________________
ગાથા-૭૩
૧૨૫ વિશેષ ખાસ જુદી છું. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા !
આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ ખરેખર એટલે પારમાર્થિક, પારમાર્થિક, પારમાર્થિક વિશેષ કાલ્પનિક નહિ, આ તો પારમાર્થિક વિશેષ. વસ્તુ વિશેષ છું. તેથી, હવે હું આવો હોવાથી. “હવે હું સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે,” એ પુણ્ય-પાપને પરદ્રવ્ય કીધાં, જેણે પુદ્ગલદ્રવ્ય સ્વામી કીધું 'તું, એને આંહીં કહે છે પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે એ શુભ-અશુભ ભાવ પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. મારાં સ્વદ્રવ્યની પ્રવૃત્તિ નહિ. આહાહાહા !
હું સમસ્ત પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, આ જ આત્મ સ્વભાવમાં આ જ આત્મ સ્વભાવમાં” નિશ્ચળ રહેતો થકો હજી તો નિર્ણય કરે છે હોં, આત્મસ્વભાવમાં નિશ્ચળ પણ પદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો ખરેખર આત્મ સ્વભાવમાં રહેતો થકો, આ નિશ્ચળ નિશ્ચળ એટલે ચળ્યા વિના. હું આત્મસ્વભાવમાં નિશ્ચળ, ચળ્યા વિના, આ નિશ્ચળ રહેતો થકો, “સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં”, જુઓ હવે ખુલાસો પાછો, ઓલો પહેલાંમાં એમ કહ્યું'તું શુભાશુભભાવનું પુદ્ગલ સ્વામી, પછી કહ્યું કે હું તેના સ્વામીપણે નહિ પરિણમનારો, પછી કહ્યું કે પરદ્રવ્યના નિમિત્તથી, પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે શુભાશુભથી, હવે કહ્યું કે શું પરદ્રવ્ય એ? કે સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં, આહાહા.... પાછું પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એમ કીધું, વળી પારદ્રવ્યની પ્રવૃત્તિ એને કીધી, હવે કહે છે કે, એ સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં એ પરદ્રવ્યના નિમિત્તથી મારી પર્યાયમાં વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો પુણ્ય-પાપભાવ, ચંચળ કલ્લોલ, પણ ભાષા જોઈ?
સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં, પહેલા એમ કહ્યું'તું કે પુદ્ગલદ્રવ્યનો સ્વામી છે અને તેના સ્વામીપણે હું નહિ થનારો, તે મમતા રહિત છું, હવે એ ચીજ શું છે? કે પદ્રવ્યના નિમિત્તથી થતાં વિશેષરૂપ ચેતનમાં થતાં, જોયું? વિશેષરૂપ ચેતનમાં થતાં, સામાન્ય જે જ્ઞાયકભાવ દ્રવ્યસ્વભાવ છે, એમાં નહિ, પણ પર્યાયમાં વિશેષરૂપ થતાં, પાછું સિદ્ધ એ કર્યું કે ઓલા એનાથી થાય છે. આહાહા!
સમસ્ત પરિદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ, વિશેષરૂપ એટલે? પર્યાયમાં જે મારા સ્વભાવમાં, સામાન્યમાં ત્રિકાળમાં નથી. તે રીતે વિશેષરૂપ ચેતનમાં થતાં, મારાં ચેતનમાં જ, પર્યાયમાં વિશેષરૂપ થતાં, “જે ચંચળ કલ્લોલો તેમનો આ નિરોધ વડે” તેને રોકીને, તેને... અટકાવીને, સંવર લેવો છે ને? આસ્રવ વિરુદ્ધ સંવર છે ને? આહા ! એટલે નિરોધ શબ્દ વાપર્યો છે, તેમના નિરોધ વડે આને જ, એટલે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવતો થકો લ્યો, “તડુિ ઠિદો તચ્ચિતો સળે,”તેમના નિરોધ વડે, આસવના રોકાવા વડે, મારાં આત્મ સ્વભાવમાં આત્માને અનુભવતો થકો, ચૈતન્યસ્વરૂપને અનુભવતો થકો, આહાહાહાહા... ભાષા વિશેષ લીધી. ચારપટી વાત લીધી. પોતાના અજ્ઞાનવડે આત્મામાં ઉત્પન્ન થતાં, આ જોયું, પાછું ઓલું પુદ્ગલદ્રવ્ય સ્વામી કીધું'તું એટલે પુદ્ગલને લઈને થાય છે, આહાહા ! પહેલું પુદ્ગલદ્રવ્ય સ્વામીપણે કીધું 'તું, પછી પરદ્રવ્યની પ્રવૃત્તિ કીધી'તી એના નિવૃત્તિ વડે, પછી પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં થતાં કલ્લોલ કહ્યાં'તાં, વળી પાછો ચોથે પોતાના અજ્ઞાનવડે આત્મામાં, આહાહા....