકામાં શરૂઆતમાં એકદમ નિર્વિકલ્પ થઈ શકે નહિ, એથી પહેલે આંગણે ઊભો, રાગ મિશ્રિત વિચારમાં આવો તો નિર્ણય કર. કે હું એક જ્ઞાયકભાવ સ્વરૂપ પ્રભુ એ પુણ્ય-પાપના સ્વામીપણે ધણીપત્તે મારાં છે તે રીતે હું નહીં પરિણમનારો છું. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આ તો અધ્યાત્મ ભાષા છે, બાપુ ! આહાહાહા !
તેના સદાય, તેના સ્વામીપણે પોતે, હું એનો સ્વામી થઈને પરિણમું એ હું નહીં, માટે તે મમતા રહિત છું. વર્તમાનમાં તો પુદ્ગલ સ્વામી છે, પણ ભવિષ્યમાં જે પુણ્ય-પાપના ભાવ થશે, તેના સ્વામીપણે, ધણીપણે, મારાંપણે નહિ પરિણમનારો માટે તેનાથી તો હું મમતા રહિત છું. આહાહા ! કહો સમજાય છે કાંઈ? આ તો સાદી ભાષા છે પણ હવે ભાઈ વસ્તુ તો ભાઈ જે હોય એની ગમે તેટલી ભાષા કરે હળવી, પણ એની ચીજ હોય એટલી રાખીને થાય ને. હેં? આહાહા! એ વસ્તુની મર્યાદા રાખીને ભાષા થાય ને? ભાષા હળવી કરે તો કાંઈ એનાથી વિપરીત થાય? આહાહાહા ! એ ત્રીજા બોલની વાત કરી. પહેલી અહમ્ એકો, પછી શુદ્ધો, પછી મમતા રહિત, ત્રીજા બોલની વ્યાખ્યા થઈ. આહાહા !
હવે ચોથો “નાણ દંસણ સમગ્ગો” એની વ્યાખ્યા હવે. હવે હું છું કેવો ? ઓલા તો એની નાસ્તિથી વાત કરી, આ નહિ આ સ્વામીપણે નહિ, ધણીપણે નહિ, છું કેવો? ચિન્માત્ર જ્યોતિ ચેતન ચેતન ચેતનમાત્ર જ્યોતિ, ચિન્માત્ર જ્યોતિ એમાં બેય આવ્યું. જ્ઞાન, દર્શન ભેગું હીં, ચેતનમાત્ર જ્યોતિચેતનમાત્ર જ્યોતિ, એવું આત્માનું જ્યોતિનું એટલે આત્માનું, જ્ઞાનમાત્ર
જ્યોતિનું એટલે જ્ઞાનમાત્ર ચેતનમાત્ર આત્માનું, વસ્તુ સ્વભાવથી જ, વસ્તુના સ્વભાવથી, વસ્તુનો સ્વભાવ જ એવો છે કે સામાન્ય અને વિશેષવડે પરિપૂર્ણપણું, દર્શન અને જ્ઞાનવડે પરિપૂર્ણપણું, વસ્તુના સ્વભાવથી દર્શન અને જ્ઞાનપણું, પહેલું ચિત્માત્ર લીધું” તું. એ ચિના બે ભાગ પાડયા, ચેતના હતી ને તેના બે ભાગ પાડયા, દર્શન ને જ્ઞાન. આહાહા !
ચિન્માત્ર જ્યોતિનું એટલે જ્ઞાનમાત્ર આત્માનું, એટલે ચેતનામાત્ર આત્માનું. વસ્તુ સ્વભાવથી જ, મારો સ્વભાવ જ એવો છે કે, સામાન્ય ને વિશેષવડે, દર્શન અને જ્ઞાનવડે અહીં સામાન્ય એટલે કે દ્રવ્ય ને વિશેષ એટલે કે પર્યાય એમ નહિ આંહીં. સમજાણું કાંઈ? સામાન્ય એ દ્રવ્ય ને પર્યાય વિશેષ એ આંહીં નહિ. આંહીં તો ચૈતન્ય, ચેતન ચેતન માત્ર જે વસ્તુ, એમાં જે દર્શન ને જ્ઞાન, સામાન્ય તે દર્શન ને વિશેષ તે જ્ઞાન, છે તો બેય ત્રિકાળ, વિશેષ માટે પર્યાય છે એમ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ ?