________________
ગાથા-૭૩
૧૧૭. જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણાં વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસવોથી નિવર્તે છે.
ભાવાર્થ:- શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું”. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસનો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણાં કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે.
પ્રવચન નં. ૧૫૫ ગાથા-૭૩
તા. ૩૦/૧૨/૭૮ હવે પ્રશ્ન કરે છે કે આ આત્મા કઈ વિધિથી આગ્નવથી નિવૃત્ત થાય છે.
ભગવાન આત્મા! એ પુણ્ય-પાપના અશુચિભાવ-મળભાવ જડભાવ-દુઃખભાવ એનાથી નિવૃત્તિની રીત શું છે? એનાથી હઠવાની વિધિ શું છે? સમજાણું કાંઇ? આહાહાહા ! પ્રશ્નકારને આટલે સુધી આવ્યો પ્રશ્ન!કે એ પુણ્ય-પાપના ભાવ મલિન ને દુઃખરૂપ ને જડ છે અને ભગવાન નિર્મળ ચૈતન્ય ને આનંદ( સ્વરૂપ) છે, તો એ આસ્રવોથી નિવૃત્તિની રીત-વિધિ-મારગ શું છે?આમ શિષ્યનો પ્રશ્ન છે. શિષ્યને એટલું તો મગજમાં આવ્યું કે આસવથી નિવૃત્તિ તે લાભ છે. આહાહા ! સમજાણું કાંઈ..?
હવે પ્રશ્ન કરે છે આ-આ આત્મા, ‘આ’ આત્મા કઈ વિધિથી, કઈ રીતથી, કઈ પદ્ધત્તિથી, આસ્રવોથી નિવૃત્ત થાય છે? એ બંધના કારણે દુઃખરૂપ ભાવથી શી રીતે નિવૃત્ત થાય છે? એની વિધિ શી છે? આ પૂછે છે. આસ્રવો કેમ થાય એવું ( શિષ્ય ) પૂછતો નથી. આહાહાહા ! દયાદાન-વ્રત-પૂજા-ભક્તિ (ના ભાવ) કેમ કરવા એમ પૂછતો નથી. શિષ્ય એટલી તો તૈયારીમાં આવ્યો કે એ પુણ્ય-પાપના આસવોથી નિવૃત્તિની રીત શું છે? એ તો પ્રવૃત્તિ (છે) એ દુઃખરૂપ છે, તો એનાથી નિવૃત્તિની વિધિ શી છે? અહી સુધી તો પ્રશ્નકાર આવ્યો છે. સમજાણું કાંઈ...?
શું કીધું? કે જેના હૃદયમાં જ્ઞાનમાં એમ આવ્યું કે આ પુણ્ય-પાપના ભાવ આસ્રવ છેદુઃખરૂપ છે, તો એનાથી હઠવાની નિવૃત્તિની વિધિ શું છે? એ (ભાવો) કરવાની વિધિ તો અનાદિથી છે હવે, પણ એનાથી નિવૃત્તિની વિધિ શું છે? આટલો તો પ્રશ્ન શિષ્યનો અંતરથી